નાણાં આયોગ

ડીજીજીઆઈ, સુરત ઝોનલ યુનિટ દ્વારા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને સંભવિત કરચોરી ની તપાસ

Posted On: 30 JUL 2020 5:27PM by PIB Ahmedabad

ગુજરાતી ભાષાના અમુક અખબારો જેવાકે દિવ્ય ભાસ્કર, ગુજરાતમિત્ર સંદેશ અને ગુજરાત સમાચાર માં આજે એક સમાચાર પ્રકાશિત થયા છે કે ડાયરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ, સુરત ઝોનલ યુનિટ અમુક બિલ્ડરો સામે સર્વિસ ટેક્સ  અને જીએસટી ના કેસોની તાપસ કરી રહ્યું જે અંતર્ગત તેમની પાસેથી છેલ્લા આઠ વર્ષ ના દસ્તાવેજ માંગીને હેરાનગતિ કરવામાં આવી રહી છે. પ્રકાર ના સમાચાર અન્ય અખબાર સામના ટાઈમ્સ માં તારીખ 29.07.2020 ના રોજ હિન્દી અને ગુજરાતી માં પણ પ્રકાશિત થયા છે.

            આ સંદર્ભે, જણાવવામાં આવે છે કે ડિજીજીઆઈ, હેડકવાર્ટર, નવી દિલ્હી ને ફાઇનાન્સિઅલ ઇન્ટેલિજન્સે યુનિટ નવી દિલ્હી દ્વારા પુરી પાડવામાં આવેલી માહિતી ના આધારે ચોક્કસ વ્યક્તિઓ, ભાગીદારી કંપનીઓ, ખાનગી લિમિટેડ કંપનીઓના સંભવિત વ્યવહારોના સંભવિત કેસમાં એક્સાઈઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અથવા જીએસટીના સંભવિત વ્યવહારોની ચકાસણી કરવાની જવાબદારી ડીજીજીઆઈસુરત ઝોનલ યુનિટ ને સોંપવામાં આવી છે. વ્યવહારો મોટે ભાગે નોટબંધી ના સમયગાળા ના લગતા અને કેટલાક કિસ્સાઓમાં તે પહેલાં ના સમયના હોય છેપણ તપાસ એકલા બિલ્ડરો તપાસ એકલા બિલ્ડરો સામે નહિ, પરંતુ સમગ્ર વ્યવસાય ધારકો સામે થઇ રહી છે.

            આ કચેરી ઉપરોક્ત જણાવેલ સહીત ના પ્રિન્ટ મીડિયાના સમગ્ર સમુદાય નો જીએસટી શાસન હેઠળ કર પાલનની અને ડીજીજીઆઈ પાંચ વર્ષથી વધુ કરચોરીના કેસોની તપાસ કરી શકશે નહીં માહિતી વિષે જાગૃતિ ફેલાવવા માટે આભારી છે, જેથી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી સંભવિત ખોટી પજવણી સામે વ્યવસાય ધારકો ને બચાવી શકાય છે. સાથેજ કચેરી દ્વારા મીડિયા પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મીડિયા કોઈ પણ જાત ના પક્ષપાત વગર હંમેશા સાચી ખબર આપે અને તથ્યોની ખાતરી કર્યા વિના ખોટી માહિતી ફેલાવવા થી દૂર રહે.

            ગયા વર્ષે જુલાઇમાં નવ નિયુક્ત એડીશ્નલ ડાયરેક્ટર જનરલ કાર્યાલયમાં કાર્યભાર સંભાળ્યો ત્યારથી ડીજીજીઆઈ, સુરત ઝોનલ યુનિટ ઝોનના કરચોરો સામે સતત કામ કરી રહ્યું છે. કરચોરી નું દુષણ જે દેશના આર્થિક વિકાસને અવરોધે છે અને પ્રામાણિક કરદાતાઓ ને પણ અન્યાય કરે છે તેને અસરકારક રીતે કાબૂમાં લેવા માટે કચેરી દ્વારા  સતત નિષ્ઠાવાન પ્રયાસો કરવામાં આવ્યા છે. અગાઉના નાણાકીય વર્ષના 551.975 કરોડના કરચોરી ની સરખામણીએ વરસમાં રૂ 1526.81 કરોડ ની ચોરી પકડવામાં જે સફળતા મળી છે તે મીડિયા સહિતના તમામ હિત ધારકોના સક્રિય સહયોગ વિના શક્ય હોત.

            આ કચેરી ના સમગ્ર નિષ્ઠાવાન પ્રયાસો છતાં, હજી પણ પજવણીનાં પ્રસંગો હોઈ શકે છે. આવી ફરિયાદોના ચોક્કસ કેસો, જો કોઈ હોય તો, કૃપા કરીને adgdggi-szu[at]gov[dot]in પર મેઇલ દ્વારા, 0261-2291500 પર ફોન દ્વારા, 2291522 પર (ફેક્સ) દ્વારા અથવા વ્યક્તિગત રીતે રૂબરૂ મળીને  એડીશ્નલ ડાયરેક્ટર જનરલ ના ધ્યાન પર લાવી શકાય છે.



(Release ID: 1642399) Visitor Counter : 203


Read this release in: English