વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

સીઇએનએસએ પાણીમાં ભારે ધાતુ આયર્નની ઓળખ સરળતાપૂર્વક કરવા પોર્ટેબલ સેન્સર વિકસાવ્યું

Posted On: 16 APR 2020 6:47PM by PIB Ahmedabad

સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સિસ (સીઇએનએસ) પાણીમાં ભારે ધાતુના  આયર્નની પરખ કરવા કોમ્પેક્ટ સોલિડ-સ્ટેટ સેન્સર વિકસાવ્યું છે, જે અંતરિયાળ વિસ્તારોમાં સાઇટ પર ઓળખ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

લેડ, મર્ક્યુરી (પારો) અને કેડમિયમ જેવા ભાર ધાતુ આયોનો જીવ માટે અતિ જોખમકારક ગણાય છે, કારણ કે તેમનો શરીરમાં સરળતાપૂર્વક સંચય થઈ શકશે અને કોઈ પણ રાસાયણિક કે જૈવિક પ્રક્રિયાઓ દ્વારા એમાંથી ઝેરી તત્ત્વો દૂર કરી શકાય. પાણીમાં ભારે ધાતુ  આયર્ન સાથે સંકળાયેલા સ્વાસ્થ્યને નુકસાનકારક  આયર્નનો સાઇટ પર ઝડપથી ઓળખવા અસરકારક અને  પોર્ટેબલ સેન્સર વિકસાવવાની જરૂર છે. માટે વિઝ્યુલ સેન્સર્સ જરૂર છે, જે આસપાસની સ્થિતિ અંતર્ગત ઝડપથી (ગણતરીની સેકન્ડમાં) ભારે ધાતુ  આયર્નની ઓળખ અસરકારક રીતે કરી શકે છે.

સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સિસમાં ડો. પ્રલય કે સાન્ત્રાની આગેવાનીમાં સંશોધકોની ટીમે સાઇટ પર અસરકારક રીતે ઓળખ કરવા માટે 0.4 પાર્ટ પર બિલિયન (પીપીબી) સુધીના લેડ આયન (Pb2+) જેવા ભારે  આયર્નની ઓળખ કરવા કોમ્પેક્ટ સોલિડ-સ્ટેટ સેન્સર વિકસાવ્યું છે. સેન્સર ફિલ્મ મેંગેનીઝ ડોપ્ડ ઝીંક સલ્ફાઇડ ક્વોન્ટમ ડોટ્સ અને ગ્લાસના પેટાસ્તર પર ઘટેલા ગ્રેફાઇન ઓક્સાઇડ વચ્ચે સંયુક્ત સ્વરૂપે તૈયાર કરવામાં આવી હતી. ખાસ ક્વોન્ટમ ડોટ્સ પાણીમાં દ્રાવ્ય છે અને વધારે ફોટોલ્યુમિસન્સ (30 ટકા) ક્વોન્ટમ ધરાવે છે, જે તેમને લ્યુમિસન્સ આધારિત સેન્સિંગ માટે અનુકૂળ બનાવે છે. ક્વોન્ટમ ડોટને 254 એનએમના હેન્ડહેલ્ડ યુવી લાઇટ સાથે ગરમ કરી શકાશે, જેથી અંતરિયાળ વિસ્તારોમાં પણ પોર્ટેબલ ડિવાઇઝનો ઉપયોગ કરી શકાય છે. જો પણ મર્ક્યુરી, લેડ, કેડમિયમ વગેરે ભારે ધાતુ  આયર્ન ધરાવતું પાણીનું ટીપું સંયુક્ત ફિલ્મમાં ઉમેરવામાં આવશે, તો ગણતરીની સેકન્ડમાં ફિલ્મમાંથી ઉત્સર્જન થશે.

અભ્યાસ પાણીમાં ભારે ધાતુ  આયર્ન સરળતાપૂર્વક પ્રદર્શિત કરશે. જોકે ટીમ નિદાનની પસંદગી સુધારવા સ્ટ્રેટેજી વિકસાવી રહી છે.

 

 [સંદર્ભ: ઓરિજિન ઓફ લ્યુમિનસન્સ-બેઝ ડિટેક્શન ઓફ મેટલ આયન્સ બાય મેંગેનીઝ ડોપ્ડ ઝીંક ક્વોન્ટમ ડોટ્સ; તૃપ્તિ દેવિયાહ ચોનામડા, ભગવતી શર્મા, જયશ્રી નાગેશ, અભિષેક શિબુ, શ્યાશિષ દાસ, કોમ્મુલા બ્રહ્મૈયા, નાસની રાજેન્દર, નીના એસ જોહન, પ્રલય કે સાન્ત્રા, કેમિસ્ટ્રી સિલેક્ટ, 4, 13551 (DOI:10.1002/slct.201903769)]

 

 

 

GP/DS



(Release ID: 1615191) Visitor Counter : 221


Read this release in: English , Hindi , Tamil