માનવ સંસાધન વિકાસ મંત્રાલય

ઉત્તરાયણ નિમિત્તે કણભા ગામમાં NIOS દ્વારા બાળકોમાં પતંગોનું વિતરણ

Posted On: 11 JAN 2023 5:07PM by PIB Ahmedabad

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ (NIOS), ભારત સરકારનું ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ બોર્ડ અને વિશ્વની સૌથી મોટી ઓપન સ્કૂલિંગ સિસ્ટમ પૂર્વ-ડિગ્રી સ્તર સુધીના શીખનારાઓના વિજાતીય જૂથની જરૂરિયાતોને પૂરી કરે છે. ગુજરાતનો સૌથી મોટો તહેવાર ઉત્તરાયણની શરૂઆતમાં દેશના દરેક બાળક અને પુખ્ત વયના લોકો સુધી પહોંચવાની અને શાળા શિક્ષણના સાક્ષરતા દરને 100% સુધી લઈ જવાના વિઝન સાથે, તેની ગાંધીનગર ખાતેની ગુજરાત પ્રાદેશિક કચેરીએ 10મી જાન્યુઆરી 2023ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર નજીક કણભા ગામમાં બાળકોમાં પતંગોનું વિતરણ કર્યું હતું.

  

આ પ્રસંગે ડો. સૌમ્યા રાજન પ્રાદેશિક નિયામક, NIOS ગુજરાત, DNH&DD, શ્રીમાનક સોગરા EDP સુપરવાઈઝર, શ્રી પ્રિતેન ખાંડવી સ્ટાફ NIOS, શ્રી પ્રકાશનભાઈ એમ. પટેલ, કણભા પ્રાથમિક શાળા અને શ્રી. આર.સી.પટેલ, સરપંચ કણભા ગામ. પ્રાદેશિક નિયામક ડૉ. રાજને ઉત્તરાયણ, પતંગ, શિક્ષણનું મહત્વ અને હવામાન આધારિત પ્રવૃત્તિઓ માનવજાતના ફાયદા માટે કેવી રીતે વૈજ્ઞાનિક અને ઔષધીય કારણ ધરાવે છે તે વિશે સૌને માહિતગાર કર્યા હતા.

આ સમગ્ર ગુજરાતમાં કાઈટ્સના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે, જેમાં સંદેશ છે- “NIOS- એજ્યુકેશન એટ યોર ડોરસ્ટેપ”- શૈક્ષણિક-માહિતીના વ્યાપક પ્રસાર માટે અને આનંદ સાથે જનજાગૃતિ માટે.

YP/GP/JD



(Release ID: 1890379) Visitor Counter : 161


Read this release in: English