કાયદો અને ન્યાય મંત્રાલય

ખંડપીઠો પર મહિલા પ્રતિનિધિત્વ

Posted On: 01 APR 2022 4:28PM by PIB Ahmedabad

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક ભારતના બંધારણની કલમ 124, 217 અને 224 હેઠળ કરવામાં આવે છે, જે કોઈપણ જાતિ અથવા વ્યક્તિઓના વર્ગ માટે અનામત પ્રદાન કરતી નથી. કોલેજિયમ સિસ્ટમ દ્વારા બંધારણીય અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂકની વર્તમાન પ્રણાલીમાં, SC/ST/OBC/મહિલા/લઘુમતી સહિત સમાજના તમામ વર્ગોને સામાજિક વિવિધતા અને પ્રતિનિધિત્વ પ્રદાન કરવાની જવાબદારી મુખ્યત્વે ન્યાયતંત્ર પર આવે છે. હાઈકોર્ટ કોલેજિયમ/સુપ્રિમ કોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવતી ન હોય તેવી કોઈપણ વ્યક્તિને સરકાર હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરી શકતી નથી.

જો કે, સરકાર ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂકમાં સામાજિક વિવિધતા માટે પ્રતિબદ્ધ છે અને ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશોને વિનંતી કરી રહી છે કે ન્યાયાધીશોની નિમણૂક માટે દરખાસ્તો મોકલતી વખતે,  ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂકમાં સામાજિક વિવિધતા સુનિશ્ચિત કરવા જનજાતિ, અન્ય પછાત વર્ગો, લઘુમતી અને મહિલાઓના યોગ્ય ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવે. 

01.01.2021થી 30.03.2022 સુધી, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 39 મહિલાઓની હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે ભલામણ કરી છે, જેમાંથી 27 મહિલાઓની નિમણૂક કરવામાં આવી હતી અને બાકીના 12 કેસ પ્રક્રિયાના વિવિધ તબક્કા હેઠળ છે.

આ માહિતી કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરેન રિજિજુએ આજે ​​લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1812359) Visitor Counter : 193


Read this release in: English , Urdu , Tamil