સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
સરકારે છૂટક અને જથ્થાબંધ વેપારને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ તરીકે સામેલ કરવાની ઘોષણા કરી
Posted On:
02 JUL 2021 12:42PM by PIB Ahmedabad
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ), માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે છૂટક અને જથ્થાબંધ વેપારને એમએસએમઈ તરીકે સામેલ કરીને એમએસએમઈ માટે સંશોધિત દિશાનિર્દેશોની ઘોષણા કરી. એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અમે એમએસએમઈને મજબૂત બનાવવા અને તેમને આર્થિક પ્રગતિનું એન્જિન બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શ્રી ગડકરીએ કહ્યું કે સંશોધિત દિશાનિર્દેશોથી અઢી કરોડ છૂટક અને જથ્થાબંધ વેપારીઓને લાભ મળશે. તેમણે કહ્યું કે છૂટક અને જથ્થાબંધ વ્યાપારને અત્યાર સુધી એમએસએમઈના વ્યાપમાંથી બહાર રખાયા હતા પરંતુ હવે સંશોધિત દિશાનિર્દેશો અંતર્ગત છૂટક અને જથ્થાબંધ વ્યાપારને પણ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના દિશાનિર્દેશો અનુસાર પ્રાથમિકતાવાળા ક્ષેત્ર અંતર્ગત લોન પ્રાપ્ત કરવાનો લાભ મળશે.
સંશોધિત દિશાનિર્દેશો સાથે હવે છૂટક અને જથ્થાબંધ વેપારીઓને ઉદ્યોગ રજિસ્ટ્રેશન પોર્ટલ પર નોંધણી કરાવવાની અનુમતિ મળી રહેશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1732247)
Visitor Counter : 979