ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીમાં ભારતને વૈશ્વિક કૌશલ્ય હબ બનાવવાનું લક્ષ્ય છે: રાજીવ ચંદ્રશેખર


કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય કૌશલ્ય ભારત 1.0ના લાભો પ્રાપ્ત કરવાના હેતુથી કૌશલ્ય ખીલવવા માટે એક નવા અભિગમ પર કામ કરી રહ્યું છે

Posted On: 23 MAY 2022 4:38PM by PIB Ahmedabad

માનનીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે ખારેલ ખાતે અનિલ નાયક ટેકનિકલ તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ સંસ્થા દક્ષિણ ગુજરાતમાં શાળા છોડી દેનારા વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમ આપવાનો વિચાર રજૂ કરનારી પ્રથમ સંસ્થા હોવાનું જાણવા મળ્યું છે. તેની શરૂઆત થઇ ત્યારથી આજદિન સુધીમાં, 1100 છોકરીઓ સહિત 4100 કરતાં વધારે વિદ્યાર્થીઓ આ કેન્દ્રમાંથી સ્નાતક થયા છે. NSDC દ્વારા માન્યતા પ્રાપ્ત આ કેન્દ્ર 70% કરતા વધારે દરનું પ્રભાવશાળી પ્લેસમેન્ટ ધરાવે છે.

આ પ્રસંગે સંબોધન આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, “ખૂબ જ સુંદર રીતે નિર્માણ કરવામાં આવેલા અને ઉપકરણોથી ખૂબ જ સારી રીતે સજ્જ અનિલ નાયક તાલીમ કેન્દ્રએ નજીકના જિલ્લાઓ દત્તક લેવા જોઇએ અને સ્થાનિક જિલ્લા પ્રશાસન સાથે સહયોગમાં એક વ્યાપક જિલ્લા કૌશલ્ય વિકાસ યોજના તૈયાર કરવી જોઇએ. આ સંસ્થાએ અવશ્યપણે સ્થાનિક કૃષિ અને બિન-કૃષિ નોકરીની ભૂમિકાઓ સંબંધિત કૌશલ્ય તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આ કૌશલ્ય તાલીમ માંગ આધારિત નોકરીની ભૂમિકાઓ માટે ટેકનોલોજી દ્વારા સંચાલિત તાલીમ કાર્યક્રમોનો લાભ લઇને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને તેના કારણે નોકરી માટે સ્થળાંતર કરતા લોકોની સમસ્યાને હળવી કરી શકાશે.”

કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા કૌશલ્ય માટેના નવા અભિગમ અંગે માહિતી આપતા રાજીવ ચંદ્રશેખરે ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 જુલાઇ 2021ના રોજ કૌશલ્ય માટે એક નવો અભિગમ તૈયાર કરવા માટે સ્પષ્ટ આહ્વાન કર્યું હતું જે કૌશલ્ય ભારત 1.0 દ્વારા પ્રાપ્ત થયેલા લાભો પર આધારિત હશે. તેમણે ભારતના કૌશલ્યનો ફરી ઉપયોગ કરવા અને તેની ફરી કલ્પના કરવા માટે નિર્દેશો આપ્યા હતા અને કૌશલ્યને સૌના માટે મહત્વાકાંક્ષા બનાવીને નવા દૃષ્ટાંત સાથે આગળ વધવા માટે કહ્યુ હતું.

મંત્રીએ આ સંસ્થાને મણિનગર શિક્ષણ સંકુલ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને કૌશલ્ય ભારત પહેલને જોડતી એવી પ્રારંભિક પરિયોજનાની રૂપરેખા તૈયાર કરવાનું સૂચન કર્યું હતું જેમાં રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર, પ્રાથમિક અને માધ્યમિક શાળાનો સમાવેશ થતો હોય. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, “ઉચ્ચ ગુણવત્તાની કૌશલ્ય તાલીમ સામાજિક સ્તરે ગેમ ચેન્જર બની શકે છે અને સ્થળાંતરને રોકવા કરવા માટે વધુ ગ્રામીણ એન્જિનિયરો તૈયાર કરવા જોઇએ. તે આદિવાસીઓ અને અન્ય યુવાનો માટે તકોના દ્વાર ખોલે છે અને દીર્ઘકાલિન પ્રગતિની ચાવી છે.”

મંત્રીએ નવસારી ખાતે નિરાલી કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લીધી. આ હોસ્પિટલે તેમની સ્થાપનાના એક વર્ષમાં 10,000 દર્દીઓની સારવાર કરી છે અને 700 કરતાં વધારે સર્જિકલ ઓપરેશનો કર્યા છે. એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યાન્વિત થવાની છે જે આ પ્રદેશમાં આરોગ્ય સંભાળ સુવિધાઓને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1827656) Visitor Counter : 242


Read this release in: English