ભારે ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારી ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઇન્ડસ્ટ્રી 4.0 નેશનલ કોન્ફરન્સ યોજાઈ


ગુજરાતના એકતા નગરમાં આજે ભવિષ્યના પડકારો માટે સજ્જ બનતું ભારી ઉદ્યોગ મંત્રાલય

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ઉભરી રહ્યું છે: ડૉ. મહેન્દ્રનાથ પાંડે

Posted On: 07 OCT 2022 4:07PM by PIB Ahmedabad

ગુજરાતના કેવડિયામાં એકતા નગરખાતે આજે મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી શ્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અતિથિ વિશેષ તરીકે ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારે ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ઓટોમોબાઈલ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ અને ટેકનિકલ નિષ્ણાતોએ પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ નેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડસ્ટ્રી 4.0 માટે શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.

ડૉ. પાંડેએ જણાવ્યું હતું કે આજે ભારત વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ઉભરી રહ્યું છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સરકાર બધા ને સમાવીને વિકાસની દિશામાં સતત કામ કરી રહી છે.

માનનીય કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, 15 મી ઓગસ્ટે લાલ કિલ્લાની પરથી માનનીય પ્રધાનમંત્રીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં ફેરવવાનો સંકલ્પ કર્યો હતો અને તેમના નેતૃત્વમાં દેશ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 2014 સુધી ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સના ટોચના 50 દેશોમાં પણ નહોતું, પરંતુ આજે પ્રધાનમંત્રી શ્રીના પ્રેરણાદાયી નેતૃત્વમાં ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 40માં ક્રમે પહોંચી ગયું છે.

ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ ઉમેર્યું હતું કે ભારતને વિશ્વનું ટેક-સંચાલિત, ઉત્પાદન હબ બનાવવા માટે મોદી સરકારે સુધારાઓ અને પ્રોત્સાહનો પર કામ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતને મહત્ત્વપૂર્ણ કડી બનાવવા માટે ઉદ્યોગ અને સાહસિકો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે ઇન્ડસ્ટ્રી 4.0 પર નેશનલ કોન્ફરન્સ દ્વારા, તેમને આશા છે કે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સાહસિકો અને નીતિ નિર્માતાઓ વચ્ચે એક નવું સંકલન થશે.

કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ઓછી કિંમતે સારી ગુણવત્તા અને વધુ સારા સંસાધનોના ઉપયોગને કારણે ભારત અગ્રણી ઉત્પાદન કેન્દ્ર બની શકે છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે કેપિટલ ગુડ્સ સ્કીમમાં ટેક્નોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ કરવામાં આવી છે અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કેપિટલ ગુડ્સ સ્કીમમાં બીજા તબક્કા માટે ₹1207 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

ડૉ. પાંડે એ જણાવ્યું કે કેપિટલ ગુડ્સ સ્કીમ હેઠળ મંત્રાલય દ્વારા સેન્ટર્સ ઑફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે જે અંતર્ગત કોમન એન્જિનિયરિંગ ફેસિલિટેશન સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે.

આ કોન્ફ્રરન્સમાં સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી વર્તચ્યુઅલી જોડાયા હતા આ કોન્ફ્રરન્સનો હેતુ ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવાનો છે અને તે માટે પ્રધાનમંત્રી શ્રી મોદીની પ્રેરણાથી સમગ્ર ભારતમાં ડિજિટલ ક્રાંતિ સાથે ભારતને સજ્જ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને વધતા પ્રદુષણથી ભારતમાં  દરેક રાજ્યોમાં ફેમ 1 અને ફેમ 2 દ્વારા ઈ-વ્હિકલ માં સબસીડી આપી પ્રોત્સાહિત કરાય છે ફેમ 1 પૂર્ણ થયું છે હવે હવે ફેમ 2માં ટૂ વહીલર ની સાથે સાથે 3 વહીલર 4 વહીલર અને કમર્શિયલ બસોને પણ સબસીડી આપવામાં આવી  છે આજે ગુજરાત અને કર્ણાટકમાં 175 જેટલી ઈ-બસોનું લોકાર્પણ  કરાયું જેમાં ગુજરાતમાં 75 બસોનું લોકાર્પણ કરાયું છે ભારતમાં અત્યાર સુધીમાં 3800થી વધુ ઈ-બસો દોડી રહી છે અને આગામી સમયમાં 7000થી વધુ ઈ-બસોનો લક્ષ્યાંક છે. આ બસોને ચાર્જિંગ કરવા દેશના 22000 પેટ્રોલ પમ્પ ઉપર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે.પ્રધાન મઁત્રી મોદીનું વિઞન છે કે 2030 સુધીમાં 45 ટકા કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકીએ અને તે માટે બેટરી ઉત્પાદનને પણ વધારવામાં આવી રહ્યું છે.

YP/GP/JD


(Release ID: 1865838) Visitor Counter : 360


Read this release in: English , Hindi