નાણા મંત્રાલય

નાણાકીય સાક્ષરતા પર અખિલ ભારતીય આરબીઆઈ ક્વિઝનું બ્લોક સ્તર પર આયોજન

Posted On: 20 JUN 2023 6:02PM by PIB Ahmedabad

ભારતના જી-20ના પ્રમુખપદના નેજા હેઠળ તથા 14થી 18 જુલાઈ, 2023 દરમિયાન ગાંધીનગરમાં આયોજિત ત્રીજી નાણામંત્રીઓ અને કેંદ્રીય બેંકોના ગવર્નર (એફસીબીબીજી) તથા નાણા અને કેંદ્રીય બેંકોના ડેપ્યુટીઓ (એફસીબીડી)ની બેઠકોના ભાગરૂપે, સમગ્ર શિક્ષા અભિયાન, રાજ્ય પરિયોજના કચેરી, ગાંધીનગર ના સહયોગથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ  દ્વારા 19 જૂન, 2023 ના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં શાળાના બાળકો માટે બ્લોક કક્ષાએ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી.

  

આ ક્વિઝ આઠમા, નવમા અને દસમા ધોરણના સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે નાણાકીય જાગૃતિ અને સાક્ષરતા પર આધારિત હતી. ક્વિઝના પ્રારંભિક રાઉન્ડમાં કુલ 4000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક બ્લોકની દસ ટીમોએ ક્વિઝમાં ભાગ લીધો હતો, દરેક ટીમમાં બે વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો, જે સંબંધિત બ્લોક્સમાં જુદી જુદી સરકારી શાળાઓનું પ્રતિનિધિત્વ કરતી હતી.

    

નાણાકીય સાક્ષરતાના પ્રયત્નોને વધુ વેગ આપવાના અને આર્થિક રીતે જાગૃત અને સશક્ત ભારતના નિર્માણના સ્વપ્નને પરિપૂર્ણ કરવાના હેતુથી આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝમાં આવરી લેવામાં આવેલા વિષયો જી -20, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્ર સાથે સંબંધિત હતા. આ ક્વિઝને ત્રિભાષી સ્વરૂપ (ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી)માં ડિઝાઇન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનો ઉમંગ અને ઉત્સાહ આનંદકારક હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓની પ્રોત્સાહક ભાગીદારી જોવા મળી હતી.

આ ક્વિઝ બ્લોક સ્તરે શરૂ કરવામાં આવી છે અને જિલ્લા, રાજ્ય અને ઝોનલ સ્તરે વિવિધ સ્તરો પછી રાષ્ટ્રીય સ્તરની ક્વિઝમાં પૂર્ણ થશે.

* * *

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1933708) Visitor Counter : 211


Read this release in: English