પર્યાવરણ અને વન મંત્રાલય

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી વિશ્વ વાઘ દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના લોકોને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સમર્પિત કરશે

Posted On: 27 JUL 2020 2:36PM by PIB Ahmedabad

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર વિશ્વ વાઘ દિવસ 2020ની પૂર્વ સંધ્યાએ ભારતના લોકોને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સમર્પિત કરશે જેમાં વાઘની વસ્તીની દેખરેખમાં વન્યજીવનના સર્વેક્ષણ માટે વિશ્વના સૌથી મોટા કેમેરા ટ્રેપ તરીકે દેશના પ્રયત્નોને માન્યતા આપવામાં આવી છે.

આ કાર્યક્રમ રાષ્ટ્રીય મીડિયા સેન્ટર, નવી દિલ્હીમાં આયોજિત થશે અને 28મી જુલાઈએ સવારે 11 વાગ્યાથી નીચેની લિંક https://youtu.be/526Dn0T9P3E પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ આયોજનમાં દેશભરમાંથી આશરે 500 જેટલા સહભાગીઓ જોડાશે તેવી અપેક્ષા છે.

રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ટાઇગર રેંજવાળા દેશોના શાસનાધ્યક્ષોએ 2022 સુધીમાં વાઘ સંરક્ષણ અંગે સેન્ટ પીટર્સબર્ગની ઘોષણા પર હસ્તાક્ષર કરીને તેમની સીમામાં વાઘની સંખ્યાને બમણી કરવાનો સંકલ્પ કર્યો હતો. આ બેઠક દરમિયાન 29 જુલાઈને વિશ્વભરમાં વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું, ત્યારથી તે વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને પ્રસાર કરવા માટે ઉજવવામાં આવે છે.

ગત વર્ષે આ જ વિશ્વ વાઘ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુનિશ્ચિત કરેલા વર્ષ 2022ના લક્ષ્યાંક વર્ષથી ચાર વર્ષ અગાઉ વાઘની સંખ્યાને બમણી કરવાના ભારતના સંકલ્પને પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. રશિયામાં 2010માં વાઘના સંરક્ષણ અંગેના સેન્ટ પીટર્સબર્ગ ઘોષણામાં 2022 સુધીમાં વાઘની ​​સંખ્યા બમણી કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.ભારતમાં હવે વૈશ્વિક વાઘની લગભગ 70% વસ્તી છે.

પર્યાવરણ મંત્રી દ્વારા નવી વેબસાઇટ શરૂ કરવામાં આવશે અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ ઓથોરિટીના આઉટરીચ જર્નલને અન્ય વસ્તુઓની સાથે બહાર પાડશે તેવી સંભાવના છે. આ સમારોહને નીચેની લિંક https://youtu.be/526Dn0T9P3E પર લાઇવ જોઈ શકાશે.

 

SD/GP/BT

 



(Release ID: 1641547) Visitor Counter : 580