સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

મંત્રીમંડળે “ભારત કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ અને આરોગ્ય તંત્ર તૈયારી પેકેજ: તબક્કા II”ને રૂપિયા 23,123 કરોડના ખર્ચ સાથે મંજૂરી આપી

Posted On: 08 JUL 2021 7:35PM by PIB Ahmedabad

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળેભારત કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ અને આરોગ્ય તંત્ર તૈયારી પેકેજ: તબક્કા II’ નામની નવી યોજનાને નાણાકીય વર્ષ 2021-21માં રૂપિયા 23,123ના ખર્ચ સાથે મંજૂરી આપી છે. યોજનાનો ઉદ્દેશ પીડિયાટ્રિક સંભાળ અને માપી શકાય તેવા પરિણામો સહિત આરોગ્ય માળખાકીય સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને વહેલા નિરાકરણ, નિદાન અને વ્યવસ્થાપન માટે તાત્કાલિક પ્રતિભાવના હેતુથી આરોગ્ય તંત્રની તૈયારીઓને વેગ આપવાનો છે.

પેકેજના તબક્કા-IIમાં કેન્દ્રીય ક્ષેત્ર (CS) અને કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાઓ (CSS) ઘટકો છે.

કેન્દ્રીય ક્ષેત્ર અંતર્ગત ઘટકો,

 

 • કેન્દ્રીય હોસ્પિટલો, એઇમ્સ અને અન્ય DoHFW અંતર્ગત રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાઓને (VMMC અને સફદરગંજ હોસ્પિટલ, દિલ્હી, LHMC અને SSKH, દિલ્હી, RML, દિલ્હી, RIMS, ઇમ્ફાલ અને NEIGRIMS, શિલોંગ, PGIMER, ચંદીગઢ, JIPMER, પુડુચેરી અને AIIMS દિલ્હી (હાલની AIIMS) અને PMSSY હેઠળ નવી AIIMS) કોવિડના વ્યવસ્થાપન માટે 6,688 બેડના પુનઃઉપયોગના હેતુ માટે સહકાર આપવામાં આવશે.
 • રાષ્ટ્રીય બીમારી નિયંત્રણ કેન્દ્ર (NCDC)ને જીનોમ સિક્વન્સિંગ મશીનો પૂરા પાડીને અને વૈજ્ઞાનિક નિયંત્રણ રૂમ, મહામારી ઇન્ટેલિજન્સ સર્વિસ (EIS) અને INSACOG સચિવાલય સહકાર આપીને તેમને મજબૂત બનાવવામાં આવશે.
 • દેશમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં હોસ્પિટલ વ્યવસ્થાપન ઇન્ફોર્મે સિસ્ટમ (HMIS)ના અમલીકરણ માટે સહકાર આપવામાં આવશે (હાલમાં, તેનો અમલ ફક્ત 130 જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે). તમામ જિલ્લા હોસ્પિટલોમાં NIC દ્વારા વિકસાવવામાં આવેલા -હોસ્પિટલ અને CDAC દ્વારા વિકસાવવામાં આવેલા -સુશ્રુત સોફ્ટવેર દ્વારા HMISનો અમલ કરવામાં આવશે. જિલ્લા હોસ્પિટલોમાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન (NDHM)ના અમલીકરણની દિશામાં સૌથી મોટું પ્રોત્સાહન રહેશે. સહકારમાં જિલ્લા હોસ્પિટલોને હાર્ડવેર ક્ષમતામાં વધારો કરવા માટેનો સહકાર પણ સામેલ છે.
 • -સંજીવની ટેલિ-કન્સલ્ટેશન પ્લેટફોર્મના રાષ્ટ્રીય આર્કિટેક્ચરમાં વિસ્તરણ કરવા માટે પણ સહકાર પૂરો પાડવામાં આવશે જેથી દરરોજ હાલમાં 50,000 ટેલિ-કન્સલ્ટેશન પૂરા પાડવામાં આવે છે તે ક્ષમતા વધારીને દરરોજ પાંચ લાખ ટેલિ-કન્સલ્ટેશન પૂરાં પાડવા સુધી લઇ જઇ શકાય. આમાં -સંજીવની ટેલિ-કન્સલ્ટેશન માટે દેશના તમામ જિલ્લામાં હબ વધુ મજબૂત બનાવીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડના દર્દીઓને કોવિડ સંભાળ કેન્દ્ર (CCCs) ખાતે ટેલિ-કન્સલ્ટેશન આપવા માટે સમર્થ બનાવવાનો સહકાર પણ સામેલ છે.
 • IT હસ્તક્ષેપો માટેનો સહકાર પણ પૂરો પાડવામાં આવશે જેમાં DoHFW ખાતે કેન્દ્રીય વૉર રૂમનું મજબૂતીકરણ, દેશના કોવિડ-19 પોર્ટલનું મજબૂતીકરણ, 1075 કોવિડ હેલ્પલાઇનો અને COWIN પ્લેટફોમ પણ સામેલ છે.

 

CSS ઘટકો અંતર્ગત, પ્રયાસોનો ઉદ્દેશ મહામારી સામે અસરકારક અને ઝડપથી પ્રતિભાવ માટે જિલ્લા અને પેટા જિલ્લા ક્ષમતા વધુ મજબૂત બનાવવાનો છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રકારે સહકાર આપવામાં આવશે:

 

 • તમામ 736 જિલ્લામાં પીડિયાટ્રિક એકમો બનાવવા, દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં પીડિયાટ્રિક ઉત્કૃષ્ટતા કેન્દ્ર (પીડિયાટ્રિક CoE) સ્થાપિત કરવા, (મેડિકલ કોલેજમાં અથવા રાજ્ય સરકારની હોસ્પિટલો અથવા એઇમ્સ, INI વગેરે જેવી કેન્દ્રીય હોસ્પિટલોમાં) જેથી ટેલિ-ICU સેવાઓ પૂરી પાડી શકાય, જિલ્લા પીડિયાટ્રિક એકમોની દેખરેખ થઇ શકે અને તેમને ટેકનિકલ જરૂરિયાતો આપી શકાય.
 • જાહેર આરોગ્ય સંભાળ તંત્રમાં 20,000 ICU બેડની વૃદ્ધિ જેમાંથી 20% બેડ પીડિયાટ્રિક ICU બેડ રહેશે.
 • હાલના CHC, PHC અને SHC (6-20 બેડના એકમો)માં વધારાના બેડ ઉમેરવા માટે પ્રિ-ફેબ્રિકેટેડ એટલે અગાઉથી તૈયાર કરવામાં આવેલા માળખા તૈયાર કરીને ગ્રામીણ, શહેરી વિસ્તારોની આસપાસ અને આદિવાસી વિસ્તારોમાં કોવિડ-19ના પગપેસારાને નાથવા માટે સમુદાયની નજીકમાં સંભાળ પૂરી પાડવી અને ટીઅર II તેમજ III સ્તરના શહેરો અને જિલ્લા વડામથકોમાં જરૂરિયાત અનુસાર વધારે મોટી ફિલ્ડ હોસ્પિટલો (50-100 બેડ) તૈયાર કરવા માટે જરૂરી સહકાર પણ પૂરો પાડવામાં આવશે.
 • દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક સહકારના ઉદ્દેશ સાથે મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ (MGPS) સાથેની 1050 લિક્વિડ મેડિકલ ઓક્સિજન સંગ્રહ ટેન્ક સ્થાપિત કરવામાં આવશે.
 • હાલની એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કરવો – 8,800 એમ્બ્યુલન્સ પેકેજ હેઠળ ઉમેરવામાં આવશે.
 • અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ઇન્ટર્ન અને MMBS, BSc, અને GNM નર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને કોવિડના અસરકારક વ્યવસ્થાપનમાં સામેલ કરવામાં આવશે
 •  “પરીક્ષણ, આઇસોલેટ અને સારવારઅનુસાર અને કોવિડ માટે યોગ્ય વર્તણુકનું હંમેશા પાલન કોવિડ-19 માટે અસરકારક રાષ્ટ્રીય નીતિ છે તેથી, દરરોજ ઓછામાં ઓછા 21.5 લાખ જાળવી રાખવા માટે રાજ્યોને સહકાર આપવામાં આવ્યો છે.
 • જિલ્લાઓને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે બફર સ્ટોક બનાવવા સહિત તેમની આવશ્યક દવાઓની જરૂરિયાતને પૂરી કરવા માટે લવચીક સહકાર આપવામાં આવશે.

 

ભારત કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ અને આરોગ્ય તંત્ર તૈયારી પરિયોજના: તબક્કો II” 01 જુલાઇ 2021ના રોજથી 31 માર્ચ 2022 સુધી રૂપિયા 23,123 કરોડના કુલ ર્ચે કેન્દ્ર અને રાજ્યના હિસ્સા સાથે નીચે ઉલ્લેખ કર્યા અનુસાર અમલમાં મૂકવામાં આવશે:

 • ECRP-II માં કેન્દ્રનો હિસ્સોરૂ.15,000 કરોડ
 • ECRP-II માં રાજ્યનો હિસ્સોરૂ.8,123 કરોડ

 

નાણાકીય વર્ષ 2021-22ના આગામી નવ મહિનામાં તાકીદની જરૂરિયાત પર ધ્યાન આપીને, કેન્દ્ર સરકારની હોસ્પિટલો/એજન્સીઓ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને તેમના બીજા ચરણના હાલના પ્રતિભાવમાં વધારો કરવા માટે અને વધતી મહામારી સામે તેમની ક્ષમતામાં વધારો કરવા માટે સહકાર આપવામાં આવશે જેમાં પરીધીય સુવિધાઓમાં જિલ્લા અને પેટા જિલ્લા સ્તર પણ સામેલ છે.

 

પૃષ્ઠભૂમિ:

ગયા વર્ષે માર્ચ 2020માં, જ્યારે દેશમાં કોવિડ-19 મહામારીના પ્રથમ ચરણનો સામનો કરવાનો આવ્યો ત્યારે પ્રધાનમંત્રીએભારત કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ અને આરોગ્ય તંત્ર તૈયારી પેકેજમાટે રૂપિયા 15,000 કરોડની કેન્દ્ર ક્ષેત્રની યોજનાની જાહેરાત કરી હતી, જેનાથી MoHFW અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયાસોને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને મહામારીના વ્યવસ્થાપન માટે આરોગ્ય તંત્રની પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2021ના મધ્યથી દેશમાં બીજા ચરણની શરૂઆત થઇ છે જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોની આસપાસ તેમજ આદિવાસી વિસ્તારોમાં મહામારીનો ફેલાવો વધારે પ્રમાણમાં થયો છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1733927) Visitor Counter : 285