પ્રવાસન મંત્રાલય
ઇન્ડિયા ટુરિઝમ મુંબઇએ 15-21 જૂન દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કર્યો
“યોગની શરૂઆત હંમેશા તંદુરસ્ત અને ખુશ રહેવા માંગતી એક વ્યક્તિથી થઇ શકે” - શ્રી સ્વામી સચ્ચિદાનંદ, યોગ સૂત્ર
Posted On:
15 JUN 2020 3:53PM by PIB Ahmedabad
પોતાની જાતને પ્રેમ કરવાની શરૂઆત પોતાના આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવાથી થાય છે. યોગ અને સુખાકારી એક એવો અભિગમ છે જેનાથી પોતાની જાતને પ્રેમ કરી શકાય છે અને શરીર, મન તેમજ આત્માના સૂમેળથી તે હાંસલ કરી શકાય છે.
દેશવાસીઓમાં આ સંદેશો વ્યક્ત કરવા માટે, ઇન્ડિયા ટુરિઝમ મુંબઇની કચેરી દ્વારા આગામી સમયમાં આવી રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખીને પ્રચાર પ્રવૃત્તિઓની શ્રૃંખલા શરૂ કરવામાં આવી છે જેમાં "યોગ @ હોમ એન્ડ યોગ વિથ ફેમિલી” (ઘરમાં યોગ અને પરિવાર સાથે યોગ) શીર્ષકની મુખ્ય થીમ અંતર્ગત "સ્વજાતને પ્રેમ” નામની પેટા થીમને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. આ પ્રવૃત્તિઓ 15 જૂનથી 21 જૂન દરમિયાન યોજવામાં આવી છે. લૉકડાઉનના સમય દરમિયાન તંદુરસ્ત મન અને શરીરની આત્મ-સભાન સ્થિતિને ચલિત કરવાના ઉદ્દેશ્ય સાથે, આ પ્રવૃત્તિઓ વર્ચ્યુઅલ માધ્યમથી તમામ લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
15 જૂનથી શરૂ થતી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓની વિગત અહીં દર્શાવ્યા પ્રમાણે છે:-
- સુખાકારી પર્યટન પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા જે ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ (IITTM)ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી છે.
- યોગ દિવસ પરંપરાગત ભારતીય આરોગ્યપ્રદ ભોજન સ્પર્ધા જે પશ્ચિમ અને મધ્ય પ્રાંતમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી છે.
- પશ્ચિમ અને મધ્ય પ્રાંતમાં 15 થી 21 જૂન દરમિયાન ઝૂમ રૂમ પર ઇન્ડિયા ટુરિઝમ મુંબઇ પર પ્રાદેશિક વેબિનાર્સનું આયોજન જેમાં સુખાકારી સંબંધિત વિષયો, યોગ પ્રદર્શન અને સુખાકારી તરફ પ્રયાણ જેવા વિષયો સમાવી લેવામાં આવ્યા છે.
- ઇન્ડિયા ટુરિઝમ મુંબઇના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર આંતરરાષ્ટ્રીય યોગ શિક્ષક સીતુ ટી.જે. (એન્ટે યોગના સ્થાપક) દ્વારા 15થી 21 જૂન દરમિયાન છ દિવસ માટે પ્રારંભિક ઉમેદવારોને ધ્યાનમાં રાખીને યોગના લાઇવ વર્ગોનું આયોજન.
- ભારતના પશ્ચિમી પ્રાંતમાં આવેલા વિવિધ સુખાકારી કેન્દ્રો અને સંસ્થાઓનો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારે પ્રચાર.
ઇન્ડિયા ટુરિઝમ મુંબઇ સુખાકારી પ્રવાસન અને પરંપરાગત ભારતીય આરોગ્યપ્રદ ભોજન વિષય પર પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરીને દેશની યુવા પ્રતિભા સાથે જોડાવા માંગે છે. આ સ્પર્ધા ખાસ પશ્ચિમ અને મધ્ય પ્રાંતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ (IITTM) અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી રહી છે જેથી, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવા જીવંત અને સક્રિય પ્રસંગોમાં યુવાનો વધુને વધુ સંખ્યામાં સમાવી શકાય.
તેનો અન્ય એક ઉદ્દેશ્ય ઇન્ડિયા ટુરિઝમ મુંબઇની કચેરીના ઝૂમ રૂમ (500 પેક્સની ક્ષમતા) પર દૈનિક પ્રાદેશિક વેબિનારનું આયોજન કરીને સુખાકારી અંગે નિષ્ણાતો દ્વારા ચર્ચા અને વિવિધ સુખાકારી કેન્દ્રો અંગે સામાન્ય લોકોમાં માહિતીનો પ્રસાર કરવાનો પણ છે. આ ચર્ચાઓ અને પ્રેઝન્ટેશન 15 જૂનથી 21 જૂન દરમિયાન દરરોજ સાંજે 5.00 વાગે યોજવામાં આવશે. ઇન્ડિયા ટુરિઝમ મુંબઇએ આ માટે કેટલાક ખ્યાતનામ વક્તાઓનો સંપર્ક કર્યો છે જેમાં સુખાકારી ક્ષેત્રના શ્રી હરીશ શેટ્ટી, રંજના બલાયન, સંત શ્રી નામદેવજી, ગૌરવ ગુરગટે, ડૉ. બાતી પાંડે પણ સામેલ છે જેઓ અાહર્વેદ, પ્રબળ માનસિકતા દ્વારા લવચિકતાનું નિર્માણ, યોગ શું છે, વેદાંત: ભારતની સંસ્કૃતિનો સાર, અનુક્રમે માનસિક અને શારીરિક પ્રતિકારકતા વગેરે વિષય પર વક્તવ્ય આપશે. ખ્યાતનામ પર્યટન લેખક અને બ્લૉગર તેમજ બ્રીથ-ડ્રીમ-ગો, મેરિલેન વૉર્ડના સ્થાપક પણ ભારતમાં યોગ માટે પર્યટન વિશે વક્તવ્ય આપશે.
- એક અઠવાડિયા સુધી ચાલનારી આ ઉજવણીમાં હાથ ધરવામાં આવેલી અન્ય એક પહેલ બિગનર્સ માટે લાઇવ યોગના વર્ગોનું આયોજન છે જે ઇન્ડિયા ટુરિઝમ મુંબઇના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હેન્ડ્સ પર બતાવવામાં આવશે. આ સત્રોમાં આંતરરાષ્ટ્રીય યોગ શિક્ષક સીતુ ટી.જે., એન્ટે યોગ ઉદયપુરના સ્થાપક દર્શકોને માર્ગદર્શન આપશે અને આ સત્ર 15થી 21 જૂન દરમિયાન દરરોજ સવારે 6.30 કલાકે યોજવામાં આવશે. આ સત્રોનું આયોજન વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દર્શકોમાં અને તેમના આપ્તજનોમાં યોગની પ્રેક્ટિસની સુવિધા પૂરી પાડવા માટે અને તેમની માનસિક સજાગતા વધારવાના આશયથી તેમજ આરોગ્યપ્રદ જીવનશૈલી સ્થાપિત કરવા માટે કરવામાં આવ્યું છે. (ફેસબુક : @touristofficemumbai અને ઇન્સ્ટાગ્રામ : indiatourism_mumbai)
સંખ્યાબંધ સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં કેટલીક વ્યાપકપણે જાણીતી સુખાકારી સંસ્થાઓ, રીટ્રિટ્સ અને યોગ કેન્દ્રો દર્શાવવામાં આવશે જે ઇન્ડિયા ટુરિઝમ મુંબઇના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરના સત્તાવાર પેજ પર લાઇવ જોવા મળશે.
ઇન્ડિયા ટુરિઝમ મુંબઇની તાજેતરની સત્તાવાર બ્લૉગ સાઇટ પર પણ યોગ અને સુખાકારીના વિષય પર સંબંધિત કેટલીક ખાસ સ્ટોરી અને લેખો મૂકવામાં આવશે. કોઇપણ વ્યક્તિ
https://indiatourismmumbai.wordpress.com/ પર લોગ ઇન કરીને આ સ્ટોરી અને લેખો જોઇ શકે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દરમિયાન લોકોના આરોગ્યને પુનર્જિવિત કરવાનો ઇન્ડિયા ટુરિઝમ મુંબઇનો પ્રયાસ ભારતના ભવ્ય યોગ વારસા અને સુખાકારી પર્યટનને પ્રસ્તૂત કરવાના મહાન પ્રયાસો સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
મુંબઇ ખાતે આવેલી ઇન્ડિયા ટુરિઝમની કચેરી પશ્ચિમ અને મધ્ય પ્રાંતમાં પર્યટન મંત્રાલયની પ્રાદેશિક કચેરી છે અને તે પશ્ચિમ અને મધ્ય પ્રાંતમાં રાજ્ય સરકારોના પર્યટન વિભાગો અને હિતધારકો સાથે સંકલન કરીને પર્યટન માટેની ભારત સરકારની નીતિઓ અને કાર્યક્રમોના પ્રચાર તેમજ અમલીકરણની કામગીરી સંભાળે છે.
GP/DS
(Release ID: 1631682)
Visitor Counter : 285