રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ વર્ષ 2020-21 માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો એનાયત કર્યા
Posted On:
24 SEP 2022 2:43PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન વર્ષ 2020-2021 માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પુરસ્કાર સમારંભમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર તેમજ યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યુવા બાબતોના સચિવ શ્રી સંજય કુમાર અને રમતગમત વિભાગના સચિવ શ્રીમતી સુજાતા ચતુર્વેદી તેમજ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અંતર્ગત યુવા બાબતોનો વિભાગ દ્વારા દર વર્ષે યુનિવર્સિટીઓ/+2 કાઉન્સિલ, પ્રોગ્રામ અધિકારીઓ/NSS યુનિટ્સ અને NSS સ્વયંસેવકો દ્વારા સ્વેચ્છાએ કરવામાં આવેલી સમુદાયની સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ તેમની કામગીરીને બિરદાવવા માટે અને પુરસ્કારથી સન્માનતિ કરવા માટે અને દેશમાં NSSને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. હાલમાં, NSS સમગ્ર દેશમાં લગભગ 40 લાખ જેટલા નોંધાયેલા સ્વયંસેવકો ધરાવે છે. વર્ષ 2020-21 માટે 3 અલગ-અલગ શ્રેણીમાં એનાયત કરવામાં આવેલા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારની વિગતો નીચે મુજબ છે:
અનુ. નં.
|
શ્રેણીઓ
|
પુરસ્કારોની સંખ્યા
|
પુરસ્કારનું મૂલ્ય
|
1
|
યુનિવર્સિટી/ +2 કાઉન્સિલ
|
2
|
પ્રથમ પુરસ્કાર: રૂ.5,00,000/- (NSS કાર્યક્રમ વિકાસ માટે) સાથે જ યુનિવર્સિટી/ +2 કાઉન્સિલને ટ્રોફી પણ આપવામાં આવે છે.
કાર્યક્રમના સંયોજકને પ્રમાણપત્ર અને રજત ચંદ્રક આપવામાં આવે છે.
દ્વિતીય પુરસ્કાર: રૂ.3,00,000 (NSS કાર્યક્રમ વિકાસ માટે) સાથે જ યુનિવર્સિટી/ +2 કાઉન્સિલને ટ્રોફી પણ આપવામાં આવે છે.
કાર્યક્રમના સંયોજકને પ્રમાણપત્ર અને રજત ચંદ્રક આપવામાં આવે છે.
|
2
|
NSS યુનિટ્સ અને તેમના કાર્યક્રમ અધિકારીઓ
|
10+10
|
રૂ.2,00,000/- દરેક NSS યુનિટને (NSS કાર્યક્રમ વિકાસ માટે), સાથે જ ટ્રોફી આપવામાં આવે છે.
રૂ. 1,50,000/- દરેક કાર્યક્રમ અધિકારીને અને સાથે જ પ્રમાણપત્ર અને રજત ચંદ્રક આપવામાં આવે છે.
|
3
|
NSS સ્વયંસેવકો
|
30
|
રૂ.. 1,00,000/- દરેક સ્વયંસેવકને અને સાથે જ પ્રમાણપત્ર અને રજત ચંદ્રક આપવામાં આવે છે.
|
NSS એ એક કેન્દ્રિય ક્ષેત્રની યોજના છે જેની શરૂઆત વર્ષ 1969માં સ્વૈચ્છિક સમુદાય સેવા દ્વારા વિદ્યાર્થી યુવાનોના વ્યક્તિત્વ અને ચારિત્ર્યનો વિકાસ કરવાના પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. NSSનો વૈચારિક અભિગમ મહાત્મા ગાંધીના આદર્શોથી પ્રેરિત છે. ખૂબ જ યોગ્ય રીતે જોવામાં આવે તો, NSS નું સૂત્ર છે “હું નહીં, પરંતુ પહેલા આપ” (‘स्वयं से पहले आप’)માં તે ભાવના જણાઇ આવે છે.
ટૂંકીમાં કહીએ તો, NSS સ્વયંસેવકો સામાજિક સુસંગતતાના મુદ્દાઓ પર કામ કરે છે, જે નિયમિત અને વિશેષ શિબિર પ્રવૃત્તિઓ દ્વારા સમુદાયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસતા રહે છે. આવા મુદ્દાઓમાં (i) સાક્ષરતા અને શિક્ષણ, (ii) આરોગ્ય, પરિવાર કલ્યાણ અને પોષણ, (iii) પર્યાવરણનું સંરક્ષણ, (iv) સમાજ સેવાના કાર્યક્રમો, (v) મહિલાઓના સશક્તિકરણ સંબંધિત કાર્યક્રમો, (vi) આર્થિક વિકાસ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓને અનુલક્ષીને યોજવામાં આવતા કાર્યક્રમો (vii) આપદાઓ દરમિયાન બચાવ અને રાહત કામગીરી, (viii) સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ, વગેરેનો સમાવેશ થાય છે.
પુરસ્કાર વિજેતાઓની વિગતો માટે અહીં ક્લિક કરો
YP/GP/JD
(Release ID: 1861948)
Visitor Counter : 314