નાણા મંત્રાલય

IA&AD ઇન્ટર-ઝોન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2022-23નું અમદાવાદમાં આયોજન


ટૂર્નામેન્ટમાં 17 રાજ્યોના 19 સ્થળોએથી 100થી વધુ ખેલાડીઓ અને આઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે

Posted On: 09 JAN 2023 4:17PM by PIB Ahmedabad

ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ (IA&AD) ઇન્ટર-ઝોન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2022-23 , 9મી જાન્યુઆરી, 2023ના રોજ અમદાવાદમાં શરૂ કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટનું આયોજન લિટરરી એન્ડ રિક્રિએશન ક્લબ, ઓફિસ ઓફ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ-II) ગુજરાત દ્વારા ઓડિટ ભવન, અમદાવાદ ખાતે ટોપસ્પીન એકેડમી, દેવઆર્ક મોલ, એસજી હાઇવે, અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે.

 

ટૂર્નામેન્ટમાં 17 રાજ્યોના 19 સ્થળોએથી 100થી વધુ ખેલાડીઓ અને આઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ સમગ્ર ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના ખેલાડીઓના પૂલમાંથી શ્રેષ્ઠ દેખાવ લાવશે તેવી અપેક્ષા છે. આ ખેલાડીઓએ IA&AD ના વિવિધ ઝોનમાં ઝોનલ રાઉન્ડમાં જીત્યા બાદ તેમની સહભાગિતા સુનિશ્ચિત કરી છે. આ ઇવેન્ટમાં યુવા અને ગતિશીલ ખેલાડીઓના વિશાળ પૂલ વચ્ચે રસપ્રદ સ્પર્ધાઓનું પ્રદર્શન થવાની અપેક્ષા છે, જેમાંથી ઘણાને રાષ્ટ્રીય સ્તરે અનુભવ થયો છે. ટૂર્નામેન્ટની ફાઈનલ 11મી જાન્યુઆરીએ રમાશે.

 

આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન શ્રી સૌરવ કુમાર જયપુરીયાર, IA&AS, ડાયરેક્ટર જનરલ ઓફ ઓડિટ (સેન્ટ્રલ), અમદાવાદ અને શ્રી વિજય એન. કોઠારી, એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ-II) અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉદઘાટન પ્રસંગે શ્રી જયપુરીયારે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે જીતવું જેટલું હારવું તેટલું જ જરૂરી છે અને રમતગમત આપણને હારવાની સાથે સાથે જીતવાનું પણ શીખવે છે. તેમણે તમામ સહભાગીઓને તેમની શુભેચ્છાઓ પાઠવી.

શ્રી કોઠારીએ ખેલાડીઓનું સ્વાગત કર્યું અને કહ્યું કે હવામાન સારું છે અને ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે તેઓ યોગ્ય સમયે અમદાવાદ આવ્યા છે. તેમણે ખેલાડીઓને સમય કાઢીને પ્રવર્તમાન ખુશનુમા વાતાવરણમાં શહેરની મુલાકાત લેવાનું સૂચન કર્યું હતું.

YP/GP/JD



(Release ID: 1889767) Visitor Counter : 171


Read this release in: English