સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોની સંખ્યા 5,000 કરતાં ઓછી


18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નથી નોંધાયું

લગભગ 83 લાખ લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી

Posted On: 15 FEB 2021 12:19PM by PIB Ahmedabad

ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે 1.39 લાખ (1,39,637) નોંધાઇ છે. ભારતમાં પુષ્ટિ થયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ માત્ર 1.28% રહ્યું છે.

33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ્યાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યા 5,000 કરતાં ઓછી નોંધાઇ છે. ત્રિપુરા, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલીમાં હાલમાં પ્રત્યેકમાં સક્રિય કેસોની સંખ્યા 2 છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001R5D9.jpg

 

કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટક આ ત્રણ રાજ્યોમાં ભારતના કુલ સક્રિય કેસોમાંથી 77% દર્દીઓ (76.5%) છે. કેરળ, મહારાષ્ટ્રમાં જ કુલ સક્રિય કેસોમાંથી 74.72% દર્દીઓ છે.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VTHE.jpg

 

અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડથી એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં આસામ, રાજસ્થાન, ઓડિશા, આંધ્રપ્રદેશ, હરિયાણા, ઝારખંડ, ઉત્તરાખંડ, મણીપુર, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, મેઘાલય, સિક્કિમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે.

ઉપરાંત, દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા એક અઠવાડિયામાં એકપણ દર્દીનું મૃત્યુ નથી થયું. આમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), લક્ષદ્વીપ, મણીપુર, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WNM9.jpg

 

દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત 15 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં રસી લેનારા કુલ લાભાર્થીઓનો આંકડો લગભગ 83 લાખ સુધી પહોંચી ગયો છે.

આજે સવારે 8 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, આજદિન સુધીમાં કુલ 1,73,729 સત્રોમાં કુલ 82,85,295 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. આમાં 59,88,113 HCW (1લો ડોઝ), 24,561 HCW (2જો ડોઝ) અને 22,72,621FLW (1લો ડોઝ) સામેલ છે.

જે લાભાર્થીઓએ રસીકરણના 28 દિવસ દરમિયાનન પ્રથમ ડોઝ લીધો હોય તેમને 13 ફેબ્રુઅારી 2021થી કોવિડ-19 વિરોધી રસીનો બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

અનુક્રમ નંબર

 

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા લાભાર્થીઓ

1લો ડોઝ

2જો ડોઝ

કુલ ડોઝ

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

3,646

0

3,646

2

આંધ્રપ્રદેશ

3,56,521

5,820

3,62,341

3

અરુણાચલ પ્રદેશ

15,633

461

16,094

4

આસામ

1,27,658

2,215

1,29,873

5

બિહાર

4,92,152

0

4,92,152

6

ચંદીગઢ

8,660

143

8,803

7

છત્તીસગઢ

2,62,092

895

2,62,987

8

દાદરા અને નગર હવેલી

2,922

41

2,963

9

દમણ અને દીવ

1,121

30

1,151

10

દિલ્હી

1,89,351

1,856

1,91,207

11

ગોવા

13,166

517

13,683

12

ગુજરાત

6,83,903

0

6,83,903

13

હરિયાણા

1,95,764

588

1,96,352

14

હિમાચલ પ્રદેશ

81,482

475

81,957

15

જમ્મુ અને કાશ્મીર

1,28,822

807

1,29,629

16

ઝારખંડ

2,06,182

2,209

2,08,391

17

કર્ણાટક

4,96,234

0

4,96,234

18

કેરળ

3,58,529

46

3,58,575

19

લદાખ

2,904

77

2,981

20

લક્ષદ્વીપ

1,776

0

1,776

21

મધ્યપ્રદેશ

5,57,105

0

5,57,105

22

મહારાષ્ટ્ર

6,82,744

189

6,82,933

23

મણીપુર

22,726

169

22,895

24

મેઘાલય

13,998

91

14,089

25

મિઝોરમ

11,680

74

11,754

26

નાગાલેન્ડ

9,695

123

9,818

27

ઓડિશા

4,12,046

0

4,12,046

28

પુડુચેરી

5,953

71

6,024

29

પંજાબ

1,03,799

59

1,03,858

30

રાજસ્થાન

6,10,088

0

6,10,088

31

સિક્કિમ

8,335

0

8,335

32

તમિલનાડુ

2,46,420

1,154

2,47,574

33

તેલંગાણા

2,78,915

3,273

2,82,188

34

ત્રિપુરા

69,196

366

69,562

35

ઉત્તરપ્રદેશ

8,58,602

0

8,58,602

36

ઉત્તરાખંડ

1,10,326

0

1,10,326

37

પશ્ચિમ બંગાળ

5,14,570

2,382

5,16,952

38

અન્ય

1,16,018

430

1,16,448

 

કુલ

82,60,734

24,561

82,85,295

 

 

રસીકરણના 30મા દિવસે (14 ફેબ્રુઆરી 2021) 877 સત્રોનું આયોજન કરીને કુલ 21,437 લાભાર્થીને રસી આપવામાં આવી હતી. આમાંથી 20,504 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 933 HCW રસીનો બીજો ડોઝ મેળવ્યો હતો.

દેશમાં કોવિડ વિરોધી રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દૈનિક ધોરણે ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

 

 

 

ભારતમાં રસી લેનારાની કુલ સંખ્યામાંથી 69% લાભાર્થીઓ 10 રાજ્યોમાં છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 10.4% (8,58,602) લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

 

 

 

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1.06 કરોડ (1,06,21,220) નોંધાઇ છે. સાજા થવાનો દર 97.29% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 9,489 દર્દીઓ સાજા થવાથી તેમને રજા આપવામાં આવી છે.

 

નવા સાજા થયેલામાંથી 79.5% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

સૌથી વધુ સાજા થનારા દર્દીઓની સંખ્યા કેરળમાં નોંધાઇ છે જ્યાં નવા 4,692 દર્દી સાજા થયા છે (કુલ સાજા થયેલામાંથી લગભગ 50% દર્દીઓ). આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 1,355 દર્દી જ્યારે કર્ણાટકમાં વધુ 486 દર્દી સાજા થઇ ગયા છે.

 

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ નવા સંક્રમિતોની સંખ્યા 11,649 નોંધાઇ છે.

દૈનિક ધોરણે નવા નોંધાયેલા 86.4% કેસ 6 રાજ્યોમાંથી છે.

દેશભરમાં કેરળમાં એક દિવસમાં સૌથી વધુ નવા 4,612 દર્દી પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં વધુ 4,092 જ્યારે તમિલનાડુમાં નવા 470 દર્દી પોઝિટીવ નોંધાયા છે.

 

 

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 90 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

નવા મૃત્યુઆંકમાં 80% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ (40) મૃત્યુઆંક નોંધાયો છે જ્યાં કુલ મૃત્યુઆંકમાંથી લગભગ 44.44% દર્દીઓ છે. તે પછીના ક્રમે, કેરળ અને તમિલનાડુમાં અનુક્રમે વધુ 16 અને 6 દર્દીના દૈનિક ધોરણે મૃત્યુ નોંધાયા છે.

SD/GP/JD

****

 


(Release ID: 1698078) Visitor Counter : 321


Read this release in: English