ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ વિના વિલંબે તમામ રાષ્ટ્રોને આર્થિક કૌભાંડો આચરનારા ફરાર ગુનેગારોનું પ્રત્યર્પણ કરવાનું આહ્વાન કર્યું


આખા વ્યાવસાયિક સમુદાયનું નામ ખરાબ કરનારા ગુનેગારોને એકલા પાડી દો- ઉપરાષ્ટ્રપતિએ ઔદ્યોગિક અગ્રણીઓને કહ્યું

સરકારોને લોક-લોભામણી નીતિઓની લાલચનો પ્રતિકાર કરવા અનુરોધ કર્યો

શ્રી નાયડુએ કહ્યું, ઉદ્યમશીલતાની ઇર્ષ્યા નહીં પણ પ્રશંસા થવી જોઇએ

ઉદ્યોગજગતને અર્થતંત્રના અન્ય ક્ષેત્રોમાં PPE કિટની સાફલ્ય ગાથાની જેવી કામગીરી માટે પ્રોત્સાહન આપ્યું

ભારતીય વ્યવસાયો માટે “આત્મનિર્ભર ભારત” એક વિરાટ તક છે - ઉપરાષ્ટ્રપતિ

શ્રી નાયડુએ ઉદ્યોગોને યુવાનોની કૌશલ્ય તાલીમમાં વધુ સક્રિય ભૂમિકા નિભાવવા અને ઉભરતા ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન આપવા માટે કહ્યું

Posted On: 05 MAR 2021 7:34PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે તમામ રાષ્ટ્રોને સુનિશ્ચિત કરવા માટે આહ્વાન કર્યું હતું કે, દેશમાં આર્થિક કૌભાંડો આચરીને વિદેશમાં ફરાર થઇ થયેલા ગુનેગારોને તાકીદના ધોરણે જ્યાં તેઓ વોન્ટેડ હોય તેવા દેશોમાં પ્રત્યર્પિત કરવાનું સુનિશ્ચ કરે. તેમણે કહ્યું હતું કે, જેઓ જનતાના નાણાં લૂંટે છે અને વિદેશમાં સેફ હેવનમાં રહે છે તેવા ગુનેગારો વિરુદ્ધ સખત તંત્ર હોવું જોઇએ.

આજે સુરતમાં દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક અને વેપારી સમુદાય સાથે વાર્તાલાપ કરતી વખતે ઉપરાષ્ટ્રપતિએ ઉદ્યોગોને અનુરોધ કર્યો હતો કે, સમગ્ર વ્યાવસાયિક સમુદાયનું નામ ખરાબ કરતા ગુનેગારોને તેઓ એકલા પાડી દે અને ભારપૂર્વક કહ્યું હતું કે, દેશમાં નૈતિકતાપૂર્ણ કોર્પોરેટ સુશાસનની જરૂરિયાત છે.

સરકારોને લોક-લોભામણી નીતિઓની લાલચનો પ્રતિકાર કરવાનો અનુરોધ કરતા ઉપરાષ્ટ્રપતિ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, સરકારોએ યોગ્ય માળખાગત સુવિધાઓના સર્જન, લોકો માટે સુવિધાઓ અને ઇકોસિસ્ટમ તેમજ કોઇપણ અવરોધો વગર વ્યાવસાયિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંપત્તિનું વિતરણ થાય તે પહેલાં તેનું સર્જન કરવું પડે છે અને સંપત્તિના સર્જકોને પૂરતો આદર આપવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ઉદ્યમશીલતાની પ્રશંસા કરવી જોઇએ, તેની ઇર્ષ્યા નહીં.”

પ્રસંગે, ઉપરાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે, “આત્મનિર્ભર ભારતપર વિશેષ ભાર મૂકવાથી ભારતીય વ્યવસાયો માટે તે વિરાટ તકોનું સર્જન કરે છે અને તેમને પ્રસંગે ઉદિત થઇને દેશમાં PPE કિટ્સની સાફલ્ય ગાથા જેવી કામગીરી અન્ય ક્ષેત્રોમાં પણ કરવા માટે કહ્યું હતું.

સંવાદ દરમિયાન તેમણે તથ્ય પર પ્રકાશ પાડ્યો હતો કે, લૉકડાઉન પહેલાં ભારતમાં PPE કિટ્સ અને N-95 જેવા ફેસમાસ્કની ઉત્પાદન ક્ષમતા લગભગ અવગણી શકાય એટલી ઓછી હતી પરંતુ ખૂબ ટુંકા સમયમાં, આપણે PPE કિટ્સના બીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, “આપણે આજે માત્ર આપણી માંગ પૂરી કરીએ છીએ એવું નથી પરંતુ આવશ્યક ચીજો કેટલાય દેશોમાં નિકાસ પણ કરી રહ્યાં છીએ.”

 ‘આત્મનિર્ભર ભારત અભિયાનને કોવિડ-19 મહામારીના કારણે શીખવા મળેલા એક મહત્વપૂર્ણ બોધપાઠ તરીકે વર્ણવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્રનો મોટો હિસ્સો હંમેશ માટે વિદેશી પૂરવઠા પર નિર્ભર ના રહી શકે. તેમણે સૌને સચેત કરતા કહ્યું હતું કે, આવી નિર્ભરતા આપણને વૈશ્વિક પૂરવઠા સાંકળમાં આવતા કોઇપણ અવરોધ અથવા વિક્ષેપની સ્થિતિમાં નિઃસહાય બનાવી શકે છે.

PPE કિટ્સ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ગ્રાહક ભાવોમાં આવેલા ધરખમ ઘટાડાનો ઉલ્લેખ કરતા શ્રી નાયડુએ કહ્યું હતું કે, મહામારીએ આપણને પણ શીખવ્યું છે કે, જો આપણા દેશમાં ણે આવી વસ્તુઓનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવી દઇએ તો છી આવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. આનાથી ગ્રાહકોને લાભ મળવાની સાથે સાથે વૈશ્વિક બજારોમાંથી આવી વસ્તુઓ ખરીદવા માટે આપણે જે કિંમતી વિદેશી હુંડિયામણ ખર્ચવું પડે છે તે પણ બચી શકે છે. સાથે તેમણે બાબતને પણ રેખાંકિત કરી હતી કે, આરોગ્ય સંભાળ, સંરક્ષણ, ઉર્જા અને માળખાગત સુવિધાના મુખ્ય ક્ષેત્રોમાં આત્મનિર્ભર થવાની જરૂર છે.

કોવિડ પહેલાના સમયમાં આર્થિક વૃદ્ધિમાં ભારતની મજબૂત ગતિનો સંદર્ભ ટાંકતા ઉપરાષ્ટ્રપતિએ વર્ષના અંદાજપત્રમાં 11.5 ટકાની પ્રસ્તાવિત આર્થિક વૃદ્ધિની આશાવાદ સાથે નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “દુનિયામાં મોટા અર્થતંત્રોમાં બેશકપણે દરને સર્વાધિક માની શકાય.”

તેમણે પ્રેક્ષકોને યાદ અપાવ્યું હતું કે, ભારત વેપાર અને વાણિજ્યમાં ભવ્ય પરંપરા ધરાવે છે અને કહ્યું હતું કે, આપણે ચોક્કસપણે આપણા ભવ્ય ભૂતકાળની કીર્તિ પાછી મેળવી શકીએ છીએ અને ભારતને ફરી એકવારસોને કી ચિડિયાબનાવી શકીએ છીએ.

ઝડપથી બદલાઇ રહેલા ટેકનોલોજીના પરિદૃશ્ય અને નજીક આવી રહેલી ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો ઉલ્લેખ કરતા શ્રી નાયડુએ ઉદ્યોગોને માટે તૈયાર રહેવા માટે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનો વસ્તીવિષયક લાભાંશ આપણનો આમાં નોંધપાત્ર ફાયદો કરાવે છે અને અભિપ્રાય આપ્યો હતો કે, આપણા યુવાનોને જો યોગ્ય રીતે કૌશલ્ય આપવામાં આવે, પ્રેરિત કરવામાં આવે અને યોગ્ય તકો પૂરી પાડવામાં આવે તો, તેઓ ઇચ્છિત પરિવર્તન લાવી શકે છે.

યુવાનોને કૌશલ્ય આપવા માટે સક્રિયતાપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે અને ઉભરતા ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન આપવા માટે ઉદ્યોગજગતને અનુરોધ કરતા, શ્રી નાયડુએ ભારપૂર્વક કહ્યું હતું કે, કોઇપણ અર્થતંત્રની સફળતાની ગાથા આલેખવામાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. વ્યવસાયની દુનિયામાં ગુજરાતી વ્યાવસાયિક સમુદાયે આપેલા સહકાર અને નવા પ્રવેશી રહેલા લોકોને તેમના દ્વારા આપવામાં આવતા સામુદાયિક સમર્થનની તેમણે પ્રશંસા કરી હતી અને તમામ વ્યાવસાયિકોને યુવા ઉદ્યોગસાહસિકોને સહકાર તેમજ માર્ગદર્શન આપીને બાબતનું અનુસરણ કરવા માટે પ્રેરિત કર્યા હતા.

આપણા યુવાનો માત્ર નોકરી વાંચ્છુકો ના હોવા જોઇએ પરંતુ તેઓ નોકરી આપનારા પણ હોવા જોઇએ તેવું કહેતા શ્રી નાયડુએ ભારતીય યુવાનોમાં ધરબાયેલી ઉદ્યમશીલતાની ભાવનાને ઉજાગર કરવા માટે ઉદ્યોગ-શૈક્ષણિક ઇન્ટરફેસને વધુ ઉન્નત કરવાનું આહ્વાન કર્યું હતું.

પ્રસંગે, ઉપરાષ્ટ્રપતિએ કોવિડ-19 મહામારી સામે લડવામાં ખાનગી ક્ષેત્રએ નિભાવેલી ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. તેમણે ટાંક્યું હતું કે, “આપણે માત્ર આપણા વિશાળ વસ્તી સમુદાયનું રસીકરણ નથી કરી રહ્યાં પરંતુ આપણે સંખ્યાબંધ ગરીબ દેશોને કોવિડ-19 રસીના સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવેલા ડોઝ વિનામૂલ્યે પૂરાં પાડી રહ્યાં છીએ.”

આકરી સ્પર્ધાના સમયમાં, જેઓ ટેકનોલોજીની ઉત્ક્રાંતિમાં શિખરે રહે તેવા રાષ્ટ્રો સાથે ભવિષ્ય જોડાયેલું હશે કે તે બાબતને ધ્યાનમાં લેતા શ્રી નાયડુએ ભારપૂર્વક કહ્યું હતું કે, દરેકના કૌશલ્યને સતત અપગ્રેડ કરવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, “આપણે આવિષ્કાર અને સંશોધનો કરવા પડશેઅને ખાનગી ક્ષેત્રોને અનુરોધ કર્યો હતો કે, તેઓ સંશોધન અને વિકાસમાં વધુ ખર્ચ કરે. તેમણે શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે અલગ CSR ભંડોળ રાખવાનું પણ આહ્વાન કર્યું હતું.

ભારતના મર્યાદિત સંસાધનોની નિષ્પક્ષ અને સમાન વહેંચણી માટેની વ્યવસ્થાને અમલમાં મુકવાની જરૂરિયાતને ધ્યાનમાં લેતા શ્રી નાયડુએ મંતવ્ય આપ્યું હતું કે, આવા વ્યવસ્થાતંત્રો લોકશાહીમાં શ્રેષ્ઠરૂપે શક્ય છે જ્યાં સુસાશનને દિશા આપવા માટે લોકોની ઇચ્છાને સર્વોપરી માનવામાં આવતી હોય. તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં, બંધારણીય હોદ્દાઓ પર લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે જેઓ લાંબા સમય સુધી લોકોની લાગણીની અવગણના કરી શકતા નથી.

આમ, લોકશાહી સાચા પ્રકારની તક પૂરી પાડે છે અને વ્યાવસાયિક જંગમાં વિજેતાઓની પસંદગી કરવામાં વ્યક્તિગત પક્ષપાતને દૂર કરીને વ્યવસાયમાં સૌના માટે સમાન તકો પૂરી પાડે છે.

શ્રી નાયડુએ સહકારી ચળવળમાં ગુજરાતની સફળતાની પણ પ્રશંસા કરી હતી. ભૂતકાળમાં કેટલીક સહકારી ચળવળો રાજનીતિ અને અંગત હિતોનો ભોગ બની હતી તેની નોંધ લેતા શ્રી નાયડુએ કહ્યું હતું કે, સમય સમગ્ર દેશમાં સહકારી ચળવળને મજબૂત બનાવવાનો છે.

સુરત તેના સિલ્ક અને હીરા માટે વિખ્યાત છે તે બાબતનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ સુરતને મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર બનાવવાનો અને દેશમાં વેપારના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો શ્રેય અહીંના લોકોએ કરેલા સખત પરિશ્રમ અને તેમની ઉદ્યમશીલતાની ભાવનાને આપ્યો હતો.

ગુજરાતના મંત્રી શ્રી ઇશ્વર પરમાર, સાંસદ (લોકસભા) શ્રી સી.આર. પાટીલ, સાંસદ (લોકસભા) શ્રીમતી દર્શના જરદોશ, SGCCIના ચેરમેન શ્રી દિનેશ નાવડિયા અને અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં



(Release ID: 1702796) Visitor Counter : 207