સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

DoT ગુજરાત LSAએ નકલી આધાર કાર્ડ પર જારી કરાયેલા 8100થી વધુ સિમ કાર્ડ બ્લોક કર્યા

Posted On: 28 MAR 2022 3:57PM by PIB Ahmedabad

ગુજરાતમાં સાયબર-ગુનાઓના જોખમને કાબૂમાં લેવાના તેના સતત પ્રયાસોમાં, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), ગુજરાત LSA એ 8100થી વધુ સિમ કાર્ડની ઓળખ કરી હતી જે વિવિધ ટેલિકોમ સેવા પ્રદાતાઓને ખોટા આધાર કાર્ડ આપીને મેળવ્યા હતા.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સના ફિલ્ડ યુનિટ્સ એટલે કે લાયસન્સ સર્વિસ એરિયા (LSA) મોબાઈલ કનેક્શન મેળવવા માટે સબસ્ક્રાઈબર દ્વારા સબસ્ક્રાઈબર એપ્લિકેશન ફોર્મ્સ (ઈલેક્ટ્રોનિક અને હાર્ડકોપી)નું માસિક સેમ્પલ ઓડિટ કરવામાં આવે છે. ગુજરાત LSA દ્વારા તાજેતરના ઓડિટ દરમિયાન, અમુક ચોક્કસ પેટર્ન જોવામાં આવી હતી જેમાં સિમ કાર્ડ મેળવવા માટે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરવાનો સંકેત આપવામાં આવ્યો હતો. વિગતવાર વિશ્લેષણ પછી, આવા 8100થી વધુ મોબાઇલ નંબરો ઓળખવામાં આવ્યા હતા અને DoT, ગુજરાત LSA દ્વારા બ્લોક કરવામાં આવ્યા હતા.

CID સાયબર ક્રાઈમ પોલીસ, ગુજરાત રાજ્ય અને DoT, ગુજરાત LSA વચ્ચે ગાઢ સંકલન છે અને નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ મોબાઈલ નંબરોની વિગતો તરત જ DoT, ગુજરાત LSA દ્વારા CID સાયબર ક્રાઈમ પોલીસ, ગુજરાત રાજ્યને મહત્વપૂર્ણ લીડ અને ઈનપુટ તરીકે આપવામાં આવી હતી. આ માહિતીના આધારે, સીઆઈડી સાયબર ક્રાઈમ પોલીસ ગાંધીનગરની ટીમે ગીર સોમનાથ જિલ્લાના ચડુવાવ ગામની એક મોબાઈલ સિમ વેચતી દુકાન પર 25.03.2022ના રોજ દરોડો પાડ્યો હતો અને પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. CID સાયબર ક્રાઈમ પોલીસ ગાંધીનગર દ્વારા આવા વધુ દરોડા પડવાની અપેક્ષા છે.

બદમાશો દ્વારા પોતાના ફોટા સાથે નકલી આધાર કાર્ડ બનાવવાની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બદમાશોએ નવા મોબાઈલ કનેક્શન મેળવવા માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સના મોબાઈલ સિમ વેચતા રિટેલરોનો રૂબરૂ સંપર્ક કર્યો. આ નકલી પરંતુ અસલી જણાતા આધાર કાર્ડની ચકાસણી અને આ આધાર પરના ફોટાને વ્યક્તિ સાથે મેચ કરવા પર, મોબાઈલ સીમકાર્ડ વેચનાર છૂટક વેપારી નવા મોબાઈલ કનેકશન ઈશ્યુ કરતો હતો, જો કે કેટલાક કિસ્સામાં મોબાઈલ સીમકાર્ડ વેચનાર છૂટક વેપારીઓની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય નહીં.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1810504) Visitor Counter : 213


Read this release in: English