નાણા મંત્રાલય

નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2023 (ફેબ્રુઆરી 13 - 17, 2023)નું આયોજન

Posted On: 14 FEB 2023 10:56AM by PIB Ahmedabad

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 2016 થી દર વર્ષે નાણાકીય સાક્ષરતા સપ્તાહ (FLW) નું આયોજન કરે છે જેમાં "MSMEs", "ધિરાણ શિસ્ત અને ઔપચારિક સંસ્થાઓ તરફથી ક્રેડિટ" અને "ડિજિટલ નાણાકીય સાક્ષરતા" સહિતના સંબંધિત વિષયો પર નાણાકીય શિક્ષણ સંદેશાઓનો ઉપયોગ થાય છે.

13 - 17 ફેબ્રુઆરી, 2023 દરમિયાન મનાવવામાં આવનાર આ વર્ષના નાણાકીય સાક્ષરતા સપ્તાહની થીમ "સારી નાણાકીય વર્તણૂક, તમારો ઉદ્ધારક" છે, જેમાં "બચત, આયોજન અને બજેટિંગ" અને "ડિજિટલ નાણાકીય સેવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ" પર ભાર મૂકવામાં આવ્યો છે. નેશનલ સ્ટ્રેટેજી ફોર ફાઇનાન્શિયલ એજ્યુકેશન: 2020-2025ના એકંદર વ્યૂહાત્મક ઉદ્દેશો સાથે સંરેખિત થાય છે.

આ પ્રસંગે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ પ્રાદેશિક કાર્યાલયે રાજકોટ ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું જ્યાં શ્રી એમ કે જૈન, ડેપ્યુટી ગવર્નર, RBI, નાણાકીય સાક્ષરતા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું, સંદેશાઓનું વિમોચન કર્યું અને FLW 2023ની થીમ ધરાવતા નાણાકીય સાક્ષરતા પોસ્ટર્સનું અનાવરણ કર્યું. રાજ્યના વરિષ્ઠ બેન્કરો, નાબાર્ડ અને સિડબી સહિતના અન્ય નિયમનકારોના વરિષ્ઠ અધિકારીઓએ આ સમારોહમાં હાજરી આપી હતી. સભાને સંબોધતા શ્રી જૈને તમામ હિતધારકોને આર્થિક જાગૃતિના સંદેશાઓ ફેલાવીને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું આહ્વાન કર્યું હતું.

બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમની વેબસાઈટ, ATM, મોબાઈલ એપ્લીકેશન અને તેમની શાખાઓમાં તૈનાત ડિજીટલ ડિસ્પ્લે બોર્ડ પર આરબીઆઈ દ્વારા વિકસાવવામાં આવેલ પોસ્ટરો પ્રદર્શિત કરીને ઉપરોક્ત થીમ પર તેમના ગ્રાહકો અને લોકોમાં માહિતીનો પ્રસાર કરે અને જાગૃતિ ફેલાવે.

થીમ પર આવશ્યક નાણાકીય જાગૃતિ સંદેશાઓનું પ્રસારણ કરવા માટે આ વર્ષે ફેબ્રુઆરી મહિના દરમિયાન આરબીઆઈ એક કેન્દ્રિય સમૂહ મીડિયા અભિયાન હાથ ધરશે અને આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓ પણ નાણાકીય સાક્ષરતા શિબિરોનું નેતૃત્વ કરશે. આ માટે, થીમ અને સંદેશાઓના પરિભ્રમણને પ્રોત્સાહિત કરવાના વિવિધ હિતધારકો તરફથી પ્રયાસોનો પણ આગ્રહ કરવામાં આવે છે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1899005) Visitor Counter : 439


Read this release in: English