નાણા મંત્રાલય
મુન્દ્રા સેઝ ખાતે DRIની કાર્યવાહીમાં રૂ. 74 કરોડની કિંમતના બ્રાન્ડેડ કોસ્મેટિક્સ જપ્ત
Posted On:
24 NOV 2022 5:07PM by PIB Ahmedabad
એક મોટા ઘટનાક્રમમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ APSEZ, મુન્દ્રા ખાતે આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે રૂ. 74 કરોડની પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સની કોસ્મેટિક્સ આઈટેમ્સ જપ્ત કરી છે.

ચોક્કસ બાતમીના આધારે, ચાઇનાથી APSEZ, મુન્દ્રા માટે નિર્ધારિત કન્ટેનરને ખોટી રીતે જાહેર કરેલ/નિષેધ માલસામાન હોવાની શંકાના આધારે હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. જ્યારે દસ્તાવેજોમાં માલનું વર્ણન 'વેનિટી કેસ'ના 773 પેકેજોનું હતું, વિગતવાર તપાસ પર, એવું જાણવા મળ્યું કે પ્રારંભિક કેટલીક હરોળમાં જાહેર કરાયેલ માલનો સમાવેશ થાય છે અને તેની પાછળ મેક અપ ફાઉન્ડેશન, જેવા વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો છુપાયેલા મળી આવ્યા હતા. વિવિધ બ્રાન્ડ જેવી કે મેક, નાર્સ, લોરિયલ, લૌરા મર્સિયર, મેબેલાઈન અને મેટ્રિક્સના લિપગ્લોસ, હેર કન્ડીશનર, લિક્વિડ આઈલાઈનર, બ્યુટી ઓઈલ અને ક્રિમ વગેરે જપ્ત કરાયા. કસ્ટમ્સ એક્ટનું ઉલ્લંઘન કરતો માલસામાન મળી આવ્યો હોવાથી કન્સાઈનમેન્ટની અટકાયત કરવામાં આવી હતી.

બ્રાન્ડેડ કોસ્મેટિક્સની બજાર કિંમત અંદાજિત અંદાજે રૂ. 74 કરોડ છે. ડીઆરઆઈ આઈપીઆરના દૃષ્ટિકોણથી આ કેસની તપાસ કરશે.
ગુજરાતમાં ડીઆરઆઈએ ચીનમાંથી કોસ્મેટિક આઈટમ સહિત વિવિધ પ્રતિબંધિત પદાર્થોની દાણચોરી પર કડક નજર રાખી છે. તદુપરાંત, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને આદર્શ આચારસંહિતા લાગુ થતાં પહેલાં DRI દ્વારા દાણચોરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
YP/GP/JD
(Release ID: 1878585)