પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રુપાલાએ આજે ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રવ્યાપી નદી કિનારાના કાર્યક્રમનો શુભારંભ કર્યો


એનએફડીબીએ પીએમએમએસવાયની કાર્યયોજના 2020-21 અંતર્ગત રાજ્યોને માછલીઓના 97.16 લાખ બચ્ચાઓનું પાલન કરવા માટે કુલ રૂ. 2.81 કરોડના બજેટની ફાળવણી કરી

Posted On: 08 OCT 2021 5:49PM by PIB Ahmedabad

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રુપાલાએ આજે સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ઉત્તરપ્રદેશના ગઢમુક્તેશ્વર વ્રજઘાટમાં નદીના કિનારે આયોજિત કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી ડૉ. સંજીવ કુમાર બલિયાન, ઉત્તરપ્રદેશ સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી લક્ષ્મી નારાયણ ચૌધરી, ઉત્તરપ્રદેશના મેરઠના લોકસભાના સાંસદ શ્રી રાજેન્દ્ર અગ્રવાલ, ઉત્તરપ્રદેશના ગઢમુક્તેશ્વરના ધારાસભ્ય શ્રી કમલ સિંહ, મત્સ્યપાલન વિભાગના સચિવ શ્રી જતિન્દ્રનાથ સ્વૈન, એનએફડીબી, હૈદરાબાદના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) ડૉ. સી સુવર્ણા, ડીઓફ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના અન્ય ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમની સાથે સાથે ઉત્તરાખંડ, ત્રિપુરા, ઓડિશા અને છત્તીસગઢ જેવા અન્ય 4 રાજ્યો પણ રાષ્ટ્રવ્યાપી નદીકિનરાના કાર્યક્રમના શુભારંભમાં સામેલ થયા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001X4HX.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026BS2.jpg

ઉત્તરપ્રદેશમાં વ્રજઘાટ, ગઢમુક્તેશ્વર, તિગરી, મેરઠ અને બિજનૌર જેવા 3 સ્થળો પર 3 લાખ માછલીના બચ્ચાઓનું પાલન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો શુભારંભ કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રુપાલાએ રાજ્ય કક્ષાના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી ડૉ. સંજીવ કુમાર બલિયાન, ઉત્તરપ્રદેશ સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી લક્ષ્મી નારાયણ ચૌધરી, ઉત્તરપ્રદેશના મેરઠના લોકસભાના સાંસદ શ્રી રાજેન્દ્ર અગ્રવાલ, ઉત્તરપ્રદેશના ગઢમુક્તેશ્વરના ધારાસભ્ય શ્રી કમલ સિંહ, મત્સ્યપાલન વિભાગના સચિવ શ્રી જતિન્દ્રનાથ સ્વૈન, એનએફડીબી, હૈદરાબાદના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) ડૉ. સી સુવર્ણા, સંયુક્ત સચિવ (અંતર્દેશી મત્સ્યપાલન), ડીઓઓફ, ભારત સરકાર અને એનએફડીબી, ડીઓએફ તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના અન્ય ગણમાન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિમાં કર્યું. 500થી વધારે લોકોએ ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રીય સ્તરે આયોજિત નદી કિનારા પર આયોજિત કાર્યક્રમના શુભારંભમાં ભાગ લીધો.

ઉત્તરાખંડમાં હરિદ્વારમાં ગંગા નદીના કિનારે સ્થિત ચંડી ઘાટમાં માછલીઓના કુલ એક લાખ બચ્ચાઓનું પાલન કરવામાં આવ્યું અને આ પાલનને પૂર્વ રાજ્ય સ્તરીય મંત્રી નેપાલ સિંહ, હરિદ્વાર, જબરેડાના ભાજપના અધ્યક્ષ શ્રી બિપિન કુમાર ગર્ગ અને નમામિ ગંગેના પ્રતિનિધિ શ્રી સૌરભ રાણાએ પૂર્ણ કર્યું.

ત્રિપુરામાં ખોઈ નદી, તેલિયામુરા, ગોમતી નદી, ઉદયપુર, ધલાઈ નદી, કમાલપુર અને દેવ નદી, દશમીઘાટ નામના 4 સ્થળો પર માછલીઓના કુલ 1.85 લાખ બચ્ચાઓનું પાલન કરવાનો કાર્યક્રમ અધ્યક્ષ શ્રીમતી જમુના દાસ, માતાબાડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપ્લવ ઘોષ, સલીમા પંચાયત ક્ષેત્રના અધ્યક્ષ શ્રી સુજીત વિશ્વાસ અને કુમારઘાટ પંચાયત સમિતિના અધ્યક્ષ શ્રીમતી હેપ્પી દાસ સહિત અન્ય ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. નદી કિનારે આયોજિત કાર્યક્રમમાં કુલ 218 લોકો સામેલ થયા.

છત્તીસગઢમાં માછલીઓના 1.5 લાખ બચ્ચાઓના પાલનનો કાર્યક્રમ મિરૌની બૈરાજ, મહાનદીમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સાક્ષી બંજારે, પશુપાલન અને મત્સ્ય વિભાગના અધ્યક્ષ શ્રીમતી વિદ્યા સિદાર, જનપદના અધ્યક્ષ શ્રી લંબોધર ચંદ્રા અને સરપંચ શ્રી ધર્મલાલ સાહૂ દ્વારા સંપન્ન થયો. છત્તીસગઢમાં નદી કિનારે આયોજિત કાર્યક્રમમાં લગભગ 100 લોકો સામેલ થયા.

ઓડિશામાં મુંદુલી, કટકમાં માછલીઓના 1.5 લાખ બચ્ચાઓનું પાલન કરવામાં આવ્યું અને નદી કિનારાના કાર્યક્રમનો શુભારંભ એડીએમ શ્રી વિજય કુમાર ખંડયાતરાય,  પીડી, ડીઆરડીએ અંબર કુમાર, એલડીએમ રાજેશ બેહરા, અધિક મત્સ્યપાલન ડાયરેક્ટર યુ કે મોહંતી, જીએમ, ઓપીડીસી સુબ્રત દાસ અને જિલ્લા પરિષદના અધ્યક્ષ જ્યોતિરેખા બેહરા, જિલ્લા મત્સ્ય અધિકારી શ્રીમતી બબિતા મોહંતા અને પીએફસીએસના સભ્યોએ કર્યો. ઓડિશામાં નદી કિનારાના કાર્યક્રમમાં કુલ 102 લોકો સહભાગી થયા.

રાષ્ટ્રીય સ્તરે નદી કિનારના કાર્યક્રમના શુભારંભમાં 5 રાજ્યો સામેલ થયા અને માછલીઓના કુલ 8.85 લાખ બચ્ચાઓનું પાલન કર્યું. આ 5 રાજ્યોમાં 1060થી વધારે લોકો સામેલ થયા અને રાષ્ટ્રીય સ્તરના નદી કિનારાના કાર્યક્રમને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ.

પીએમએમએસવાય (પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના) અંતર્ગત વિશેષ કાર્યક્રમ સ્વરૂપે "નદી કિનારાના કાર્યક્રમ"ની શરૂઆત ભૂમિ અને જળનો વિસ્તાર, ઊંડાઈ, વિવિધતા અને ઉત્પાદક ઉપયોગના માધ્યમથી મત્સ્ય ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે થઈ છે. મત્સ્યપાલન વિભાગ, મત્સ્યપાલન મંત્રાલયે સંપૂર્ણ દેશમાં નદી કિનારાના કાર્યક્રમનો અમલ કરવા રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડ, હૈદરાબાદને પીએમએમએસવાયને કેન્દ્રીય ક્ષેત્રના ઘટક અંતર્ગત નોડલ એજન્સી સ્વરૂપે પસંદ કરી છે. માનવવસ્તીમાં વધારા સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટિનની જરૂરિયાતોને કારણે માછલીની માંગમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. વાજબી અને પર્યાવરણના દ્રષ્ટિકોણથી યોગ્ય રીતે મત્સ્ય સંસાધનોના સતત ઉપયોગ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવું એ સમયની માગ છે. નદી કિનારાના કાર્યક્રમ આવી જ એક કામગીરી છે, જે સતત મત્સ્યપાલન, જૈવવિવિધતાના સંરક્ષણ, સામાજિક-આર્થિક લાભોને મહત્તમ અને ઇકોસિસ્ટમની સેવાઓનું આકલન કરી શકે છે. સાથે-સાથે નદી કિનારાના કાર્યક્રમ પરંપરાગત મત્સ્યપાલન, ઇકોસિસ્ટમની સ્થિરતા અને અંતર્દેશી સમુદાયોના વ્યાપાર અને સામાજિક સુરક્ષાના સંવર્ધનને પણ સુનિશ્ચિત કરે છે.

આ કાર્યક્રમને વધારે માછલી પકડવા, માછીમારોની આજીવિકા વધારવા અને નદીની સ્વચ્છતા જાળવી રાખવા માટે કાર્યક્રમ શરૂ થયો છે, કારણ કે તેઓ ભોજન સ્વરૂપે જૈવિક અવશેષો લે છે, આ કાર્યક્રમનો ઉદ્દેશ મુખ્યત્વે ઓછા થયેલા માછલીના સ્ટોકને વધારવા અને પાલન કરેલી માછલીની પ્રજાતિઓનું ઉત્પાદન વધારવાનો છે.

વર્ષ 2020-21 દરમિયાન પ્રથમ તબક્કાના કાર્યક્રમમાં એનએફડીબીએ ત્રણ મુખ્ય નદી ગંગા અને એની સહાયક નદીઓ, બ્રહ્મપુત્ર અને બરાક નદીઓની સહાયક નદીઓ અને મહાનદી અને અન્ય નદીઓને લક્ષ્યાંક બનાવી છે. એ પ્રમાણે ઉત્તરપ્રદેશ, ત્રિપુરા, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તરાખંડ અને બિહાર રાજ્યના નદીકિનારાના પટ્ટાની લંબાઈ પર ધ્યાન કેન્દ્રિત કરતા છ મુખ્ય અંતર્દેશી રાજ્યોની પસંદગી માછલીઓનાં બચ્ચાઓનું પાલન કરવા માટે લક્ષિત સ્થળો સાથે થયું છે. એનએફડીબીએ પીએમએમએસવાયની કાર્યયોજના 2020-21 અંતર્ગત રાજ્યોને માછલીઓના 97.16 લાખ બચ્ચાઓનું પાલન કરવા માટે કુલ રૂ. 2.81 કરોડનું બજેટ ફાળવ્યું છે.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ZM8D.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0049VA1.jpg

ઉપરોક્ત ઉદ્દેશોને પાર પાડવા રાજ્ય દ્વારા પ્રજનન પ્રોટોકોલ (આચારસંહિતા) અને પ્રમાણભૂત ઉપાયોનું પાલન કરવામાં આવ્યું છે, જે દેશી માછલીઓની પ્રજાતિઓના બચ્ચાઓનું નદીઓમાં પાલન કરવા માટે જરૂરી છે, જે માછલીનું ઉત્પાદન વધારવા, આશ્રિત માછીમારીઓની આજીવિકા વધારવા અને નદી વ્યવસ્થામાં એક સ્વસ્થ વાતાવરણ ઊભું કરવામાં સહાયતા પ્રદાન કરશે. નદી કિનારાના કાર્યક્રમ માટે સૂચિત માછલીના બચ્ચાઓનો આકાર 80થી 100 મિમી છે, કારણ કે પસંદ કરેલા રાજ્યમાં માછલીઓના બચ્ચાઓ પાલન કાર્યક્રમ માટે શ્રેષ્ઠ કદ સુધી પહોંચી ગયા છે. એટલે એનએફડીબીના મત્સ્યપાલન વિભાગના માર્ગદર્શનમાં 6 રાજ્યોના સહયોગથી આજે રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમની શરૂઆત થઈ છે.



(Release ID: 1762375) Visitor Counter : 310


Read this release in: English , Hindi