માનવ સંસાધન વિકાસ મંત્રાલય
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે પ્રોજેક્ટ AKLVYS (અમૃત કૌશલ વિકાસ યોજના - સુરક્ષાર્થ)નું ઉદ્ઘાટન કર્યું.
Posted On:
17 MAR 2023 4:04PM by PIB Ahmedabad
15.03.2023ના રોજ, રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ, ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે - અમૃત કૌશલ વિકાસ યોજના - સુરક્ષાર્થ (AKLVYS) હેઠળ પ્લેસમેન્ટ લિંક્ડ પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ ટ્રેનિંગના 160 કલાકના છેલ્લા તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કર્યું. ઉદઘાટન સમારોહમાં શ્રી જિતેન્દ્ર કુમાર સોનકર (યુવા કલ્યાણ નિયામક); શ્રી નિમેશ દવે (નિયામક I/c, સ્કૂલ ઓફ પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોર્પોરેટ સિક્યોરિટી મેનેજમેન્ટ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી- મુખ્ય કેમ્પસ), સુશ્રી સૌમ્યા દ્વિવેદી (ડી. પ્રોજેક્ટ ઓફિસર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી) શ્રી રાકેશ ચંદ્ર ડીમરી (ઉચ્ચ નિયામક, યુવા કલ્યાણ); શ્રી અજય કુમાર અગ્રવાલ (સંયુક્ત- નિયામક, યુવા કલ્યાણ); શ્રી શક્તિ સિંહ (ડેપ્યુટી ડાયરેક્ટર, યુવા કલ્યાણ); શ્રી એસ. કે જયરાજ (ડેપ્યુટી ડાયરેક્ટર, યુવા કલ્યાણ), શ્રી નીરજ ગુપ્તા (સહાયક કમાન્ડન્ટ, યુવા કલ્યાણ); શ્રીમતી. દીપ્તિ જોશી (સહાયક નિયામક, યુવા કલ્યાણ) અને ફાયર સેફ્ટી વિભાગ, ઇન્ટેલિજન્સ બ્યુરો, SDRF, સ્થાનિક તપાસ એકમ અને પોલીસ આરોગ્ય વિભાગના ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા.
યુવા કલ્યાણ અને પ્રાંતીય રક્ષક દળ એ પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ અમલીકરણ એજન્સી છે. આ તાલીમ યુથ સેન્ટર, આમવાલા, ડેરહરાદૂન - ઉત્તરાખંડ ખાતે હાથ ધરવામાં આવનાર છે. આ તાલીમ 105 તાલીમી કેડેટ્સને આપવામાં આવશે જેમાંથી 26 મહિલા ઉમેદવારો છે. હરિદ્વાર, અલ્મોડા, ઉધમ સિંહ નગર, નૈનીતાલ અને દેહરાદૂન જિલ્લાઓમાંથી તાલીમી ઉમેદવારો આવ્યા છે. તાલીમનો સમયગાળો 160 કલાક (20 દિવસ) છે. કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી તાલીમપ્રાપ્ત ઉમેદવારોને ખાનગી સુરક્ષા એજન્સીઓમાં મૂકવામાં આવશે.
પ્રોજેક્ટ AKLVYS (અમૃત કૌશલ વિકાસ યોજના - સુરક્ષા) એ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ શાખા દ્વારા શરૂ કરાયેલ એક પાયલોટ આઉટરીચ પ્રોજેક્ટ છે. આ તાલીમાર્થી-કેન્દ્રિત અને પ્લેસમેન્ટ-લિંક્ડ પ્રશિક્ષણ પહેલ વ્યૂહાત્મક રીતે રચાયેલ નિઃશસ્ત્ર સુરક્ષા તાલીમ કાર્યક્રમ છે જેનો હેતુ યુવાનોને (મુખ્યત્વે ભારતીય મતવિસ્તારના ગ્રામીણ/આદિવાસી/લાલ કોરિડોરમાંથી/આર્થિક રીતે નબળા વિભાગ/વંચિત વિભાગ/અંડરપ્રિવિલેજ્ડ વિભાગમાંથી) ઓછામાં ઓછા 10મું પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા તરફ ધ્યાન કેન્દ્રિત કરવા અને સુરક્ષા ક્ષેત્રમાં તેમને રોજગારીયોગ્ય બનાવવા માટેનો છે. આ પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 878 ઉમેદવારોને તાલીમ આપી છે.
YP/GP/JD
(Release ID: 1907993)
Visitor Counter : 203