માહિતી અને પ્રસારણ મંત્રાલય

એર ઇન્ડિયાના મુસાફરોને શિકાગોથી દિલ્હી સુધી પહોંચવા માટે ત્રણ ગણો ટિકિટ ચાર્જ આપવો પડ્યો એવા વાયરલ વિડીયો ના સમાચાર ખોટા


એર ઇન્ડિયાની શિકાગોથી દિલ્હીની કોઈ ફ્લાઇટ જ નથી

Posted On: 08 MAY 2020 11:47AM by PIB Ahmedabad

એક વાયરલ વિડીયોમાં એવો દાવો કરાયો છે કે એર ઇન્ડિયાની શિકાગોથી દિલ્હીની ફ્લાઈટમાં social distancing ના નિયમો પળાયા નહોતા અને મુસાફરો પાસેથી ત્રણ ગણો ચાર્જ વસૂલ કરવામાં આવતા મુસાફરોએ ખૂબ દલીલો કરવી પડી હતી .નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારત સરકાર તરફથી આ સમાચાર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વિમાન વાસ્તવમાં પડોશી દેશની એરલાઇન નું વિમાન હતું નહીં કે ભારતની એર ઇન્ડિયાનું. સમાચાર ને ફગાવી દેતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એમ પણ કહ્યું છે કે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાનું ટાઈમ ટેબલ ભારત સરકારે જાહેર કરી દીધું છે અને તેમાં મુસાફરો પાસેથી વધારાનો ચાર્જ લેવાની કોઈ દરખાસ્ત નથી .પશ્ચિમ એશિયા ,દક્ષિણ પૂર્વ એશિયા, ઇંગ્લેન્ડ તેમજ અમેરિકામાંથી ફસાયેલા ભારતીયોને માદરે વતન લાવવાની સરકારની યોજના છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક એકમ પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા ખોટા અને બનાવટી સમાચારોને ખુલ્લા પાડવા ફેક્ટ ચેકિંગ કરવામાં આવે છે જેમાં સરકારના સંબંધિત મંત્રાલય કે વિભાગ પાસેથી સત્તાવાર માહિતી મેળવીને ખુલાસો કરવામાં આવે છે



(Release ID: 1622084) Visitor Counter : 140


Read this release in: English , Marathi