વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

સરકારે નેશનલ એક્સપોર્ટ ઈન્સ્યોરન્સ એકાઉન્ટ (NEIA) યોજના ચાલુ રાખવાની અને તેમાં ગ્રાન્ટ-ઈન-એઈડ મારફતે 5 વર્ષમાં રૂ.1650 કરોડ ઉમેરવાની મંજૂરી આપી


એનઈઆઈએ ટ્રસ્ટમાં મૂડી ઉમેરવાથી નિર્ધારિત બજારોમાં પ્રોજેક્ટ એક્સપોર્ટની જંગી ક્ષમતા પ્રાપ્ત કરવામાં સહાય થશે

એનઈઆઈએ રૂ.33 હજાર કરોડના પ્રોજેક્ટ એક્સપોર્ટને ટેકો પૂરો પાડી શકશે
ઔપચારિક ક્ષેત્રમાં અંદાજે 12 હજાર સહિત 2.6 લાખ નવી નોકરીઓના નિર્માણમાં સહાય થશે

આ નિર્ણય એ છેલ્લા થોડાંક વર્ષમાં સરકારે નિકાસ સંબંધિત લીધેલા સંખ્યાબંધ પગલાંનો હિસ્સો છે

વિદેશ વેપાર નીતિ (2015-2020)નું તા.31 માર્ચ, 2022 સુધી વિસ્તરણ કરાયું

સપ્ટેમ્બર, 2021માં રૂ.56,027 કરોડ છૂટા કરીને તમામ પડતર એરિયર્સ ચૂકવી દેવાશે

નિકાસ કરાયેલા ઉત્પાદનોની જકાત અને વેરા માફી (RoDTEP) માટે નાણાંકીય વર્ષ 2021-22માં રૂ.12,454 કરોડ મંજૂર કરાયા

સર્ટિફિકેટ ઓફ ઓરિજીન માટે કોમન ડિજિટલ પ્લેટફોર્મનો પ્રારંભ કરાતાં વેપાર અને નિકાસકારોને FTA વપરાશમાં સુવિધા થશે
જિલ્લાઓને નિકાસના હબ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવશે

વિદેશની ભારતીય એલચી કચેરીઓને ભારતના વેપાર, પ્રવાસન, ટેકનોલોજી અને મૂડીરોકાણના ધ્યેયની ભૂમિકા વિસ્તારવા માટે સક્રિય કરાશે

Posted On: 29 SEP 2021 4:03PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારે નિકાસ ક્ષેત્રને વેગ આપવા માટે સંખ્યાબંધ પગલાં લીધા છે. આ મુજબ સરકારે ગ્રાન્ટ ઈન એઈડ (ભંડોળ)ના નેશનલ એક્સપોર્ટ ઈન્સ્યોરન્સ એકાઉન્ટ (એનઈઆઈએ)માં 5 વર્ષના ગાળામાં એટલે કે નાણાકીય વર્ષ 2021-2022થી નાણાકીય વર્ષ 2025-2026 સુધીમાં રૂ.1650 કરોડ ઉમેરવાની આજે મંજૂરી આપી છે.

એનઈઆઈએ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2006માં ભારતમાંથી વ્યૂહાત્મક અને રાષ્ટ્રિય મહત્વ ધરાવતા પ્રોજેક્ટ એક્સપોર્ટસને પ્રોત્સાહન માટે કરવામાં આવી હતી. એનઈઆઈએ ટ્રસ્ટ ઈસીજીસી (ઈસીજીસી લિ.  કે જે અગાઉ એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતી હતી) અને એક્ઝિમ બેંક ભારતમાંથી મધ્યમ અને લાંબાગાળાના (એમએલટી) પ્રોજેક્ટ એક્સપોર્ટને (અંશતઃ અથવા સંપૂર્ણ) બાયર્સ ક્રેડીટ પૂરી પાડીને સહાય આપે છે. ભારતમાંથી મધ્યમ અને લાંબાગાળાના પ્રોજેકટને બાયર્સ ક્રેડીટ માટે  એક્સપોર્ટ માટે ઈસીજીસી અને એક્ઝિમ બેંક સાથે જોડાણ કરાયું છે.

એનઈઆઈએ ટ્રસ્ટ દ્વારા મૂડી ઉમેરવાથી ભારતના પ્રોજેક્ટ એક્સપોર્ટર્સને (આઈપીઈ) સહાય થશે અને નિર્ધારિત બજારોમાં પ્રોજેક્ટ એક્સપોર્ટની જંગી ક્ષમતા પ્રાપ્ત કરી શકશે. દેશની સામગ્રીમાંથી  પ્રોજેક્ટ એક્સપોર્ટને ટેકો પૂરો પાડવાથી ભારતના મેન્યુફેક્ચરીંગમાં વધારો થશે. રૂ.1650 કરોડનું ભંડોળ પૂરૂં પાડવાથી ટ્રસ્ટની અંડરરાઈટીંગ ક્ષમતામાં વધારો થશે અને એનઈઆઈએ રૂ.33 હજાર કરોડના પ્રોજેક્ટ એક્સપોર્ટને સંપૂર્ણ ક્ષમતા વપરાશથી ટેકો પૂરો પાડી શકશે, જેના કારણે સ્થાનિક ધોરણે ઉત્પાદન કરવામાં આવેલા અંદાજે રૂ.25 હજાર કરોડના માલ-સામાનના ઉત્પાદનમાં પરિવર્તિત થશે. આ ઉપરાંત વિશ્વ બેંક અને ઈન્ટરનેશન લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ આ પ્રોજેક્ટસમાં 'એક્સપોર્ટ ટુ જોબ'  અંદાજે 75 ટકા ભારતીય સામગ્રીનો અંદાજ મુકીએ તો અંદાજે 12,000 કામદારો ઔપચારિક ક્ષેત્રમાં જશે તેવો અંદાજ છે. વધુમાં, અહેવાલ આધારિત અંદાજ મુજબ સંબંધિત ક્ષેત્રોમાં કુલ કામદારો (ઔપચારિક અને બિનઔપચારિક)માં 2.6 લાખનો વધારો થશે.

એનઈઆઈએ-કામગીરીની વિશેષતાઃ

  1. એનઈઆઈએ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2006માં ધિરાણ અને રાજકીય સુરક્ષા પૂરી પાડીને મધ્યમ અને લાંબાગાળાના (એમએલટી) /પ્રોજેક્ટ એક્સપોર્ટ માટે કરવામાં આવી હતી.
  2. એનઈઆઈએ વેપારી ધોરણે અર્થક્ષમ હોય તેવા તથા વ્યૂહાત્મક મહત્વ ધરાવતા પ્રોજેક્ટસને જ સહયોગ પૂરો પાડે છે.
  3. ભારત સરકારે રૂ.4,000 કરોડના ભંડોળ માટે કટિબધ્ધતા દાખવી છે અને મહત્તમ સ્વીકાર્ય જવાબદારી વાસ્તવિક ભંડોળથી 20 ગણી થશે.
  4. તા.31 માર્ચ, 2021ની સ્થિતિએ ભારત સરકાર તરફથી વિતેલા વર્ષોમાં પ્રાપ્ત થયેલું યોગદાન રૂ.3,091 કરોડ છે.
  5. પ્રારંભ થયો ત્યારથી તા.31 ઓગષ્ટ, 2021 સુધીમાં, એનઈઆઈએ તરફથી 52 દેશોમાં થનારા  રૂ.53,000 કરોડના એકંદર પ્રોજેક્ટ મૂલ્ય ધરાવતા 213 સુરક્ષા કવચ પૂરાં પાડ્યા છે.
  6. આફ્રિકા અને દક્ષિણ એશિયામાં થનારા પ્રોજેક્ટ એક્સપોર્ટમાં સુગમતા માટે તેની અસરકારકતા  ખૂબ જ મહત્વની છે.

ભારત સરકારે છેલ્લા થોડાંક વર્ષોમાં શરૂ કરેલી નિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ નીચે મુજબ છેઃ

  1. કોવિડ-19 મહામારીની પરિસ્થિતિને કારણે વિદેશ વેપાર નીતિ (2015-2)ને તા.30-09-2021 સુધી લંબાવવામાં આવી છે.
  2. કોવિડ-19ના ગાળામાં તમામ સ્ક્રિપ્ટ આધારિત યોજનાઓને તરલતા પૂરી પાડવા માટે સપ્ટેમ્બર, 2021માં રૂ.56,027 કરોડ છૂટા કરવામાં આવ્યા છે.
  3. નવી યોજના બહાર પાડવામાં આવી- નિકાસ કરાયેલા ઉત્પાદનોને જકાત અને કરવેરા માફ કરવાની નવી યોજના (RoDTEP) બહાર પાડવામાં આવી. નાણાકીય વર્ષ 2021-22માં રૂ.12,454 કરોડ મંજૂર કરવામાં આવ્યા. કેન્દ્ર, રાજ્ય અથવા સ્થાનિક સ્તરે અન્ય કોઈપણ યોજના હેઠળ હાલમાં રિફંડ મળતું નથી તેવી કરવેરા/ જકાત/ લેવીઝની પરત ચૂકવણીની વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે સુસંગત આ યોજના છે.
  4. કેન્દ્ર/ રાજ્યના કરવેરા ROSCTL યોજના મારફતે માફ કરીને કાપડ ઉદ્યોગને અપાતા સહયોગમાં વધારો કરાયો. આ યોજના હવે માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
  5. નિકાસકારોને વ્યાપારમાં સુગમતા અને FTA વપરાશમાં વધારો કરવા માટે સર્ટિફિકેટ ઓફ ઓરીજીન માટે કોમન ડિજિટલ પ્લેટફોર્મનો પ્રારંભ કરાયો છે.
  6. ખેતી, બાગાયત, પશુપાલન, માછીમારી અને ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રોની કૃષિલક્ષી નિકાસને વેગ આપવા માટે એક ઘનિષ્ટ "કૃષિ નિકાસ નીતિ" હાલમાં અમલ હેઠળ છે.
  7. 12 ચેમ્પિયન સર્વિસીસ સેક્ટરમાં, સર્વિસીસની નિકાસને પ્રોત્સાહન અને વિવિધિકરણ માટે 12 ચોક્કસ એક્શન પ્લાન હાલમાં અમલમાં છે.
  8. જિલ્લાઓને નિકાસ હબ તરીકે પ્રોત્સાહિત કરીને દરેક જિલ્લામાં નિકાસ ક્ષમતા ધરાવતી પ્રોડક્ટસને ઓળખીને તથા આ પ્રોડ્કટસની નિકાસ માટેના અવરોધો દૂર કરીને આ ઉત્પાદનોની નિકાસ મારફતે સ્થાનિક નિકાસકારો/ ઉત્પાદકોને સહયોગ પૂરો પાડી જિલ્લામાં રોજગાર નિર્માણને વેગ અપાય છે.
  9. વિદેશ ખાતેના ભારતીય મિશનની સક્રિય ભૂમિકાથી ભારતના વેપાર, પ્રવાસન, ટેકનોલોજી અને મૂડી રોકાણને પ્રોત્સાહન આપવાનો લક્ષ્યાંકો વિસ્તારવામાં આવ્યા છે.
  10. કોવિડ મહામારીના સંદર્ભમાં બેંકીંગ અને નાણાકીય ક્ષેત્રે રાહતના પગલાં લઈને ખાસ કરીને નિકાસમાં મોટો હિસ્સો ધરાવતા એમએસએમઈ ક્ષેત્ર માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
  11. ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટીંગને પ્રોત્સાહન માટે, ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સ્કીમ (TIES), માર્કેટ એક્સેસ ઈનિશ્યેટીવ (MAI) અને ટ્રાન્સપોર્ટ એન્ડ માર્કેટીંગ આસિસ્ટન્ટસ (TMA) શરૂ કરવામાં  આવી છે.

SD/GP/JD 



(Release ID: 1759432) Visitor Counter : 301