શહેરી વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ છઠ્ઠી U20 સાયકલની શરૂઆતની બેઠકનું આયોજન


અર્બન 20 (U20), G20 હેઠળનું એક જોડાણ જૂથ છે, જે G20 દેશોના શહેરોના શેરપાઓ, મેયર અને પ્રતિનિધિઓને એકસાથે લાવે છે

Posted On: 09 FEB 2023 7:16PM by PIB Ahmedabad

અર્બન (શહેરી) 20 (U20), જી20 હેઠળનું એક એન્ગેજમેન્ટ ગ્રૂપ છે, જે જી20 દેશોનાં શહેરોના શેરપા, મેયર અને પ્રતિનિધિઓને મુખ્ય શહેરી પડકારો પર સામૂહિક રીતે વિચાર-વિમર્શ કરવા એકસાથે લાવે છે અને જી20 વાટાઘાટોને માહિતગાર કરે છે. છઠ્ઠી U20 સાયકલની ઇન્સેપ્શન મીટિંગ- પ્રારંભિક બેઠક સિટી શેરપા બેઠક છે, જે અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ ચાલી રહી છે. અમદાવાદ એ U20 માટેનું પ્રમુખ શહેર- ચેર સિટી છે. આ કાર્યક્રમમાં આશરે 40 શહેરોના 70થી વધુ પ્રતિનિધિઓ અને સહભાગી તેમજ નિરીક્ષક શહેરોના 200થી વધુ પ્રતિનિધિઓ, યુ20 કન્વીનરો, વિવિધ કાર્યકારી જૂથોના પ્રતિનિધિઓ અને જી-20નાં જોડાણ જૂથો, સરકારી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા છે.

આ કાર્યક્રમની શરૂઆત તમામ મહાનુભાવો અને સહભાગીઓએ તુર્કી અને સીરિયાના લોકો સાથે એકતામાં કેટલીક ક્ષણોનું મૌન પાળ્યું હતું અને તાજેતરની આપત્તિથી અસરગ્રસ્ત લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

ઉદ્‌ઘાટન સમારંભની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે અને અમદાવાદના માનનીય મેયર શ્રી કિરીટકુમાર જે.પરમારનાં સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવી હતી. આ પછી, આવાસ અને શહેરી બાબતોના આદરણીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ એક પ્રેરણાદાયી દ્રશ્ય-શ્રાવ્ય સંદેશો પાઠવ્યો હતો. ત્યારબાદ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું, જેમાં તેમણે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો સમૃદ્ધ શહેરી વારસો ઉજાગર કર્યો હતો અને ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ શહેરી વિકાસની પહેલનો ઉલ્લેખ કર્યો હતો.

ભારતના જી20 શેરપા, શ્રી અમિતાભ કાંતે વૈશ્વિક સ્થાયી વિકાસ એજન્ડાને આગળ વધારવામાં શહેરોનાં મહત્વને ધ્યાનમાં રાખીને, યુ20 એન્ગેજમેન્ટ ગ્રૂપનાં મહત્વ પર તેમના વિચારો શેર કર્યા હતા. તેમણે તમામ પ્રતિનિધિઓને ભારતનાં જી-20નાં પ્રમુખપદના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરવા અને શહેરોના ડી-ગ્લોબલાઇઝિંગ, ડી-કાર્બોનેરાઇઝિંગ અને ડિજિટાઇઝિંગનો સંદેશો આપવા હાકલ કરી હતી.

સી૪૦ અને યુસીએલજીના યુ૨૦ કન્વીનરોએ બેઠકમાં હાજર તમામ સિટી શેરપાઓ દ્વારા પરિચયના રાઉન્ડની સુવિધા આપી હતી.

બીજાં સત્રમાં શહેરી અગ્રતાઓ અને મુખ્ય જી-૨૦ કાર્યકારી જૂથોના ભાગ રૂપે ચર્ચા કરવામાં આવતાં પાસાંઓ વચ્ચેના એક કેન્દ્રબિંદુએ જવાનાં ક્ષેત્રોની શોધ કરવામાં આવી હતી. આ સત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપના ચેરમેન શ્રી સોલોમન અરોકીરાજ, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપના કોઓર્ડિનેટર શ્રી કમલ કિશોર અને ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રૂપના સભ્ય ડૉ. સંદિપ ચેટર્જીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેઓએ યુ 20 સાથે જી 20 પ્રવાહોના સહયોગ અને કન્વર્ઝનનાં મહત્વ પર ભાર મૂક્યો. આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયના સચિવે પણ 'ભારતની શહેરી અનિવાર્યતા' પર વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં શહેરી આયોજન માળખા, માળખાગત ધિરાણ અને સ્થાયી સેવાઓ તરફ આગળ વધવામાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અમદાવાદ અને ગુજરાતનાં અન્ય શહેરો દ્વારા હાથ ધરવામાં આવી રહેલી અગ્રણી કામગીરીને પ્રદર્શિત કરવા માટે એક વિશેષ સત્ર યોજવામાં આવ્યું હતું. વક્તાઓ, ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મૂકેશ કુમાર, એચએલસી ઑફ અર્બન પ્લાનર્સ, અર્બન ઈકોનોમિસ્ટ્સ એન્ડ ઈન્સ્ટિટ્યૂશન્સના ચેરપર્સન શ્રી કેશવ વર્મા અને પ્રો. એચ. એમ. શિવાનંદ સ્વામી - પ્રોફેસર એમરિટસ, સીઓઇ-યુટીએ  એફોર્ડેબલ હાઉસિંગ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને ટકાઉ શહેરી પરિવહન વગેરેનાં સફળ ઉદાહરણો વિશે વાત કરી હતી.

છેલ્લાં સત્રમાં વિશ્વભરના શહેર શેરપાએ શહેરી મુદ્દાઓ અને તકો અંગે ચર્ચા કરી હતી, જેના પર તેઓ તેમના જી -20 રાષ્ટ્રીય સરકારના સમકક્ષો સાથે અગ્રતામાં ચર્ચા કરવા માગે છે. અમદાવાદ શહેર (ઉ 20 2023 ચેર) માટેના શેરપા શ્રી પ્રવીણ ચૌધરીએ તેમનાં નેતૃત્વ દરમિયાન શહેર જે મુખ્ય મુદ્દાઓને ઉકેલવા માગે છે તે રજૂ કર્યા હતા. જકાર્તા શહેર (U20 2022 ચેર)ના શેરપા, શ્રી હયાતીએ યુ20ની સંભવિત અસરના પુરાવા શેર કર્યા હતા, જે દર્શાવે છે કે જકાર્તાનાં ચક્ર દરમિયાન માળખાગત ધિરાણ પર કેન્દ્રિત યુ20 ભલામણો જી20 લીડર્સ બાલી ઘોષણા દ્વારા પ્રતિબિંબિત અને સમર્થન આપવામાં આવી હતી. 20થી વધુ આંતરરાષ્ટ્રીય શહેરોએ ખુલ્લા ફ્લોર પરની ચર્ચામાં ભાગ લીધો હતો અને જી-20ના વર્કસ્ટ્રીમ્સ અને યુ-20 વચ્ચે સંવાદ ચાલુ રાખવા માટે તે દિવસે સવારે જી-20 મહાનુભાવો દ્વારા જારી કરવામાં આવેલા આમંત્રણોનો પ્રતિસાદ આપ્યો હતો.

દિવસનું સમાપન પ્રતિનિધિઓ માટેના સાબરમતી આશ્રમ અને અટલ બ્રિજના શહેર પ્રવાસ સાથે થયું. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મ્યુઝિકલ અને ડાન્સ પર્ફોર્મન્સ અને ગાલા ડિનરનો સમાવેશ થાય છે.

YP/GP/JD


(Release ID: 1897801) Visitor Counter : 224


Read this release in: English