સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ડાક કર્મયોગી

Posted On: 20 JUL 2022 3:08PM by PIB Ahmedabad

ડાક કર્મયોગી ઈ-લર્નિંગ પોર્ટલનો હેતુ વિભાગીય કર્મચારીઓ અને પોસ્ટ વિભાગના ગ્રામીણ ડાક સેવકોની યોગ્યતા નિર્માણ કરવાનો છે. આ પોર્ટલ વિભાગીય તાલીમ એકમોમાં ઓનલાઈન તેમજ મિશ્રિત શિક્ષણ મોડમાં ઓનસાઈટ તાલીમની સુવિધા આપે છે.

ડાક કર્મયોગી પોર્ટલ માનનીય પ્રધાનમંત્રી શ્રીના મિશન કર્મયોગી સાથે જોડાયેલું છે અને પોસ્ટ વિભાગના કાર્યદળમાં કાર્યક્ષમતા લાવવાના હેતુથી વિકસાવવામાં આવ્યું છે.

આ પોર્ટલ વિભાગીય કર્મચારીઓ અને ગ્રામીણ ડાક સેવકોને 'નિયમ'માંથી 'ભૂમિકા' તરફ જવાની મુખ્ય થીમ સાથે વિભાગીય તાલીમ એકમોમાં સમાન પ્રમાણભૂત તાલીમ સામગ્રીને ઑનલાઇન તેમજ મિશ્રિત શિક્ષણ મોડમાં ઍક્સેસ કરવા સક્ષમ બનાવે છે.

આ પોર્ટલ વિભાગીય કર્મચારીઓ અને ગ્રામીણ ડાક સેવકોની કાર્યપ્રણાલી સંબંધિત તાલીમ સામગ્રી તેમજ સોફ્ટ સ્કિલની આવશ્યકતાઓનો ભંડાર બનાવવાની પરિકલ્પના કરે છે જેથી તેઓ તેમની અનુકૂળતા મુજબ ગમે ત્યારે, ગમે ત્યાં સંબંધિત વિષયો શીખી શકે. વિભાગીય કર્મચારીઓ અને ગ્રામીણ ડાક સેવકોની ક્ષમતામાં વધારો કરવાનો હેતુ ગ્રામીણ અને શહેરી ટપાલ સેવામાં સુધારો કરવાનો છે.

પોસ્ટ વિભાગ પાસે 1,65,873 વિભાગીય કર્મચારીઓ અને 2,40,478 ગ્રામીણ ડાક સેવકો (31.12.2021ના રોજ) છે. ડાક કર્મયોગી પોર્ટલનો હેતુ આ કાર્યદળને સતત અને ક્રમિક રીતે તાલીમ આપવાનો છે.

આ માહિતી સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.

SD/GP/JD



(Release ID: 1843043) Visitor Counter : 237


Read this release in: English , Urdu