સંરક્ષણ મંત્રાલય
કેન્દ્રીય મંત્રીમંડળે સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી માટે એક પરિવર્તનકારી સુધારા રૂપે ‘અગ્નિપથ’ યોજનાને મંજૂરી આપી
Posted On:
15 JUN 2022 3:29PM by PIB Ahmedabad
- અગ્નિવીરોની ભરતી ચાર વર્ષના સમયગાળા માટે સંબંધિત સેવાઓ હેઠળ કરવામાં આવશે.
- આકર્ષક માસિક પેકેજની સાથે સાથે જોખમ અને હાડમારી ભથ્થાઓ પણ ત્રણેય સેવાઓ માટે લાગુ પડશે
- અગ્નિવીરોને ચાર વર્ષની સેવાના કરારનો સમય પૂરો થયા પછી એક વખતની ચુકવણી ધોરણે 'સેવા નિધિ' પેકેજ ચુકવવામાં આવશે
- આ વર્ષમાં 46,000 અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે
- ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સશસ્ત્ર દળો પાસે યુવાન, વધારે સુયોગ્ય, વૈવિધ્યસભર પ્રોફાઇલ હશે
કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 14 જૂન 2022ના રોજ ભારતીય યુવાનો માટે સશસ્ત્ર દળોમાં સેવા આપવા માટે આકર્ષક ભરતી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિપથ નામની આ યોજના હેઠળ પસંદ કરવામાં આવેલા યુવાનોને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે. અગ્નિપથ યોજના દેશભક્ત અને પ્રેરિત યુવાનોને સશસ્ત્ર દળોમાં ચાર વર્ષની મુદત સુધી સેવા આપવાનો માર્ગ પ્રશસ્ત કરે છે.
અગ્નિપથ યોજના સશસ્ત્ર દળોની યુવા પ્રોફાઇલને સક્ષમ બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આ એવા યુવાનોને દેશની સેવા કરવાની તક પૂરી પાડશે જેઓ સમાજમાંથી યુવા પ્રતિભાઓને આકર્ષિત કરીને ગણવેશ ધારણ કરવા માંગતા હોય અને સમકાલિન ટેકનોલોજીકલ પ્રવૃત્તિઓને અનુરૂપ હોય તેમજ સમાજમાં કુશળ, અનુશાસિત અને પ્રેરિત જનશક્તિ પૂરી પાડતા હોય. એવી કલ્પના કરવામાં આવી છે કે આ યોજનાના અમલીકરણથી ભારતીય સશસ્ત્ર દળોની સરેરાશ ઉંમરમાં લગભગ 4-5 વર્ષ સુધીનો ઘટાડો થશે. સ્વયં-શિસ્ત, ખંત અને ફોકસની તીવ્ર ભાવના ધરાવતા ઉચ્ચ પ્રેરિત યુવાનોના સંદેશાવ્યવહારથી રાષ્ટ્રને ઘણો ફાયદો થાય છે જેઓ પૂરતા પ્રમાણમાં કુશળ અને અન્ય ક્ષેત્રોમાં યોગદાન આપવા સક્ષમ હશે. રાષ્ટ્ર, સમાજ અને રાષ્ટ્રના યુવાનો માટે ટૂંકા ગાળાની સૈન્ય સેવાનો લાભ અપાર છે. આમાં દેશભક્તિ, ટીમ વર્ક, વધેલી શારીરિક તંદુરસ્તી, દેશ પ્રત્યેની વફાદારી અને બાહ્ય જોખમો, આંતરિક જોખમો અને કુદરતી આફતોના સમયમાં રાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પ્રશિક્ષિત કર્મચારીઓની ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે.
ત્રણેય સશસ્ત્ર સેવાઓની HR નીતિમાં નવા યુગની શરૂઆત કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક મુખ્ય સંરક્ષણ નીતિ સુધારણા છે. આ પોલિસી, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે, તે હવે પછી ત્રણેય સેવાઓ માટે નોંધણીને સંચાલિત કરશે.
અગ્નિવીરોને મળતા લાભો
અગ્નિવીરોને ત્રણેય સેવામાં અમલમાં હોય તે અનુસાર જોખમ અને હાડમારી ભથ્થાઓ સાથે આકર્ષક કસ્ટમાઇઝ્ડ માસિક પેકેજ પણ આપવામાં આવશે. અગ્નિવીરોને ચાર વર્ષની મુદતના કરાર અનુસાર સેવા પૂરી કર્યા પછી, એક વખતની ચુકવણીના ધોરણે 'સેવા નિધિ' પેકેજ ચૂકવવામાં આવશે, જેમાં તેમણે આપેલા યોગદાનનો સમાવેશ થાય છે, તેમજ આ યોગદાન પર મળેલું વ્યાજ અને સરકાર તરફથી તેમનાં યોગદાનની સંચિત રકમના વ્યાજ સહિત આપવામાં આવેલા સમાન યોગદાનનો સમાવેશ થાય છે. તેની વિગતો નીચે આપવમાં આવી છે:
વર્ષ
|
કસ્ટમાઇઝ્ડ પૅકેજ (માસિક)
|
હાથમાં આવે (70%)
|
અગ્નિવીર કોર્પસ ફંડમાં યોગદાન (30%)
|
કોર્પસ ફંડમાં ભારત સરકાર દ્વારા યોગદાન
|
તમામ આંકડા રૂપિયામાં (માસિક યોગદાન)
|
પ્રથમ વર્ષ
|
30000
|
21000
|
9000
|
9000
|
બીજું વર્ષ
|
33000
|
23100
|
9900
|
9900
|
ત્રીજું વર્ષ
|
36500
|
25580
|
10950
|
10950
|
ચોથું વર્ષ
|
40000
|
28000
|
12000
|
12000
|
ચાર વર્ષ બાદ અગ્નિવીર કોર્પસ ફંડમાં કૂલ યોગદાન
|
રૂ. 5.02 લાખ
|
રૂ. 5.02 લાખ
|
ચાર વર્ષ બાદ વિદાય
|
સેવા નિધિ પેકેજ તરીકે રૂપિયા 11.71 લાખની ચુકવણી કરવામાં આવશે (ઉપરોક્ત રકમ પર લાગુ પડતા વ્યાજદરે એકત્રિત વ્યાજ સહિત આપવામાં આવશે)
|
'સેવા નિધિ'ને આવકવેરામાંથી મુક્તિ મળશે. તેઓ ગ્રેચ્યુઇટી અને પેન્શનરી લાભો માટે કોઇ પ્રકારે હકદાર રહેશે નહીં. અગ્નિવીરોને ભારતીય સશસ્ત્ર દળોમાં તેમની કરારની અવધિ માટે રૂ. 48 લાખનું જીવનવીમા કવચ આપવામાં આવશે જેના માટે તેમણે કોઇ આર્થિક યોગદાન આપવાનું રહેશે નહીં.
દેશની સેવાના આ સમયગાળા દરમિયાન, અગ્નિવીરોને વિવિધ લશ્કરી કૌશલ્યો અને અનુભવ, શિસ્તપાલન, શારીરિક તંદુરસ્તી, નેતૃત્વના ગુણો, શૌર્ય તેમજ દેશભક્તિ આપવામાં આવશે. ચાર વર્ષના આ કાર્યસમય પછી, અગ્નિવીરોને નાગરિક સમાજમાં સામેલ કરવામાં આવશે જ્યાં તેઓ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં ઘણું યોગદાન આપી શકે. દરેક અગ્નિવીરે મેળવેલા કૌશલ્યનું તેઓ અનન્ય ક્ષેત્રોમાં પોતાના રેઝ્યૂમેનો ભાગ બનાવી શકે તે માટે પ્રમાણપત્ર દ્વારા સ્વીકૃતિ આપવામાં આવશે. અગ્નિવીર, તેમની યુવાવસ્થામાં ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરી લેશે ત્યારપછી, તેઓ પરિપક્વ અને સ્વ-શિસ્તબદ્ધ હશે અને તેઓ વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે પણ પોતાની જાતનું બહેતર સંસ્કરણ બની શકે છે. અગ્નિવીરના કાર્યકાળ પછી નાગરિક વિશ્વમાં તેમની પ્રગતિ માટે જે માર્ગો અને તકો ખુલશે તે ચોક્કસપણે રાષ્ટ્ર નિર્માણ માટે એક મોટો ઉમેરો હશે. તદુપરાંત, આશરે રૂ. 11.71 લાખની સેવા નિધિ અગ્નિવીરને આર્થિક દબાણ વિના તેનાં ભવિષ્યનાં સપનાઓને આગળ વધારવામાં મદદ કરશે, જે સામાન્ય રીતે સમાજના આર્થિક રીતે વંચિત વર્ગના યુવાનો અનુભવતા હોય છે.
જેઓ નિયમિત કેડર તરીકે સશસ્ત્ર દળોમાં નોંધણી માટે પસંદગી પામશે તેવા ઉમેદવારોને વધુ આગળ ઓછામાં ઓછા 15 વર્ષના સમયગાળાના કરાર માટે સેવા આપવી જરૂરી રહેશે અને ભારતીય સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર્સ/અન્ય રેન્કની સેવાના વર્તમાન નિયમો અને શરતો દ્વારા સંચાલિત થશે. અને ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનામાં તેમની સમકક્ષ અને ભારતીય વાયુસેનામાં નોંધાયેલા બિન-લડાકુની જેમ, સમય સમય પર સુધારેલ નિયમો અને શરતો લાગુ રહેશે.
આ યોજનાના કારણે સશસ્ત્ર દળોમાં યુવા અને અનુભવી કર્મચારીઓ વચ્ચે યોગ્ય સંતુલન સુનિશ્ચિત થશે અને વધુ યુવા તેમજ ટેકનિકલ રીતે નિપુણ યુદ્ધ લડત દળનું નિર્માણ થશે.
લાભો
- સશસ્ત્ર દળોની ભરતી નીતિમાં પરિવર્તનકારી સુધારો
- યુવાનો માટે દેશની સેવા કરવા તેમજ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અનોખો અવસર.
- સશસ્ત્ર દળોની પ્રોફાઇલ વધુ યુવા અને ગતિશીલ રહેશે.
- અગ્નિવીરો માટે આકર્ષક નાણાકીય પેકેજ.
- અગ્નિવીરોને શ્રેષ્ઠ સંસ્થાઓમાં તાલીમ લેવાની અને તેમનું કૌશલ્ય વધારવાની તક મળશે.
- નાગરિક સમાજમાં લશ્કરી નૈતિકતા સાથે સારી રીતે શિસ્તબદ્ધ અને કુશળ યુવાનોની ઉપલબ્ધતા થશે.
- સેવા પછી સમાજમાં પાછા ફરનારા ઉમેદવારો યુવા પેઢી માટે રોલ મોડલ તરીકે ઉભરી શકે છે અને આવા લોકોને પુરતા પ્રમાણમાં ફરી રોજગારીની તકો મળી શકે છે.
નિયમો અને શરતો
અગ્નિપથ યોજના હેઠળ, અગ્નિવીરોની નોંધણી ચાર વર્ષની મુદત માટે સંબંધિત સેવા અધિનિયમો હેઠળ દળોમાં કરવામાં આવશે. તેઓ સશસ્ત્ર દળોમાં એક અલગ રેન્ક બનાવશે, જે હાલની અન્ય કોઇપણ રેન્કથી અલગ રહશે. અગ્નિવીરોને સશસ્ત્ર દળો દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સંગઠનાત્મક જરૂરિયાતો અને નીતિઓના આધારે ચાર વર્ષની સેવા પૂરી થયા પછી, સશસ્ત્ર દળોમાં કાયમી નોંધણી માટે અરજી કરવાની તક આપવામાં આવશે. આ અરજીઓને તેમની ચાર વર્ષની મુદતના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી કામગીરી સહિતના ઉદ્દેશ્ય માપદંડોના આધારે કેન્દ્રિય રીતે ધ્યાનમાં લેવામાં આવશે અને અગ્નિવીરોની પ્રત્યેક બેચમાંથી 25% સંખ્યા સુધીના ઉમેદવારોને સશસ્ત્ર દળોની નિયમિત કેડરમાં નોંધણી કરવામાં આવશે. વિગતવાર માર્ગદર્શિકા અલગથી બહાર પાડવામાં આવશે.
ત્રણેય સેવાઓ માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ અને રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત ફ્રેમવર્ક જેવી માન્યતા પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓમાંથી વિશિષ્ટ મેળાઓ અને કેમ્પસ ઇન્ટરવ્યુની મદદથી ઑનલાઈન કેન્દ્રીયકૃત સિસ્ટમ દ્વારા નોંધણીની કામગીરી કરવામાં આવશે. આ નોંધણી ‘ઓલ ઇન્ડિયા ઓલ ક્લાસ’ (સમગ્ર ભારતમાંથી તમામ વર્ગો)ના આધાર પર હાથ ધરવામાં આવશે અને પાત્રતા ઉંમર 17.5 થી 21 વર્ષ વચ્ચે રહેશે. અગ્નિવીર સશસ્ત્ર દળોમાં સંબંધિત કેટેગરીઝ/ટ્રેડને લાગુ પડે છે તે અનુસાર નોંધણી માટે નિર્ધારિત તબીબી પાત્રતાની શરતોને પૂર્ણ કરશે. અગ્નિવીરો માટેની શૈક્ષણિક લાયકાત વિવિધ કેટેગરીમાં નોંધણી માટે પ્રવર્તમાન હોય તે મુજબ. {ઉદાહરણ તરીકે: જનરલ ડ્યૂટી (GD) સૈનિકમાં પ્રવેશ માટે, શૈક્ષણિક લાયકાત ધોરણ 10 છે}.
SD/GP/JD
(Release ID: 1834229)
Visitor Counter : 465