પ્રધાનમંત્રીનું કાર્યાલય
ખેલ રત્ન પુરસ્કારને હવેથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખવામાં આવશે: પ્રધાનમંત્રી
Posted On:
06 AUG 2021 2:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને ભારતભરના નાગરિકો તરફથી ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદના નામ પર રાખવા ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમણે કહ્યું કે તેમની ભાવનાનું સન્માન કરીને ખેલ રત્ન પુરસ્કાર આથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાશે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મેજર ધ્યાનચંદ ભારતના અગ્રણી ખેલાડીઓમાંથી એક હતા જે ભારત માટે સન્માન અને ગૌરવ લાવ્યા હતા. તે યોગ્ય છે કે આપણા રાષ્ટ્રનું સર્વોચ્ચ રમત સન્માન તેમના નામ પર રાખવામાં આવશે.
શ્રેણીબદ્ધ ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"પુરૂષ અને મહિલા હોકી ટીમના અસાધારણ પ્રદર્શને આપણા સમગ્ર રાષ્ટ્રનો ઉત્સાહ વધાર્યો છે. સમગ્ર ભારતમાં હોકી પ્રત્યે એક નવો રસ જાગ્યો છે. આવનારા સમય માટે આ ખૂબ જ સકારાત્મક સંકેત છે.
મને ભારતભરના નાગરિકો તરફથી મેજર ધ્યાનચંદના નામ પર ખેલ રત્ન પુરસ્કાર આપવા માટે ઘણી વિનંતીઓ મળી રહી છે. હું તેમના વિચારો માટે તેમનો આભાર માનું છું.
તેમની ભાવનાને માન આપતાં, ખેલ રત્ન પુરસ્કાર આથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાશે!
જય હિન્દ!
મેજર ધ્યાનચંદ ભારતના અગ્રણી ખેલાડીઓમાંથી એક હતા જે ભારત માટે સન્માન અને ગૌરવ લાવ્યા હતા. તે યોગ્ય છે કે આપણા રાષ્ટ્રનું સર્વોચ્ચ રમત સન્માન તેમના નામ પર રાખવામાં આવશે.
ओलंपिक खेलों में भारतीय खिलाड़ियों के शानदार प्रयासों से हम सभी अभिभूत हैं। विशेषकर हॉकी में हमारे बेटे-बेटियों ने जो इच्छाशक्ति दिखाई है, जीत के प्रति जो ललक दिखाई है, वो वर्तमान और आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा है।
देश को गर्वित कर देने वाले पलों के बीच अनेक देशवासियों का ये आग्रह भी सामने आया है कि खेल रत्न पुरस्कार का नाम मेजर ध्यानचंद जी को समर्पित किया जाए। लोगों की भावनाओं को देखते हुए, इसका नाम अब मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार किया जा रहा है।
जय हिंद!"
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1743149)
Visitor Counter : 394
Read this release in:
Punjabi
,
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam