કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 8 વર્ષે ભારત વિશેની પરંપરાગત વાતો ધરમૂળથી બદલી નાખી છે : શ્રી રાજીવ ચંદ્રશેખર


સુરત હીરા અને ટેક્સ્ટાઇલ માટે જાણીતું છે, આગળ જતા, તે તેના 'સ્ટાર્ટ અપ્સ’ , 'ડિજિટલ અને 'ટેકનોલોજીસ માટે જાણીતું થવું જોઇએ: રાજીવ ચંદ્રશેખર

કૌશલ્યવર્ધન માટે રાષ્ટ્રીય સ્તરનું ડિજિટલ પ્લેટફોર્મ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે

Posted On: 26 AUG 2022 3:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત એક દ્રઢ નિશ્ચયી અને સ્થિતિસ્થાપક રાષ્ટ્ર તરીકે તેના ટેકેડમાં આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી તકોનાં નવાં ક્ષેત્રોને ખોલીને અમૃત કાલ દ્વારા ભારતને તેની યાત્રા માટે તૈયાર કરી રહ્યા છે, એમ મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે ગુજરાતની સાર્વજનિક યુનિવર્સિટીમાં આયોજિત એક સત્રમાં ઉદ્યોગ, શિક્ષણ જગતના અગ્રણીઓ અને સુરતની અન્ય પ્રસિદ્ધ હસ્તીઓ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.

અહીં ઉપસ્થિત જનમેદની સાથેની વાતચીતમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે કેવી રીતે 8 વર્ષમાં ભારતની લોકશાહી અને શાસનની ગળતી અને બિનકાર્યક્ષમ સ્થિતિ વિશે પરંપરાગત વાતોને ધરમૂળથી ફેરવી દીધી છે. લાભાર્થીઓને સબસિડી અને જાહેર સેવાઓનાં વિતરણમાં કાર્યદક્ષતા પર પ્રકાશ પાડતા મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, લાભાર્થી માટે ફાળવવામાં આવેલ એક-એક પૈસા કોઈ પણ પ્રકારની ઉચાપત વિના ડિજિટલ ટ્રાન્ઝેક્શનની શક્તિ મારફતે સીધા જ તેમના ખાતામાં પહોંચે છે.

મંત્રીશ્રીએ એ પણ જણાવ્યું હતું કે કેવી રીતે ભારતની કરવેરાની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને તે નોંધપાત્ર રીતે રૂ. 22 લાખ કરોડથી વધીને રૂ. 27 લાખ કરોડ થઈ ગઈ છે, જેણે ભારતની અર્થવ્યવસ્થા કરવેરાની ઓછી આવકથી પીડાય છે તે વાતને ભાંગી નાખી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવકમાં ચોખ્ખા વધારાને પરિણામે મૂડી ખર્ચ વધીને રૂ. 7.5 લાખ કરોડનો થયો છે, જે ભારતનાં ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વિઝન શેર કરતા, જે તમામ ભારતીયોને સશક્ત બનાવવાનું છે – સબકા સાથ, સબકા વિકાસ, મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, "અગાઉનાં વર્ષોની જેમ જ્યારે તકો થોડા પરિવારોમાં કેન્દ્રિત હતી, ત્યારે ભારતને હવે વિશ્વ તેની વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે ઓળખે છે અને આદર આપે છે. નરેન્દ્ર મોદી સરકારની સક્રિય નીતિઓના ટેકાથી ભારતનાં સ્ટાર્ટ અપ્સ, ઉદ્યોગસાહસિકો અને નવપ્રવર્તકોએ આ વાતોને હવે ધરમૂળથી બદલી નાખી છે.

મંત્રીશ્રીએ તમામ હિતધારકોના પ્રશ્નોના જવાબો આપતા ઓપન પ્રશ્નોત્તરી સેશનમાં ભાગ લીધો હતો. ગુજરાતમાં એમએસએમ.]ઇ.ના વિકાસ, કૌશલ્યની જરૂરિયાત, ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર યુવાનોને અપસ્કિલ કરવા, જિલ્લા કૌશલ્ય વિકાસ યોજના તૈયાર કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે ગાઢ જોડાણમાં કામ કરવા સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

સમાપન ટિપ્પણી તરીકે, મંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી સુરત તેના ડાયમંડ્સ, ટેક્સટાઇલ્સ માટે જાણીતું છે અને આગળ જતા, તેને 'ડિજિટલ’ , 'ટેકનોલોજી અને 'સ્ટાર્ટઅપ્સ માટે પણ જાણવું જોઈએ. આ સેશનમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રો વોસ્ટ પ્રો. પર્સી એન્જિનિયર, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી કમલેશ યાજ્ઞિક, આઈએએસ શ્રી નાગરાજન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વાઈસ ચેરમેન -૨  શ્રી આશિષ વકીલ, સીએ શ્રી રાજેશ દેસાઈ સહિત અન્ય મહાનુભાવો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

 

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1854658) Visitor Counter : 239


Read this release in: English