આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

ભારત સરકાર ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે 2022-23 પર એક વર્ષના સમયગાળા માટે એક નવો સર્વે કરશે

Posted On: 21 JUL 2022 10:14AM by PIB Ahmedabad

ભારત સરકાર ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે 2022-23 પર એક વર્ષના સમયગાળા માટે એક નવો સર્વે કરશે. માટે ફિલ્ડ વર્ક નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન)ના સ્ટાફ દ્વારા કરવામાં આવશે. ગુજરાતના પશ્ચિમ વિસ્તારમાં સર્વે કરી રહેલા ક્ષેત્રીય કાર્યકરો માટે પ્રાદેશિક તાલીમ પરિષદનું ઉદ્ઘાટન શ્રી એસ.કે. ભાણાવત, ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા, ગુજરાત (પશ્ચિમ ક્ષેત્ર), રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા કરવામા આવ્યું. તેમના ઉદઘાટન સંબોધનમાં શ્રી ભાણવતે જણાવ્યું હતું કે ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે (HCES) પર અખિલ ભારતીય સર્વેક્ષણ પ્રશિક્ષિત ફિલ્ડ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવશે. સર્વેક્ષણ દ્વારા ગ્રામીણ અને શહેરી ભારતના ગ્રાહક ભાવ સૂચકાંકોના સંકલન માટે કુલ વપરાશમાં વિવિધ વસ્તુ જૂથોના બજેટ હિસ્સાની તૈયારી માટે માહિતી એકત્રિત કરવામાં આવશે. વધુમાં સર્વેક્ષણમાં એકત્રિત કરવામાં આવેલા ડેટામાંથી જીવનધોરણ, સામાજિક વપરાશ અને કલ્યાણ અને તેમાંની અસમાનતાના આંકડાકીય સૂચકાંકો પણ સંકલિત કરવામાં આવશે.

 

ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે (HCES) ના સર્વેક્ષણનો સમયગાળો 10 પેનલમાં વિભાજિત કરવામાં આવશે, જે દરેક ત્રણ મહિનાના સમયગાળાનો રહેશે. કોઈપણ પેનલના પ્રથમ મહિનામાં HCQ (કૌટુંબિક લાક્ષણિકતાઓ) પ્રશ્નાવલિ અને FDQ, (ખોરાક ઘટક), CSQ (ઉપભોજ્ય વસ્તુઓ અને સેવાઓ) અને DGQ, (ટકાઉ વસ્તુ)માંથી એક પ્રશ્નાવલિ પસંદ કરેલ પરિવારોને સર્વે કરવામાં આવશે. બીજા મહિનામાં બાકીની બે પ્રશ્નાવલિમાંથી કોઈપણ એક, જે પ્રથમ મહિનામાં સર્વે કરવામાં આવી હતી, તે કોઈપણ પેનલના છેલ્લા મહિનામાં છેલ્લી બાકીની પ્રશ્નાવલિમાં સર્વે કરવામાં આવશે. એક ખાસ FSU માટે પ્રશ્નાવલીનો સર્વે ક્રમ પેનલના દરેક મહિનામાં રેન્ડમ પર નક્કી કરવામાં આવશે. આમ તે ટૂંકા ગાળા માટે એક પેનલ સર્વે હશે જ્યાં દરેક સેમ્પલ FSU હશે અને દરેક સેમ્પલ પરિવારને ત્રણ મહિનાના સમયગાળા માટે રાખવામાં આવશે. શ્રી જયપ્રકાશ હોનરાવ, ઉપ નિદેશક, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ, ગુજરાત (પશ્ચિમ ક્ષેત્ર), રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય તમામ સહભાગીઓનું સ્વાગત કર્યું. તેમના સંબોધનમાં એન.એસ.એસ. ડેટાના મહત્વ અને તેની સમયસરતા પર પ્રકાશ પાડ્યો. શ્રી બી.ટી. રાજગોર, સહાયક નિદેશક, રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય, રાજકોટ પણ પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ અને ભાવનગર, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સ્થિત રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયની પેટા-પ્રાદેશિક કાર્યાલયઓમાંથી 70 જેટલા સહભાગીઓ સાથે ભાગ લીધો હતો.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1843307) Visitor Counter : 351


Read this release in: English