રેલવે મંત્રાલય

ભારતીય રેલવેએ માહિતી તથા રેલવે વહીવટીતંત્ર અને સાધારણ જનતા વચ્ચે માહિતી અને સૂચનોના સતત પ્રસારને સુનિશ્ચિત કરવા બોર્ડ કન્ટ્રોલ સેલ શરૂ કર્યું


બંને 138 અને 139 તેમજ સોશિયલ મીડિયા સેલ પ્રશ્નોનો જવાબ આપવા, સહાય પ્રદાન કરવા (જ્યારે શક્ય છે ત્યારે) તથા રેલવે ગ્રાહકો અને અન્ય પ્રસ્તુત માહિતી પ્રસાર માટે સતત સજ્જ

Posted On: 27 MAR 2020 6:51PM by PIB Ahmedabad

કોવિડ-19 ઇન્ફેક્શનની અસરને નિયંત્રણમાં રાખવાના એના પ્રયાસના ભાગરૂપે ભારતીય રેલવેએ ભારતમાં 21 દિવસના સંપૂર્ણ લૉકડાઉન દરમિયાન રેલવેના ગ્રાહકો અને અન્ય બાબતો સાથે સંબંધિત માહિતી પૂરી પાડવા, પ્રશ્રોના જવાબ આપવા તથા પ્રસ્તુત માહિતીઓના પ્રસાર માટે બે 24 કલાકની હેલ્પલાઇન 138 અને 139 કાર્યરત કરી છે.

139 માધ્યમથી પ્રદાન થતી કોલ સેન્ટર આધારિત અને આઈવીઆરએસ સેવાઓ ઉપરાંત 138 નંબરનો ઉપયોગ કરવાનો વિચાર ભારતીય રેલવે દ્વારા દ્વારા આખા દેશમાં પોતાના ગ્રાહકોની મોટી સંખ્યા સુધી બિનરેલવે સાથે સંબંધિત પ્રશ્ન, વિશેષ સ્વરૂપે કોવિડ-19 સાથે સંબંધિત ફક્ત સ્થાનિક ભાષાની જાણકારી રાખતી વ્યક્તિઓ તરફ લઈ શકે છે. એટલે માગવામાં આવેલી જાણકારી સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ થશે.

ભારતીય રેલવે દ્વારા રેલવે વહીવટીતંત્ર અને સામાન્ય લોકો વચ્ચે સૂચના અને સૂચનોનાં સતત પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે રેલવે બોર્ડ કન્ટ્રોલ સેલ ખોલવામાં આવ્યું છે. આ નિયંત્રણ કાર્યાલય 24 કલાક કામ કરશે અને એક નિર્દેશક સ્તરના અધિકાર દ્વારા સંચાલિત થશે. આ કેન્દ્રીકૃત રેલવે હેલ્પલાઇન 139 અને વિકેન્દ્રીકૃત રેલવે હેલ્પલાઇન 138 પર પ્રાપ્ત કોલનું ધ્યાન રાખશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા, ખાસ કરીને ટ્વીટર ટ્રેન્ડીંગ પર નજર રાખવા ઉપરાંત રેલવે ગ્રાહકો અને અન્ય લોકો દ્વારા અન્ય કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓમાં સંચાર કરવા અને એ મુશ્કેલી ઓછી કરવા સમયસર કાર્યવાહી કરવા કામ કરવું પડશે. આ ઉપરાંત ફરિયાદો, સૂચનો કે પ્રશ્નોને railmadad@rb.railnet.gov.in પર પણ મોકલી શકાય છે.

જ્યારે અત્યારે 139 કેન્દ્ર સ્વરૂપે કામ કરવાનું ચાલુ રાખશે, ત્યારે 138 એક હેલ્પલાઇન નંબર છે, જે કોલ કરનારને સીધો સ્થાનિક રેલવે ડિવિઝન સુધી લઈ જશે, જેની પાસેથી એને સ્થાનિક અને પ્રાદેશિક જાણકારીની અપડેટ પ્રદાન કરી શકાશે. 138 અને 139 બંનેની સાથે સાથે સોશિયલ મીડિયા સેલ દ્વારા પૂછપરછનો જવાબ આપવા, સહાયતા પ્રદાન કરવા (જ્યાં સંભવ છે ત્યાં) અને રેલવે ગ્રાહકો અને અન્ય લોકોને પ્રાસંગિક જાણકારી પ્રસારિત કરવા માટે 24 કલાક કામ કરવામાં આવશે. સૂચનોનો પણ સ્વીકાર કરવામાં આવશે. હેલ્પલાઇન કર્મચારીઓની પાસે રિફંડ, રાજ્ય/જિલ્લા/રેલવે ચિકિત્સા સુવિધાઓ અને કોવિડ-19ની જાણકારી મેળવવા અને સહાયતા પ્રદાન કરવા માટે સ્થાનિક/પ્રાદેશિક/રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબરો જેવા વિષયોની લેટેસ્ટ જાણકારી હશે.


(Release ID: 1608701) Visitor Counter : 159