પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા રાષ્ટ્રીય દૂધ દિવસ 2021 પર ગોપાલ રત્ન એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરશે
સ્વદેશી પશુ/ભેંસ ઉછેર કરનાર શ્રેષ્ઠ ડેરી ફાર્મર, શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (AIT) અને શ્રેષ્ઠ ડેરી સહકારી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન)ના વિજેતાઓ લાખોની ઈનામની રકમ મેળવશે
ભારતના મિલ્ક મેન - ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતીની યાદમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવશે
Posted On:
25 NOV 2021 4:50PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય દૂધ દિવસ 2021:
આ વિભાગે ડો. વર્ગીસ કુરિયન (ભારતના મિલ્કમેન)ની જન્મ શતાબ્દીની ઉજવણી કરવા એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે 26.11.2021ના રોજ રાષ્ટ્રીય ડેરી વિકાસ મંડળ (એનડીડીબી) અને ડો. કુરિયને ઊભી કરેલી અન્ય સંસ્થાઓ સંયુક્તપણે યોજશે. આ કાર્યક્રમ ગુજરાતના આણંદમાં એનડીડીબીના એનડીડીબી કેમ્પસમાં સ્થિત ટી કે પટેલ ઓડિટોરિયમમાં સવારે 10.00થી બપોરેના 2.00 વાગ્યા સુધી યોજાશે.
આ સમારંભ દરમિયાન પશુ સંવર્ધન અને ડેરીના આદરણીય મંત્રી દેશમાં સ્વદેશી પશુ/ભેંસની જાત ધરાવતા શ્રેષ્ઠ ડેરી ખેડૂત, બેસ્ટ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનિશિયન અને શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી (ડીસીએસ)/દૂધ ઉત્પાદક કંપની/ ડેરી ખેડૂત ઉત્પાદક મંડળીના વિજેતાઓને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારો એનાયત કરશે. આદરણીય મંત્રી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારોના વિજેતાઓનું સન્માન કરવા ઉપરાંત ગુજરાતના ધમરોડમાં આઇવીએફ લેબનું ઉદ્ઘાટન પણ કરશે અને કર્ણાટકના હેસ્સેરગટ્ટામાં સ્ટાર્ટ-અપ ગ્રાન્ડ ચેલેન્જ 2.0 શરૂ કરશે.
ગોપાલ રત્ન પુરસ્કાર 2021:
ભારતમાં સ્વદેશી બળદની જાતો મજબૂત છે અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા આનુવંશિક સંભાવના ધરાવે છે. સ્વદેશી જાતોને વિકસાવવા અને તેનું જતન કરવા ચોક્કસ કાર્યક્રમ નહોવાથી તેમની વસતીમાં ઘટાડો થયો છે અને અત્યારે તેમની કાર્યક્ષમતા ઓછી છે. એટલે કેન્દ્રીય મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના નેજા હેઠળ પશુ સંવર્ધન અને ડેરી વિભાગે ડિસેમ્બર, 2014માં સ્વદેશી બળદની જાતો વિકસાવવા અને એનું સંરક્ષણ કરવા રાષ્ટ્રીય બળદ ઉછેર અને ડેરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત “રાષ્ટ્રીય ગોકુળ અભિયાન” શરૂ કર્યું હતું.
આ પ્રોગ્રામનો ઉદ્દેશ પશુધન અને ભેંસના આનુવંશિક ગુણોનું સંવર્ધન કરવાનો છે. આ લક્ષ્યાંક પાર પાડવા આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન (એ.આઇ. – કૃત્રિમ વિરેચન) સેવા શ્રેષ્ઠ હોય એ જરૂરી છે. 20મી પશુધન વસતીગણતરી મુજબ, દેશમાં 302 મિલિયન બળદ છે. અત્યારે પશુદીઠ દરરોજ સરેરાશ ઉત્પાદકતા 5 કિલોગ્રામ છે. એઆઈ ટેકનિશિયન્સ બળદની વસતીમાં પરિવર્તન લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ધરાવે છે, જેઓ બળદને ઓછી ઉત્પાદકતામાંથી અસરકારક ઉત્પાદકતા તરફ લઈ જાય છે. એટલે પશુઓ ધરાવતા ખેડૂતો પછી બેસ્ટ એઆઈ ટેકનિશિયનની ઓળખની જરૂર છે, જેઓ 100 ટકા એઆઈ કવરેજ માટે પ્રયાસ કરે છે, જેથી દેશના ખેડૂતોની આવક બમણી કરવાના દેશના મહત્વાકાંક્ષી પ્રોગ્રામનો ઉદ્દેશ હાંસલ થઈ શકે.
એ જ રીતે ગ્રામીણ સ્તરે 1.9 સહકારી ડેરી મંડળીઓ અને દૂધ ઉત્પાદક કંપનીઓ વૃદ્ધિકારક પરિબળો છે, કારણ કે એમાં સભ્યો તરીકે આશરે 2 કરોડ ડેરી ખેડૂત સંકળાયેલા છે અને ખેડૂતોને તેમના ઉત્પાદન માટે બજારની સુલભતા પ્રદાન કરવા અને લાભદાયક કિંમત મેળવવા ગ્રામીણ સંસ્થા તરીકે કામ કરે છે.
પશુધન અને ડેરી ક્ષેત્રમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારો પૈકીનો એક ગોપાલ રત્ન પુરસ્કારનો ઉદ્દેશ તમામ વ્યક્તિઓ અને ડેરી સહકારી મંડળીઓ/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક મંડળીઓને આ ક્ષેત્રમાં કામ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. આ પુરસ્કાર નીચેની ત્રણ કેટેગરીઓમાં એનાયત થાય છેઃ
- સ્વદેશી પશુ/ભેંસની જાત ધરાવતા શ્રેષ્ઠ ડેરી ખેડૂત
- બેસ્ટ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનિશિયન (એઆઇટી) અને
- શ્રેષ્ઠ સહકારી ડેરી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક મંડળી
પુરસ્કારમાં ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રમાણપત્ર, એક મેમેન્ટો અને દરેક કેટેગરીમાં રકમ સામેલ છે, જે નીચે મુજબ છેઃ
-
- રૂ. 5,00,000/-(રૂપિયા પાંચ લાખ ફક્ત) -1 રેન્ક
- રૂ. 3,00,000/- (રૂપિયા ત્રણ લાખ ફક્ત) -2 રેન્ક અને
- રૂ. 2,00,000/- (રૂપિયા બે લાખ ફક્ત) -3 રેન્ક
પહેલી વાર ભારતીય ગુણવત્તા પરિષદ (ક્યુસીઆઈ)એ વિકસાવેલી પોર્ટલ https://gopalratnaaward.qcin.org પર 15.07.2021થી 15.09.2021 સુધી ઓનલાઇન અરજી દ્વારા સેલ્ફ નોમિનેશન પર અરજીઓ મગાવવામાં આવી હતી. અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ લંબાવીને 15.10.2021 કરવામાં આવી હતી. આ ગાળામાં કુલ 4401 અરજીઓ ઓનલાઇન મળી હતી, જે નીચે મુજબ છે.
ક્રમ
|
કેટેગરી
|
પોર્ટલને પ્રાપ્ત થયેલી અરજીઓની કુલ સંખ્યા
|
1.
|
સ્વદેથી પશુ/ભેંસની જાતો ધરાવતા બેસ્ટ ડેરી ખેડૂત;
|
1628
|
2.
|
બેસ્ટ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનિશિયન (એઆઇટી); અને
|
1240
|
3.
|
શ્રેષ્ઠ સહકારી ડેરી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંગઠન.
|
1533
|
કુલ
|
4401
|
ઉપર ટેબલમાં દર્શાવવામાં આવેલી તમામ અરજીઓ ભારતીય ગુણવત્તા પરિષદ (ક્યુસીઆઈ) દ્વારા વિકસાવવામાં આવેલી એપ્લિકેશન પોર્ટલ દ્વારા ઓનલાઇન પ્રાપ્ત થઈ હતી. આ અરજીઓનું મૂલ્યાંકન ક્યુસીઆઈ દ્વારા ગોપાલ રત્ન પુરસ્કારની માર્ગદર્શિકાઓમાં પ્રદાન કરેલા સ્કોરકાર્ડ મુજબ થયું હતું. પ્રાથમિક ચકાસણી અરજદારોના કુલ સ્કોરને આધારે થઈ હતી તેમજ વિતરણની સમાનતા માટે વિચારણા કરવા રાજ્ય મુજબ એન્ટ્રીઓને ધ્યાનમાં લેવામાં આવી હતી. પ્રાથમિક આકારણીને આધારે ક્યુસીઆઈએ દરેક કેટેગરીમાં 23 અરજીઓની પસંદગી કરી હતી. દરેક કેટેગરીમાં આ 23 અરજીઓ રાષ્ટ્રીય ડેરી વિકાસ મંડળ (એનડીડીબી)ને ચોક્કસ હકીકતો કે માહિતીની ફિલ્ડમાં જઈને ખરાઈ કરવા માટે સુપરત કરવામાં આવી હતી. ફિલ્ડમાં ખરાઈ/ફિલ્ડ વિઝિટના પરિણામને આધારે સ્ક્રીનિંગ સમિતિની બેઠક 15.11.2021ના રોજ રાષ્ટ્રીય પુરસ્કાર સમિતિ દ્વારા વિચારણા માટે કુલ 20 અરજીઓની પસંદગી કરવા માટે થઈ હતી (બેસ્ટ ડેરી ફાર્મર, જે સ્વદેશી પશુની જાત ધરાવે છે એ કેટેગરી માટે 6 અરજીઓ, બેસ્ટ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન (એઆઇટી) કેટેગરીમાં 5 અરજીઓ અને શ્રેષ્ઠ સહકારી ડેરી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક મંડળીની કેટેગરીમાં 9 અરજીઓ).
રાષ્ટ્રીય પુરસ્કાર સમિતિએ તમામ ત્રણ કેટેગરીઓની વિગતવાર ચર્ચા કરી હતી. જ્યારે પશુની શ્રેષ્ઠ જાત ધરાવતા બેસ્ટ ડેરી ફાર્મર પુરસ્કારની ચર્ચા થઈ, ત્યારે સ્વદેશી પશુની જાત ધરાવવા અને/અથવા ભેંસ ધરાવવા પર સૌથી વધુ વિચારણા થઈ હતી અને એ મુજબ, મિશ્ર/વિદેશી જાતના પશુને બદલે સ્વદેશી પશુઓની જાતો ધરાવતા ખેડૂતને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સમિતિએ સ્વદેશી પશુ/ભેંસ ધરાવતા નાના ખેડૂતોનો પણ પ્રાધાન્ય આપ્યું હતું. બેસ્ટ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનિશિયનની પસંદગીના કેસમાં આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનના આંકડા અને કામગીરીને ઉચિત મહત્વ આપવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ સહકારી ડેરી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંગઠનના કેસમાં સંકળાયેલા ખેડૂતોની સંખ્યા, દૂધની ખરીદી, ભૌગોલિક મર્યાદા વગેરે જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં.
સમિતિએ વિગતવાર ચર્ચાવિચારણા કરીને દરેક કેટેગરીમાં પ્રથમ, બીજા અને ત્રીજા વિજેતાઓની પસંદગી કરી હતી, જે નીચે મુજબ છેઃ
ક્રમ
|
કેટેગરી
|
એનએસી દ્વારા ગોપાલ રત્નોના નામ, તેમના 1, 2 અને 3 રેન્ક મુજબ
|
1.
|
બેસ્ટ ડેરી ફાર્મર, જે સ્વદેશી પશુ/ભેંસની જાતો ધરાવે છે;
|
1 - શ્રી સુરેન્દ્ર અવાના, જયપુર, રાજસ્થાન
2 - સુશ્રી રેસ્મિદાથનલ કોટ્ટાયમ, કેરળ
3 – સુશ્રી રાજપૂત મોઢીબેન વર્ધસિંહ, બનાસકાંઠા, ગુજરાત
3 - સુશ્રી માધુરી, રજનંદગાંવ, છત્તિસગઢ
|
2.
|
બેસ્ટ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનિશિયન (એઆઇટી)
|
1 – શ્રી રામા રાવ કરી, આંધ્રપ્રદેશ
2 – શ્રી દુલારુ રામ સાહુ, છત્તિસગઢ
3 – શ્રી રાજેશ બાગરા, રાજસ્થાન
|
3.
|
શ્રેષ્ઠ સહકારી ડેરી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક મંડળ
|
1 – કામધેનુ હિતકારી મંચ બિલાસપુર, હિમાચલ પ્રદેશ
2 – દીપ્તિગિરીકશોરોલપદકા સહકારાના સંગમ, વાયનાડ, કેરળ
3 – અલ્ગુર મિલ્ક પ્રોડટ્યુસર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, જામખંડી, કર્ણાટક
|
આ પુરસ્કારો આદરણીય કેન્દ્રીય મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રી શ્રી પુરુષોત્તમ રુપાલા રાજ્યકક્ષાના આદરણીય મંત્રીઓ શ્રી સંજીવ કુમાર બલ્યાન અને ડો. એલ મુરુગનની હાજરીમાં રાષ્ટ્રીય દૂધ દિવસ 2021ના રોજ આયોજિત સમારંભમાં એનાયત કરશે. આ સમારંભ ગુજરાતના આણંદમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના એનડીડીબી કેમ્પસમાં સ્થિત ટી કે પટેલ ઓડિટોરિયમાં યોજાયો છે. આ કાર્યક્રમની વિગતો જોડેલી છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1775049)
Visitor Counter : 279