PIB Headquarters

પ્રોવિડન્ટ ફંડના સભ્યો માટે તેમની જન્મ તારીખનો રેકર્ડ સુધારવા એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને સુધારેલી સૂચનાઓ

Posted On: 06 APR 2020 4:18PM by PIB Ahmedabad

કોરોનાવાયરસ મહામારીના સંદર્ભમાં ઓનલાઈન સેવાઓનો વ્યાપ અને ઉપલબ્ધિમાં વધારો કરવા એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને (ઈપીએફઓ) નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જેથી સભ્યો ઈપીએફઓના રેકર્ડમાં તેમની જન્મતારીખમાં સુધારો કરી શકે. આ વ્યવસ્થા મારફતે યુએએનની કેવાયસીની જરૂરિયાતો પૂર્ણ કરી શકાશે

આધાર કાર્ડમાંનો જન્મ તારીખનો રેકર્ડ ઈપીએફઓના રેકર્ડમાં સુધારો કરવાના હેતુથી હવે જન્મ તારીખના માન્ય પુરાવા તરીકે સ્વીકારાશે. જોગવાઈ એવી રહેશે કે બંને તારીખ વચ્ચેનો તફાવત 3 વર્ષથી ઓછો હોવો જોઈએ. પ્રોવિડન્ટ ફંડના સભ્યો જન્મ તારીખમાં સુધારો કરવાની વિનંતીઓ ઓનલાઈન મોકલાવી શકશે.

આ વ્યવસ્થાને કારણે એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઈપીએફઓ) UIDAI પુરાવા સાથે તુરત જ સભ્યોની જન્મ તારીખમાં સુધારો કરી શકશે અને ફેરફાર માટે આવેલી વિનંતીઓની પ્રક્રિયા ઓછા સમયમાં થઇ શકશે.

ઈપીએફઓએ ફીલ્ડમાં કામ કરતા અધિકારીઓને સૂચના આપી છે કે મળેલી ઓનલાઈન વિનંતીઓને ઝડપથી પ્રોસેસ કરવામાં આવે. આવુ થવાને કારણે પ્રોવિડન્ટ ફંડના સભ્યો નાણાંકિય કટોકટીનો સામનો કરી રહ્યા હોય ત્યારે એકત્ર થયેલી રકમમાંથી નોન-રિફંડેબલ એડવાન્સ મળી શકતાં તેમની ચિંતામાં ઘટાડો થશે અને કોરોનાવાયરસ મહામારીથી તકલીફો નિવારી શકાશે.

આમ આ માહિતી ઈપીએફ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.

 

GP/RP



(Release ID: 1611642) Visitor Counter : 121


Read this release in: English