વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
કંડલા પ્રથમ ગ્રીન સેઝ (SEZ) બન્યું
સીઆઈઆઈનું આઈજીબીસી (ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ) ગ્રીન સિટીઝ પ્લેટિનમ રેટિંગ પ્રાપ્ત કર્યુ
કંડલા સેઝને આઈજીબીસી ગ્રીન પ્લેટિનમ પ્રદાન કરવામાં આવ્યું
પર્યાવરણની દૃષ્ટિએ સતત વિકાસ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરી રહી છે ભારત સરકાર
Posted On:
26 JUL 2021 6:02PM by PIB Ahmedabad
કંડલા સેઝ (કાસેઝ)ને આજે આઈજીબીસી પ્લેટિનમ રેટિંગથી નવાજવામાં આવ્યું.
KASEZ હાલના શહેરો માટે IGBC ગ્રીન સિટીઝ પ્લેટિનમ રેટિંગગ હાંસલ કરનારું પ્રથમ ગ્રીન સેઝ છે.
શ્રી સત્યદીપ મહાપાત્ર, સંયુક્ત વિકાસ કમિશનર અને શ્રી ચંદન સિંહ, એપ્રેઈઝર, વાણિજ્ય વિભાગ અને ડીજીએફટીના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાસેઝ ટીમને પ્લેક ભેટ આપવામાં આવ્યું.
કાસેઝ ટીમના પ્રયાસોની પ્રશંસા ખાસ કરીને એ તથ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી કે આ ભુજ ક્ષેત્રમાં પૂરું કરવામાં આવ્યું જ્યાં જળ સંરક્ષણ અને વનીકરણ મહત્વપૂર્ણ ઈન્ટરવેન્શન્સ છે. આ એક મોટી ઉપલબ્ધિ હતી અને ઈન્ડિયા@75 -આઝાદી કા અમૃત મહોત્સવના હિસ્સા તરીકે ગ્રીન એસઈઝેડ મિશન માટે સરકારની પ્રતિબદ્ધતા અંતર્ગત પરિકલ્પિત ગતિવિધિઓનો હિસ્સો છે. એ ધ્યાને લઈ શકાય છે કે ભારત સરકાર અનેક મંત્રાલયોને સામેલ કરનારા ઉપાયો અને પ્રયાસોની એક શ્રૃંખલાના માધ્યમથી પર્યાવરણીય રીતે સતત વિકાસ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરી રહી છે.
સીઆઈઆઈની ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઈજીબીસી) દ્વારા ગ્રીન માસ્ટર પ્લાનિંગ, નીતિગત પહેલ અને ગ્રીન બુનિયાદી માળખાના કાર્યાન્વયન માટે આઈજીબીસી પ્લેટિનમ રેટિંગ પ્રદાન કરાઈ છે.
આ માન્યતા કંડલા સેઝની હરિત પહેલ અને પ્રયાસોનું અનુકરણ કરવા માટે દેશના અન્ય તમામ એસઈઝેડ માટે માર્ગ મોકળો કરવા માટે તૈયાર છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1739219)
Visitor Counter : 345