રેલવે મંત્રાલય
કોવિડ-19ના કારણે ભારતીય રેલવે દ્વારા તમામ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી
Posted On:
22 MAR 2020 1:48PM by PIB Ahmedabad
- કોવિડ-19ના પ્રસારને રોકવા માટે લેવામાં આવતા વિવિધ પગલાંને આગળ વધારતા, ભારતીય રેલવે દ્વારા પ્રીમિયમ ટ્રેનો, મેઇલ / એક્સપ્રેસ ટ્રેનો, મુસાફર ટ્રેનો, ઉપનગરીય ટ્રેનો, કોલકાતા મેટ્રો રેલ, કોંકણ રેલવે વગેરે સહિત તમામ મુસાફર ટ્રેનોની સેવા 31.03.2020ના રોજ 2400 કલાક સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ઉપનગરીય ટ્રેનોની તદ્દન લઘુતમ સ્તરની સેવાઓ અને કોલકાતા મેટ્રો રેલ 22.03.2020 ના રોજ 2400 કલાક સુધી ચાલુ રહેશે.
- 22.03.2020 ના રોજ 0400 કલાક પહેલાં જે ટ્રેનો તેમની નિયમિત મુસાફરી માટે નીકળી ચૂકી હોય તે પોતાના ગંતવ્ય સ્ટેશન સુધી દોડી શકશે. જે લોકો મુસાફરી માટે નીકળી ચૂક્યા હોય તેમના માટે પ્રવાસ દરમિયાન અને ગંતવ્ય સ્થળે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
- દેશના વિવિધ ભાગોમાં જરૂરી ચીજવસ્તુઓનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે માલવાહક ટ્રેનોની સેવાઓ યથાવત રહેશે.
- મુસાફરોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને, રદ કરવામાં આવેલી તમામ ટ્રેનો માટે સંપૂર્ણ રિફંડ ચૂકવવામાં આવશે જે 21.06.2020 સુધીમાં લઇ શકાશે. રદ કરવામાં આવેલી ટ્રેનોના કારણે અસરગ્રસ્ત મુસાફરોને કોઇપણ ઝંઝટ વગર રિફંડ મળી જાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
RP
(Release ID: 1607611)
Visitor Counter : 209