વહાણવટા મંત્રાલય
મેરિટાઇમ ઇન્ડિયા સમિટ – 2021માં ‘ચાબહાર દિવસ’ની ઉજવણી થઈ
Posted On:
04 MAR 2021 6:04PM by PIB Ahmedabad
વર્ચ્યુઅલ ફોર્મેટમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ સમિટ-2021ની બીજી એડિશનની સાથે સાથે ચાબહાર ડેની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમમાં ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાનના પરિવહન મંત્રી શ્રી કુદ્રાતુલ્લા ઝાકી, પ્રજાસત્તાક આર્મેનિયાના પ્રાદેશિક વહીવટી અને માળખાગત ક્ષેત્રના મંત્રી શ્રી સુરેન પપિક્યાન, ઇસ્લામિક પ્રજાસત્તાક ઇરાનના માર્ગ અને શહેરી વિકાસ મંત્રી મોહમ્મદ એસ્લામી, પ્રજાસત્તાક કઝાખસ્તાનના નાયબ ઉદ્યોગ અને માળખાગત વિકાસ મંત્રી શ્રી બેરિક કમાલિએવ, રશિયન સંઘના નાયબ ઉદ્યોગ અને વેપાર મંત્રી શ્રી ઓલેગ એન રયાઝાન્ત્સેવ અને પ્રજાસત્તાક ઉઝબેકિસ્તાનના નાયબ પરિવહન મંત્રી શ્રી મેરકોરિયેવ જસુર્બેક ઇર્ગાશેવિચ ઉપસ્થિત રહ્યાં છે અને સંબોધન કર્યું હતું. આ સત્રને ભારતના વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે પણ સંબોધન કર્યું હતું.
આ બેઠકની અધ્યક્ષતા રાજ્ય કક્ષાના કેન્દ્રીય (સ્વતંત્ર હવાલો) પોર્ટ, જહાજ અને જળમાર્ગ તથા રાજ્ય કક્ષાના કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કરી હતી, જેમણે ચાવીરૂપ સંબોધન પણ કર્યું હતું. સચિવ (પોર્ટ, જહાજ અને જળમાર્ગ મંત્રાલય) શ્રી સંજીવ રંજને દેશવિદેશના મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
આ બેઠકમાં મંત્રીઓએ પ્રાદેશિક જોડાણ વધારવા સંકલિત મલ્ટિ-મોડલ પરિવહન વ્યવસ્થા ઊભી કરવા ગાઢ સાથસહકાર સ્થાપિત કરવાની વધતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડો. જયશંકરે વર્ષ 2016માં આદરણીય પ્રધાનમંત્રીની ઇરાનની ઐતિહાસિક મુલાકાતને યાદ કરી હતી, જેમણે ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય સંધિ માટેનો માર્ગ મોકળો કર્યો હતો.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ કોવિડ રોગચાળા દરમિયાન માનવતાના ધોરણે સહાય પ્રદાન કરવા વિસ્તાર માટે ચાબહાર પોર્ટને “કનેક્ટિંગ પોઇન્ટ” (જોડાણ બિંદુ) ગણાવ્યું હતું. તેમણે ચાબહાર પોર્ટનો ઉલ્લેખ અફઘાનિસ્તાનની જનતાની શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે આપણી સહિયારી કટિબદ્ધતાના ભાગરૂપે પણ કરી હતી. ચાબહારે ભારતને કાબુલ સુધી માનવતાના ધોરણે પુરવઠાની નિકાસ કરવાની સુવિધા આપી છે અને અફઘાનિસ્તાનને એની નિકાસની તકોમાં વિવિધતા લાવવામાં પણ મદદ કરી હતી. શ્રી માંડવિયાએ પ્રાદેશિક જોડાણ વધારવા પર ભાર મૂક્યો હતો તેમજ ડીવીસી ફોર્મેટમાં આઇએનએસટીસી સંકલન પરિષદની આગામી બેઠક યોજવાની દરખાસ્ત સાથે આઇએનએસટીસીની સક્રિયતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જાણકારી આપી હતી કે, 31 જાન્યુઆરી, 2021 સુધી અમારા ટર્મિનલ પર આશરે 123 જહાજોનું આગમન થયું હતું. આઇપીજીસીએફઝેડએ અંદાજે 13,752 TEUs અને 1.8 મિલિયન ટન બલ્ક અને જનરલ કાર્ગોનું સંચાલન કર્યું છે. ચાબહાર પોર્ટ પર ટ્રાફિક વધારવા પર પ્રયાસો ચાલુ છે. તાજેતરમાં બે મોબાઇલ હાર્બન ક્રેન જાન્યુઆરી, 2021માં ઇટાલીથી વાયા મુંબઈ થઈને ઇરાન સુધી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે. વધુ ચાર ટૂંક સમયમાં પોર્ટ પર પહોંચશે.
સચિવ (પોર્ટ, જહાજ અને જળમાર્ગો) શ્રી સંજીવ રંજને ચાબહાર પોર્ટ વિકસાવવા અને એની ઉપલબ્ધિઓ માટે ભારતીય જોડાણના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે મધ્ય એશિયા અને અફઘાનિસ્તાનના બધી બાજુ જમીન સરહદથી ઘેરાયેલા દેશોને ટેકો આપવા અવરજવરના કેન્દ્ર તરીકે ચાબહાર પોર્ટની ભૂમિકા પર ભાર પણ મૂક્યો હતો, જેણે ખુલ્લા દરિયાની સુલભતા પ્રદાન કરી છે, કાર્યદક્ષતા લાવીને લોજિસ્ટિક્સ ખર્ચ અસરકારક જાળવી છે તથા વિશ્વસનિય અને સલામત પરિવહન કોરિડોર ઊભો કર્યો છે
મંત્રીસ્તરીય ખુલ્લા સેશન પછી બે વેબિનાર સેશનનું આયોજન થયું હતું, જેમાં પ્રસિદ્ધ મહાનુભાવો અને વ્યક્તિઓએ હાજરી આપી હતી, જેમાં ઇરાનના માર્ગ અને શહેરી વિકાસના નાયબ મંત્રી તથા પોર્ટ્સ અને મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશનના મેનેજિંગ ડાયરેક્ટર મોહમ્મદ રસ્તાદ; ઇસ્લામિક પ્રજાસત્તાક ઇરાન (એરએઆઈ)ના માર્ગ અને શહેરી વિકાસના ઉપમંત્રી, રેલવે બોર્ડના ચેરમેન અને પ્રેસિડન્ટ ડો. સૈયદ રસૌલી; અફઘાનિસ્તાનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડાયરેક્ટર જનરલ ડો. દાવૂદ મોરદિયાન; ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાનના કોન્સ્યુલેટ જનરલ ઝાકિયા વાર્ડક; પ્રજાસત્તાક અઝરબૈજાનના પરિવહન, સંચાર અને હાઈ ટેકનોલોજીસ મંત્રાલય અંતર્ગત સ્ટેટ મેરિટાઇમ એજન્સીના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ફરહાદ મામ્માદોવ સામેલ હતા.
SD/GP/JD
(Release ID: 1702578)
Visitor Counter : 282