આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2023ની ઉજવણી
Posted On:
22 JUN 2023 5:30PM by PIB Ahmedabad
પ્રાદેશિક કાર્યાલય, નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2023ની ઉજવણી M/o આયુષ દ્વારા સૂચિત પ્રવૃત્તિઓ મુજબ રેડક્રોસ સોસાયટી, અમદાવાદ દ્વારા સંચાલિત વાત્સલ્ય વૃદ્ધાશ્રમ, વાડજના સહવાસીઓ માટે યોગ સત્રનું આયોજન કરીને કરવામાં આવી હતી. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન)ની પ્રાદેશિક કાર્યાલયના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા શ્રી એસ. કે. ભાણાવત, ઉપ નિદેશક શ્રી જે. એસ. હોનરાવ અને સહાયક નિદેશક શ્રી એ. જે. પરમારે પણ તેમાં ભાગ લીધો હતો.
શિવાનંદ આશ્રમ, અમદાવાદના યોગ પ્રશિક્ષક શ્રી વિજય જાજલને સત્ર આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સત્ર દરમિયાન રોજેરોજ યોગાસન કરવાના મહત્વ અને ફાયદાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઉપરાંત, આસનો જે ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓ માટે ફાયદાકારક છે તે શીખવવામાં આવ્યા હતા અને તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તે ઉપરાંત પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ અને તેના જામનગર અને રાજકોટ સ્થિત પેટા પ્રાદેશિક કાર્યાલયના કાર્યાલયમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધિકારીઓએ યોગ કર્યા હતા.
***
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1934540)
Visitor Counter : 156