સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા યુઆઈડીએઆઈના રજિસ્ટ્રાર તરીકે આધાર માટે મોબાઇલ અપડેટ સેવા શરૂ કરવામાં આવી

Posted On: 29 JUL 2021 4:19PM by PIB Ahmedabad

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (આઈપીપીબી) એ આજે ​​જાહેરાત કરી કે તેણે ભારતની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (યુઆઈડીએઆઈ)ના રજિસ્ટ્રાર તરીકે આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે સેવા શરૂ કરી છે. હવે નિવાસી આધાર ધારક તેના મોબાઇલ નંબરને તેના ઘરઆંગણે પોસ્ટમેન દ્વારા આધારમાં અપડેટ કરી શકે છે. આ સેવા 650 આઈપીપીબી શાખાઓના વિસ્તૃત નેટવર્ક અને સ્માર્ટફોન અને બાયોમેટ્રિક ઉપકરણોથી સજ્જ 1,46,000 પોસ્ટમેન અને ગ્રામીણ ડાકસેવક દ્વારા ઉપલબ્ધ થશે .

આધાર મોબાઇલ નંબર અપડેટ કરીને લાભાર્થીની ઓળખ વિવિધ સેવાઓ માટે આધાર ઓટીપી દ્વારા કરી શકાય છે જેમ કે સરકારી પીડીએસ / ડીબીટી યોજનાઓ માટે નોંધણી, એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજના હેઠળ રાશન મેળવવું, નવા મોબાઇલ સિમ કનેક્શન માટે કેવાયસી, આધાર કાર્ડ વિગતોને ઓનલાઇન અપડેટ કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓ સેવાઓનો વપરાશ, આવકવેરા રીટર્નની ચકાસણી અને ઇપીએફઓ ને લગતી સેવાઓ વગેરે વગેરે...  

મોબાઇલ નંબર અપડેટ સુવિધા યુઆઈડીએઆઈ દ્વારા વિકસિત ચાઇલ્ડ એનરોલમેન્ટ લાઇટ ક્લાયંટ (સીઇએલસી) એપ્લિકેશનનો એક ભાગ છે. સીઈએલસી સેવાઓ હેઠળ, નાગરિકો મોબાઇલ નંબર ઉમેરી / અપડેટ કરાવી શકે છે તેમજ 5 વર્ષથી નીચેના બાળકોના આધાર માટે નોંધણી કરાવી શકે છે. હાલમાં, આઈપીપીબી ફક્ત મોબાઇલ અપડેટ સેવા પ્રદાન કરી રહી છે અને ખૂબ ટૂંક સમયમાં તેના નેટવર્ક દ્વારા બાળકોના આધાર નોંધણી સેવાને પણ સક્ષમ કરશે.

મોબાઈલ અપડેટ સર્વિસના લોકાર્પણ સમયે, શ્રી જે વેંકટ્રામુ, એમડી અને સીઈઓ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે કહ્યું કે, "આધાર દ્વારા સરકાર કરોડો લોકો સુધી પહોંચવામાં અને વિવિધ યોજનાઓ જેમ કે એલપીજી-પહેલ, MGNREGA વગેરે હેઠળ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર સીધા લાભાર્થીના બેંક ખાતામાં પહોંચાડવા માટે સક્ષમ છે ઉપરાંત પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇપીએફઓ અને સહાયક રાશન જેવી અન્ય ઘણી સેવાઓ સાથે આધાર કાર્ડના જોડાણ માટે આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવો એ જરૂરિયાત તેમજ ઉપયોગિતા અને સુરક્ષાના દ્રષ્ટિકોણથી તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ બની ગયું છે. પોસ્ટ ઓફિસોના સર્વવ્યાપક અને સુલભ નેટવર્ક દ્વારા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો યુઆઈડીએઆઇની મોબાઇલ અપડેટ સેવા અનબેન્કડ તેમજ અંડરબેન્કડ વિસ્તારો સુધી પહોંચાડી આઈપીપીબીના ડિજિટલ સેવાઓના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે.

યુઆઈડીએઆઈના સીઇઓ ડો.સૌરભ ગર્ગે જણાવ્યું હતું કે યુઆઈડીએઆઈ દ્વારા આધાર સંબંધિત સેવાઓ સરળ બનાવવાના તેમના સતત પ્રયત્નોમાં આઈપીપીબી દ્વારા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા મોબાઈલ અપડેટ સેવા શરૂ કરવામાં આવી  છે. એકવાર આધારમાં મોબાઇલ નંબર અપડેટ થયા પછી, દરેક આધાર ધારક યુઆઈડીએઆઈની ઘણી ઓનલાઇન અપડેટ સુવિધાઓ અને સરકારની અનેક કલ્યાણકારી સેવાઓનો લાભ મેળવી શકે છે.

ચીફ પોસ્ટ માસ્તર જનરલ ગુજરાત સર્કલથી સંદેશ

ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે બેન્કિંગ અને નાણાકીય સેવાઓનો વપરાશ ઓછો છે અથવા નથી, આધારમાં મોબાઇલ નંબર અપડેટ સેવા પોસ્ટ્સ અને આઈપીપીબી વિભાગની અન્ય નોંધપાત્ર ગ્રાહક કેન્દ્રિત પહેલ છે. પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો એવા લોકોના મોબાઇલ નંબરને અપડેટ કરવામાં સમર્થ હશે જેમને આસપાસમાં આધાર નોંધણી કેન્દ્ર નથી.એમ શ્રી બી.પી. સારંગી , ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, પોસ્ટ્ વિભાગએ જણાવ્યું હતું .

 

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વિશે

ભારત સરકારની માલિકીની 100% ઇક્વિટી ધરાવતા, પોસ્ટ ડિપાર્ટમેન્ટ, કોમ્યુનિકેશન મંત્રાલય હેઠળ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સબેંક (આઈપીપીબી) ની સ્થાપના કરવામાં આવી છે. આઈપીપીબીની શરૂઆત 1 સપ્ટેમ્બર, 2018 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. ભારતમાં સામાન્ય લોકો માટે સૌથી વધુ સુલભ, સસ્તી અને વિશ્વસનીય બેંક શરૂ કરવાના વિઝન સાથે બેંકની સ્થાપના કરવામાં આવી છે. આઇપીપીબીનો મૂળભૂત ઉદેશ્ય એ છે કે આ દેશના અનબેન્કડ તેમજ અંડરબેન્કડ વિસ્તારો સુધી બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરવાના અવરોધો દૂર કરી, 1,55,000 પોસ્ટઓફીસ (ગ્રામીણ વિસ્તારોમાં 135,000) અને 3,00,000 પોસ્ટકર્મચારીઓના નેટવર્કનો ઉપયોગ કરીને દેશના અંતિમ વિસ્તાર / અંતિમ માઇલ સુધી પહોંચવું.

આઈપીપીબીની પહોંચ અને તેનું ઓપરેટિંગ મોડેલ,  પોસ્ટ ડિપાર્ટમેન્ટના મુખ્ય આધાર સ્તંભો પર બનાવવામાં આવ્યું છે, જે સીબીએસ ઇન્ટિગ્રેટેડ સ્માર્ટફોન અને બાયોમેટ્રિક ડિવાઇસ દ્વારા ગ્રાહકોના ઘરના દરવાજે પેપરલેસ અને કેશલેસ બેન્કિંગને સરળ અને સલામત રીતે સક્ષમ કરે છે. સામૂહિક નવીનતાનો લાભ તેમજ જનતા માટે બેન્કિંગ સુવિધાની સરળતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી, આઈપીપીબી 13 ભાષાઓમાં ઉપલબ્ધ સાહજિક ઇન્ટરફેસ દ્વારા સરળ અને સસ્તું બેંકિંગ સોલ્યુશન્સ પહોંચાડે છે.

આઈપીપીબી કેશ લેસ અર્થવ્યવસ્થા તેમજ ડિજિટલ ભારતના સપનાને સાકાર કરવામાં ફાળો આપવા પ્રતિબદ્ધ છે. ભારતનો વિકાસ ત્યારે થશે જ્યારે દરેક નાગરિકને આર્થિક સુરક્ષિત અને સશક્તિકરણની સમાનતક મળશે. અમારું ધ્યેય સાચું છે દરેક ગ્રાહક મહત્વપૂર્ણ છે; દરેક વ્યવહાર નોંધપાત્ર છે, અને દરેક થાપણ મૂલ્યવાન છે.

આઈપીપીબી વિશે વધુ માહિતી માટે, www.ippbonline.com ની મુલાકાત લો.

SD/GP/JD

 

 

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1740329) Visitor Counter : 224


Read this release in: English