માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્ર સરકારે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક માધ્યમોનાં કામકાજ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું

Posted On: 24 MAR 2020 6:25PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19 ફાટી નીકળવાને પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો / કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક માધ્યમોનાં કામકાજ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે મુખ્ય સચિવોને ઉદ્દેશીને લખેલા પત્રમાં ટીવી ચેનલો, ન્યુઝ એજન્સીઓ, ટેલીપોર્ટ ઓપરેટર્સ, ડિજિટલ સેટેલાઈટ ન્યુઝ ગેધરિંગ (ડીએસએનજી), ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) અને હાઈએન્ડ-ઈન-ધ સ્કાય (એચઆઈટીએસ), મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ (એમએસઓ), કેબલ ઓપરેટર્સ, ફ્રીક્વન્સી મોડ્યુલેશન (એફએમ) રેડિયો અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન્સ જેવાં મજબૂત અને આવશ્યક માહિતી પ્રસારણ નેટવર્કના મહત્ત્વ ઉપર ભાર મૂક્યો છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આ નેટવર્કસ યોગ્ય રીતે ચાલુ રહે તે માત્ર લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે જ નહીં, પરંતુ દેશને છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિથી વાકેફ કરવા માટે પણ છે. પત્રમાં એમ પણ જણાવાયું છે કે આ નેટવર્કસે ખોટા સમાચારો ફેલાતા અટકાવવામાં અને સારા સમાચારોને પ્રોત્સાહિત કરવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી છે.


સરરકારે સલાહ આપી છે કે માહિતીના આ નેટવર્ક્સનાં કામકાજ ખલેલ વિના ચાલુ રહે અને આ નેટવર્કસ લોકો સુધી પહોંચી શકે તે સુનિશ્ચિત કરવું અત્યંત મહત્ત્વનું છે. પત્રમાં જણાવાયેલાં મહત્ત્વનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની યાદી આ મુજબ છે:

  1. અખબારો અને સામયિકોનાં પ્રિન્ટિંગ પ્રેસો અને વિતરણ માળખું
  2. તમામ ટીવી ચેનલો અને તેની સહાયક સેવાઓ ટેલીપોર્ટસ અને ડીએસએનજી જેવી સેવાઓ
  3. ડીટીએચ/એચઆઈઆઈટીએસનાં કામકાજ સંબંધિત સાધનો/મરમ્મત સહિતની સવલતો વગેરે
  4. એફએમ/સીઆરએસ નેટવર્કસ
  5. એમએસઓનાં નેટવર્ક અને કેબલ ઓપરેટર્સ
  6. ન્યુઝ એજન્સીઓ

કેન્દ્ર સરકારે રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને વિનંતી કરી છે કે જો કોવિડ-19ને અટકાવવા માટેનાં નિયંત્રણો વિશે વિચારતા હો, તો આ નેટવર્કસને ધ્યાનમાં લેવાં.

  1. સવલતો/મધ્યસ્થીઓની સંપૂર્ણ સાંકળના સંચાલકોને કાર્યરત રહેવાની મંજૂરી છે.
  2. તેમની પુરવઠા અને વિતરણની સાંકળ સરળતાથી ચાલી શકે તે માટે જરૂરી સવલતો આપવી.
  3. સુવિધાઓ સેવા આપનારાના કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવાની મંજૂરી આપવી જોઈએ.
  4. સેવા આપનારના એક્રિડેટેડ (માન્યતા ધરાવતા) કર્મચારીઓને આવાગમન માટે મંજૂરી આપવી જોઈએ.
  5. માધ્યમોના કર્મચારીઓ, ડીએસએનજી અને બળતણ પૂરું પાડનાર સહિત અન્યને લઈ જતાં વાહનોની અવરજવરની જ્યાં પણ જરૂર હોય, ત્યાં તેની સુગમતા કરી આપવા વિનંતી છે અને
  6. આ સુવિધાઓ દ્વારા માંગવામાં આવતા વીજ સપ્લાય અને અન્ય લોજિસ્ટિક્સ પણ વિના અવરોધે ઉપલ્બ્ધ કરી આપવાં.

કેન્દ્ર સરકારે આ પ્રકારની સેવાઓ પૂરી પાડનારાઓને વિના વિક્ષેપ સેવાઓ પૂરી પાડવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તો સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન સાધવા પણ જણાવ્યું છે.



(Release ID: 1608007) Visitor Counter : 157


Read this release in: English , Hindi , Kannada