ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
15 માર્ચ, 2023ના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, 2023ની ઉજવણી કરવામાં આવશે
વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ, 2023ની થીમ "સ્વચ્છ ઊર્જા પરિવર્તનો દ્વારા ઉપભોક્તાઓને સશક્ત બનાવવા" છે
રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન મજબૂત બનાવાઇ, ગ્રાહકોની ફરિયાદનાં ઝડપી નિવારણ માટે ઇ-દાખિલ પોર્ટલ અને ગ્રાહકોને સશક્ત બનાવવા માટે રાઇટ ટુ રિપેર પોર્ટલ
Posted On:
14 MAR 2023 6:58PM by PIB Ahmedabad
ગ્રાહક બાબતોનો વિભાગ બુધવાર, 15 માર્ચ 2023ના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, 2023ની ઉજવણી કરશે. ઉપભોક્તા બાબતોના વિભાગનાં અધિક સચિવ શ્રીમતી નિધિ ખરેએ આજે અહીં આ અંગે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, 2023ની થીમ "સ્વચ્છ ઊર્જા પરિવર્તનો દ્વારા ગ્રાહકોને સશક્ત બનાવવા" છે.
આ થીમને અનુરૂપ, અશ્મિભૂત ઇંધણ જેવા પરંપરાગત ઊર્જા સ્ત્રોતોની નિર્ભરતાને ઘટાડવા માટે ટેક્નૉલોજીના ઉપયોગ પર પ્રાથમિક ભાર મૂકવામાં આવ્યો છે અને લાંબા ગાળે ટકાઉપણું, સુરક્ષા, પરવડે તેવી ક્ષમતા અને ઉપભોક્તાઓની સુલભતાને પ્રોત્સાહન આપતા સ્વચ્છ ઊર્જા સોલ્યુશન્સમાં ઝડપથી સંક્રાંતિને સક્ષમ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ઇ-કોમર્સ ગ્રાહકો માટે ખરીદીના સૌથી પસંદગીનાં માધ્યમ તરીકે સતત ઉભરી આવ્યું છે. આ સાથે જ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (એનસીએચ) પર ગ્રાહકો દ્વારા નોંધવામાં આવેલી ઇ-કોમર્સ ફરિયાદોની સંખ્યામાં પણ વધારો થયો છે. આમ, એનસીએચને ટેક્નૉલોજીની દ્રષ્ટિએ મજબૂત કરવામાં આવી રહ્યું છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તે માત્ર વધારે ફરિયાદો જ પ્રાપ્ત ન કરે, પરંતુ રિફંડ, રિપ્લેસમેન્ટ અને સેવામાં ઉણપની ગ્રાહકોની સામાન્ય ફરિયાદોને પણ ઝડપથી દૂર કરે.
એનસીએચ પ્રિ-લિટિગેશન સ્તરે વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર તરીકે કામ કરે છે, જેમાં ગ્રાહકો '1915' પર કોલ કરીને અથવા મોબાઇલ એપ્લિકેશન મારફતે સરળતાથી તેમની ફરિયાદોની નોંધણી કરી શકે છે. એનસીએચ તાજેતરમાં ઉમેરવામાં આવેલી મૈથિલી, કાશ્મીરી અને સંથાલી ભાષાઓ સહિત 17થી વધુ ભાષાઓમાં સુલભ છે. તે ઓમ્ની ચેનલ સિસ્ટમ દ્વારા 24*7 ઉપલબ્ધ છે, જેમાં એનસીએચ એપ્લિકેશન, ઇમેઇલ, એસએમએસ અને કોલ શામેલ છે. એનસીએચ પર નોંધાયેલાં ડોકેટ્સની સંખ્યામાં પણ વધારો થયો છે. ડોકેટની ગણતરી 2017માં 37,062ની માસિક સરેરાશથી બમણી થઈને 2022માં 86,674 થઈ ગઈ છે.
ગ્રાહકોની ફરિયાદો ઓનલાઈન ફાઈલ કરવાની સુવિધા માટે ઈ-દાખિલ પોર્ટલની સ્થાપના કરવામાં આવી છે, જે સંબંધિત ઉપભોક્તા ફોરમનો સરળતાપૂર્વક સંપર્ક સાધવા માટે મુશ્કેલી-મુક્ત, ઝડપી અને સસ્તી સુવિધા પ્રદાન કરે છે, મુસાફરી કરવાની અને તેમની ફરિયાદ દાખલ કરવા રૂબરૂ હાજર રહેવાની જરૂરિયાતને દૂર કરે છે. તેનો ઉદ્દેશ ડિજિટાઇઝ કરવાનો અને તકનીકીની મદદથી ગ્રાહકોને ન્યાય મેળવવાનું સરળ બનાવવાનો છે. અરજી, સમીક્ષા, અપીલ, વગેરે માટેના તમામ ફોર્મેટ્સનું, ઇ-કોર્ટ પ્રોજેક્ટને અનુરૂપ, ગ્રાહકોની ફરિયાદોનું મુશ્કેલી મુક્ત, ઝડપી નિરાકરણ લાવવા માટે ડિજિટાઇઝેશન કરવામાં આવશે. આ કાયદા હેઠળ વૈકલ્પિક વિવાદ નિવારણ વ્યવસ્થા તરીકે જેની કલ્પના કરવામાં આવી છે તે મધ્યસ્થી અંગે પણ ઓનલાઇન માધ્યમ મારફત વિચારણા કરવામાં આવી રહી છે.
માનનીય પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી LiFE (જીવનશૈલી ફોર એન્વાયર્નમેન્ટ) ઝુંબેશને અનુરૂપ વિભાગે ગ્રાહકોને આયોજિત રીતે વપરાશમાંથી દૂર થવા એટલે કે મર્યાદિત આયુષ્ય ધરાવતી પ્રોડક્ટની ડિઝાઇન કરવી, જેનાં પરિણામે ઇ-વેસ્ટમાં વધારો થાય એની સામે રક્ષણ આપવા માટે "રાઇટ ટુ રિપેર પોર્ટલ"ની રચના કરવાની શરૂઆત કરી છે. આ પોર્ટલ સ્પેરપાર્ટ્સની કિંમત, મૌલિકતા અને વૉરંટી અંગેની ચિંતાઓનું સમાધાન કરશે તેવી અપેક્ષા છે. તે સ્પેરપાર્ટ્સની અધિકૃતતા અને મૂળ દેશ વિશેની માહિતી તપાસવા માટેની પદ્ધતિઓનો ઉલ્લેખ કરીને ગ્રાહકોને ઉત્પાદન વિશે વધુ સારી રીતે માહિતગાર કરવામાં સક્ષમ બનાવશે. પોર્ટલની લિંક છે https://righttorepairindia.gov.in/
આ પોર્ટલ ગ્રાહકોને સેલ્ફ-રિપેરિંગ માટે સક્ષમ બનાવવા, અધિકૃત રિપેરર્સ વિશે જાણવા અને થર્ડ પાર્ટી રિપેરર્સને પ્રોત્સાહિત કરવા માટે માહિતી આપશે. ઉત્પાદક દ્વારા વચન આપવામાં આવેલી વૉરંટીના સમયગાળા માટે અસલી સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતા માટે ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ છે.
વિભાગ 'ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ વેસ્ટ (ઇ-વેસ્ટ)'માં ઘટાડો કરવા અને વધુ ટકાઉ કન્ઝ્યુમર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકીને વેરેબલ ઉપકરણો સાથે કામ કરતા ચાર્જિંગ સોલ્યુશન્સ ડિઝાઇન કરવા માટે હેકાથોનનું આયોજન કરવાની પણ યોજના ધરાવે છે. વાયરલેસ ચાર્જિંગ પદ્ધતિઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, જે ઇ-કચરાના પ્રસારમાં નોંધપાત્ર મદદ કરશે.
YP/GP/JD
(Release ID: 1906952)
Visitor Counter : 1377