આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, ભારત સરકાર દ્વારા ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 દરમિયાન અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગો (ASUSE) 2022-23 પર વાર્ષિક સર્વેક્ષણ થશે


સર્વેક્ષણના વિવિધ પાસાઓની ચર્ચા કરવા માટે, NSO, FOD, આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના અધિકારીઓ માટે ગુજરાતમાં 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન

Posted On: 27 SEP 2022 4:17PM by PIB Ahmedabad

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, ભારત સરકાર ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 દરમિયાન અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગો (ASUSE) 2022-23 પર વાર્ષિક સર્વેક્ષણ કરી રહી છે. આ સર્વેક્ષણ ખાસ કરીને ઉત્પાદન, વેપાર અને અન્ય સેવા ક્ષેત્રોમાં અસંગઠિત બિન-કૃષિ સંસ્થાઓની આર્થિક અને ઓપરેશનલ લાક્ષણિકતાઓને સમર્પિત કરવામાં આવશે.   

અસંગઠિત ક્ષેત્ર ભારતીય અર્થવ્યવસ્થાનો એક અભિન્ન ભાગ છે, જેમાં સામેલ સંસ્થાઓની સંખ્યા વધારે છે અને તેઓ મોટી સંખ્યામાં રોજગારી પણ ઉત્પન્ન કરે છે. ઉપરાંત, દેશના જીડીપીમાં પણ તેનું યોગદાન નોંધપાત્ર છે. અસંગઠિત ક્ષેત્રમાં ઉચ્ચ વૃદ્ધિની અપાર સંભાવના છે. આનાથી આયોજન અને નીતિ ઘડતર માટે અસંગઠિત ક્ષેત્રને લગતા વિશ્વસનીય અને વ્યાપક ડેટાની આવશ્યકતા છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના નેશનલ એકાઉન્ટ્સ ડિવિઝન (NAD)ને રાષ્ટ્રીય ખાતાના મહત્વપૂર્ણ ઘટકોની ગણતરી કરવામાં મદદ કરશે. સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવનાર ડેટા વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરશે. સર્વેક્ષણ આંદામાન અને નિકોબાર ટાપુઓના ગામડા કે જ્યાં પહોંચવું મુશ્કેલ છે તેવા ગામડાઓ સિવાય સમગ્ર ભારતમાં કરવામાં આવશે.

સર્વેક્ષણના વિવિધ પાસાઓની ચર્ચા કરવા માટે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO), ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન (FOD), આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના અધિકારીઓ માટે ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે જેઓ ગુજરાતના પશ્ચિમ ક્ષેત્રમાં સર્વેક્ષણ હાથ ધરશે. કોન્ફરન્સનું ઉદઘાટન 28મી સપ્ટેમ્બર, 2022ના રોજ ગુજરાત (પશ્ચિમ ક્ષેત્ર)ના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન)ના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા શ્રી એસ. કે. ભાણાવત દ્વારા કરવામા આવશે. આંકડા ગુણવત્તા ચકાસણી વિભાગના ઉપ મહાનિદેશક શ્રી આર. એસ. જગતાપ અને અન્ય અધિકારીઓ પણ કોન્ફરન્સમાં ભાગ લેશે. સર્વેક્ષણ સંબંધિત ખ્યાલો, વ્યાખ્યાઓ વગેરેની ચર્ચા મુખ્યત્વે ઉપ નિદેશક શ્રી જયપ્રકાશ હોનરાવની સાથે વરિષ્ઠ આંકડાકીય અધિકારીઓ શ્રી અજય કુમાર યાદવ,  શ્રી અજય કુમાર મીના અને શ્રી પ્રવીણ કુમાર મીના દ્વારા કરવામાં આવશે.

સર્વેક્ષણમાં વ્યક્તિ અથવા સંસ્થાને લગતી એકત્રિત કરવામાં આવેલી માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને અન્ય વિભાગો સહિત કોઈને પણ જાહેર કરવામાં આવશે નહીં. સામાન્ય જનતાને વિનંતી કરવામાં આવે છે કે તેઓ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન)ના મુલાકાત લેનાર ક્ષેત્રીય અધિકારીઓને સુસંગત, મૂલ્યવાન અને વાસ્તવિક માહિતી આપીને તેમને સંપૂર્ણ સહકાર આપે અને રાષ્ટ્ર નિર્માણ પ્રક્રિયામાં યોગદાન આપે.

YP/GP/JD



(Release ID: 1862561) Visitor Counter : 163


Read this release in: English