વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

ગુજરાત અને પશ્ચિમ બંગાળના ખેડૂતોએ પકવેલા ડ્રેગન ફ્રૂટની નિકાસ પહેલી વાર બ્રિટન અને બહેરિનમાં થઈ


એપીઇડીએ ખેડૂતોને તેમના ઉત્પાદનના વધારે સારા ભાવ મળે એ માટે યુરોપના અન્ય દેશોમાં ડ્રેગન ફ્રૂટની નિકાસ માટે પ્રયાસરત

પ્રધાનમંત્રીએ ઓલ ઇન્ડિયા રેડિયો પર જુલાઈ, 2020માં મન કી બાત કાર્યક્રમમાં કચ્છના ખેડૂતોને ફ્રૂટની ખેતી કરીને ભારતને એના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા બદલ અભિનંદન આપ્યાં હતાં

જ્યારે ફ્રૂટની નિકાસ બ્રિટન અને બહેરિન થઈ, ત્યારે પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થયું

Posted On: 03 AUG 2021 5:20PM by PIB Ahmedabad

ગુજરાત અને પશ્ચિમ બંગાળના ખેડૂતોએ પકવેલા રેષા અને ખનીજ તત્વોથી ભરપૂર વિદેશી ફ્રૂટ ‘ડ્રેગન ફ્રૂટની નિકાસને મોટું પ્રોત્સાહન મળ્યું છે. આ ફ્રૂટની નિકાસ પહેલીવાર બ્રિટનના લંડન અને બહેરિનમાં થઈ છે. ભારતમાં ડ્રેગન ફ્રૂટને કમલમ પણ કહેવામાં આવે છે.

જ્યારે લંડન નિકાસ થયેલા વિદેશ ફ્રૂટનો જથ્થો ગુજરાતના કચ્છ વિસ્તારના ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો અને ગુજરાતના ભરૂચમાં એપીઇડીએ રજિસ્ટર્ડ પેકહાઉસ દ્વારા નિકાસ થઈ હતી, ત્યારે બહેરિન નિકાસ થયેલા ડ્રેગન ફ્રૂટનો જથ્થો પશ્ચિમ મિદનાપોર (પશ્ચિમ બંગાળ)માં ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો અને કોલકાતામાં એપીઇડીએ રજિસ્ટર્ડ કંપનીએ એની નિકાસ કરી હતી.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001SVHU.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0025LBU.jpg

 

જૂન, 2021ની શરૂઆતમાં મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના તડસર ગામના ખેડૂતો પાસેથી ડ્રેગન ફ્રૂટનો જથ્થો મળ્યો હતો, જેને એપીઇડીએની માન્યતાપ્રાપ્ત નિકાસકાર દ્વારા દુબઈમાં નિકાસ થઈ હતી.

ભારતમાં ડ્રેગન ફ્રૂટનાં ઉત્પાદનનો પ્રારંભ 1990ના દાયકાની શરૂઆતમાં થયો હતો અને એનું વાવેતર ઘરના બગીચામાં થતું હતું. એની ઊંચી નિકાસ મૂલ્યને કારણે વિદેશી ડ્રેગન ફ્રૂટ દેશમાં છેલ્લાં થોડાં વર્ષોમાં અતિ લોકપ્રિય થયું છે અને વિવિધ રાજ્યોમાં ખેડૂતોએ એની ખેતી શરૂ કરી છે. ડ્રેગન ફ્રૂટની મુખ્ય ત્રણ જાત છેઃ ગુલાબી કવચ સાથે વ્હાઇટ ફ્લેશ, ગુલાબી કવચ સાથે રેડ ફ્લેશ અને પીળા કવચ સાથે વ્હાઇટ ફ્લેશ. જોકે ઉપભોક્તાઓ રેડ અને વ્હાઇટ ફ્લેશને વધારે પસંદ કરે છે.

અત્યારે ડ્રેગન ફ્રૂટનું વાવેતર મુખ્યત્વે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, આંધ્રપ્રદેશ અને આંદમાન અને નિકોબાર ટાપુઓમાં થાય છે. પશ્ચિમ બંગાળ આ વિદેશી ફ્રૂટની ખેતીમાં નવું સામેલ થયેલું રાજ્ય છે.

ડ્રેગન ફ્રૂટનું વૈજ્ઞાનિક નામ હાયલોસેરેયસ અનડેટસ છે, જેની ખેતી મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાં થાય છે તથા આ દેશો ભારતીય ડ્રેગન ફ્રૂટના મુખ્ય હરિફો છે.

ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે ઓછા પાણીની જરૂર છે અને વિવિધ પ્રકારની જમીનમાં એની ખેતી થઈ શકે છે. ફ્રૂટમાં રેષા, વિવિધ વિટામિન, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. આ ઓક્સિડેટિવ તણાવને કારણે નુકસાન થતા કોષને સુધારવામાં અને દહન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે તથા પાચન વ્યવસ્થા પણ સુધારે છે. ફ્રૂટની પાંદડીઓ અને ડાળીઓ કમળ જેવી હોવાથી એને કમલમ પણ કહેવામાં આવે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જુલાઈ, 2020માં ઓલ ઇન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતના રણ વિસ્તાર કચ્છમાં ડ્રેગન ફ્રૂટની ખેતી વિશે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કચ્છના ખેડૂતોને ફળની ખેતી કરીને એના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની સુનિશ્ચિતતા કરવા માટે અભિનંદન આપ્યા હતા. જ્યારે ફળની નિકાસ બ્રિટન અને બહેરિન થઈ છે, ત્યારે પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થયું છે.

એપીઇડીએ ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળે એ માટે યુરોપના અન્ય દેશોમાં પણ એની નિકાસ કરવા પ્રયાસ કરે છે.

એપીઇડીએ માળખાગત વિકાસ, ગુણવત્તાયુક્ત વિકાસ અને બજાર વિકાસ જેવા વિવિધ ઘટકો અંતર્ગત નિકાસકારોને સહાય પ્રદાન કરીને કૃષિલક્ષી અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત વાણિજ્ય વિભાગ વેપારી માળખું, બજારની સુલભતા માટેની પહેલ વગેરે જેવી વિવિધ યોજનાઓ મારફતે નિકાસને વેગ આપે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1742015) Visitor Counter : 368


Read this release in: English , Hindi