કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
azadi ka amrit mahotsav

રાજ્યમંત્રી શ્રી ચંદ્રશેખર ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ/ઇનોવેટર્સ અને વિદ્યાર્થીઓને મળશે


'ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયાઃ ટેકડે ઓફ ઓપોર્ચ્યુનિટીઝ' પર ધ્યાન કેન્દ્રિત કરશે

Posted On: 24 AUG 2022 6:26PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર આવતીકાલે ગુજરાતની બે દિવસની મુલાકાતે રવાના થશે, જે દરમિયાન તેઓ સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો, શૈક્ષણિક, ઉદ્યોગના નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.

આ વાર્તાલાપ 'ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયાઃ ટેકડે ઓફ ઓપોર્ચ્યુનિટીઝ' થીમ પર કેન્દ્રિત હશે.

મંત્રી શ્રી કે જેઓ એક ચિપ ડિઝાઈનર અને સફળ ઉદ્યોગસાહસિક રહ્યા છે, તેઓએ સમગ્ર ભારતમાં યુવા વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સ સાથે ટાઉન હોલ, રાઉન્ડ ટેબલ અને ફાયરસાઈડ ચેટ કરી ચૂક્યા છે - અને તેમની સાથે ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામની સિદ્ધિઓ અને ભારતને વિશ્વ માટે કૌશલ્ય હબ બનાવવાના નરેન્દ્ર મોદી સરકારના લક્ષ્યો શેર કર્યા હતા. આમાંના અનેક કાર્યક્રમો અગાઉ ગુજરાતની યુનિવર્સિટીઓમાં પણ યોજાયા હતા.

ગુજરાતમાં જન્મેલા શ્રી ચંદ્રશેખર તેમની અગાઉની એક મુલાકાત દરમિયાન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં તેમના નિવાસસ્થાને પણ ગયા હતા.

આવતીકાલની મુલાકાત પીએમ શ્રી નરેન્દ્ર મોદીજીના ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ અને સ્કિલિંગના નવા અભિગમને પ્રોત્સાહિત કરવાનો પણ એક ભાગ છે.

શ્રી ચંદ્રશેખર સૌપ્રથમ ભરૂચની મુલાકાત લેશે, જ્યાં તેઓ ઓમકારનાથ હોલમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને આ સંસ્થાઓના સ્ટાર્ટઅપ્સ/ઇનોવેટર્સને સન્માનિત કરશે.

બાદમાં સુરતમાં, મંત્રી સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ઓરો યુનિવર્સિટીની મુલાકાત લેશે જ્યાં તેઓ "ઈન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ ઈટ્સ પ્રેક્ટિસ" નામના પુસ્તકનું લોકાર્પણ અને વિદ્યાર્થીઓ સાથે ફાયરસાઈડ ચેટ્સ સહિતના અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. આ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત દરમિયાન ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી મંત્રી શ્રીની સાથે રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1854177) Visitor Counter : 241


Read this release in: English