ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર આવતીકાલે પ્રથમ સેમિકોન ઇન્ડિયા ફ્યૂચર ડિઝાઇન રોડ શોનો પ્રારંભ કરાવવા માટે ગાંધીનગરની મુલાકાત લેશે
સેમિકોન ઇન્ડિયા ફ્યૂચર ડિઝાઇન ભારતમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ઉત્પ્રેરિત કરશે
ધોલેરા સેમિકોન સિટી બનશે જેથી ગુજરાતને તેનાથી ખૂબ જ સારો લાભ થશે
“પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઇનોવેશનના વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનો છે”: રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર
Posted On:
16 OCT 2022 4:16PM by PIB Ahmedabad
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર આવતીકાલે ગાંધીનગર ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં પ્રથમ સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન રોડ શોનો પ્રારંભ કરાવશે.
ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ (ડિઝાઇન સાથે સંકળાયેલ પ્રોત્સાહન) યોજના અંતર્ગત સેમિકોન ઇન્ડિયા ફ્યૂચર ડિઝાઇન રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે છે અને તેનો ઉદ્દેશ સેમિકન્ડક્ટરની ડિઝાઇન અને ઇનોવેશનના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને ડિઝાઇનના તબક્કે પ્રત્યેક ઉપકરણ દીઠ રૂ. 100 કરોડના પ્રોત્સાહનો દ્વારા તેમને ઉત્પ્રેરિત કરવાનો છે.
ભારત સરકારે ડિસેમ્બર 2021માં, વ્યૂહાત્મક ગણાતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણને આકર્ષવા માટે રૂ. 76,000 કરોડના પ્રોત્સાહક ખર્ચ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાત સરકારે તેની સેમિકન્ડક્ટર નીતિ 2022-27ની જાહેરાત કરીને અને ધોલેરામાં સેમિકોન સિટી સ્થાપવાની ગતિવિધી હાથ ધરીને તેનું અનુસરણ કર્યું છે. તાજેતરમાં વેદાંતા અને ફોક્સકોન દ્વારા ગુજરાતમાં ધોલેરા ખાતે ગ્રીનફિલ્ડ સેમિકન્ડક્ટર ફેબ એકમની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ તાજેતરમાં ગુજરાતમાં રાજકોટ ખાતેની તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, “ધોલેરા એશિયાના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઇનોવેશન હબ તરીકે ઉભરી આવશે.” સેમિકન્ડક્ટરની ડિઝાઇન બાબતે સેમિકોન ઇન્ડિયા ફ્યૂચર ડિઝાઇન આગામી પેઢીના સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપશે અને રાજ્યમાં મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં પણ મદદરૂપ થશે.
શ્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઇનોવેશન ક્ષેત્રમાં વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનો છે. ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અનેક અવસરોની ભૂમિ છે અને અમે ભારતના ટેકેડ માટે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યા છીએ”.
ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં 2014થી અત્યાર સુધીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે. આ ક્ષેત્ર આશરે રૂ. 1,10,000 કરોડ (2014માં)નું હતું, જે વધીને આ વર્ષે લગભગ રૂ. 6,00,000 કરોડ સુધી પહોંચી ગયું છે. વર્ષ 2014માં, માત્ર બે મોબાઇલ ઉત્પાદન એકમો હતા, જે નોંધપાત્ર પ્રમાણમાં વધીને હવે 200થી વધુનો આંકડો ઓળંગી ગયા છે. 2015-16માં ભારતમાંથી મોબાઇલની નિકાસની સંખ્યા શૂન્યની નજીક હતી. PMP અને PLI યોજનાઓ દ્વારા તેને પ્રવેગ મળવાથી, 2019-20માં રૂ.27,000 કરોડ સુધીની નિકાસ કરવામાં આવી છે, અને PLI યોજના અમલમાં મૂકવામાં આવી તેના પ્રથમ વર્ષમાં જ, 66% વધીને રૂ.45,000 કરોડ સુધી પહોંચી ગઇ છે.
નરેન્દ્ર મોદી સરકાર હવે ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણ ક્ષેત્રને વધુ વ્યાપક અને ઘેરું બનાવવા માંગે છે. સેમિકન્ડક્ટર્સ, ટેકનોલોજીના બિલ્ડિંગ બ્લૉક્સ હોવાના કારણે, ભારતની વિસ્તરણ પામી રહેલી ડિજિટલ અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે, જે વર્ષ 2025-26 સુધીમાં $1 ટ્રિલિયનનો આંકડો ઓળંગી જશે તેવી અપેક્ષા છે.
YP/GP/JD
(Release ID: 1868282)
Visitor Counter : 202