રસાયણ અને ખાતર મંત્રાલય

ગાંધીનગર ખાતે 5-7 માર્ચ દરમિયાન ભારતીય ફાર્મા અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદનું આયોજન થશે

Posted On: 04 MAR 2020 2:08PM by PIB Ahmedabad

અમદાવાદ, 04-03-2020

 

રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના ઉપક્રમે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી - FICCIના સહયોગથી ગુજરાતના ગાંધીનગર ખાતે આગામી 5-7 માર્ચ 2020 દરમિયાન ભારતીય ફાર્મા 2020 અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ અને પ્રદર્શનનનું આયોજન કરવામાં આવશે. આ ત્રણ દિવસીય પરિષદનું ઉદઘાટન રસાયણ અને ખાત મંત્રી શ્રી સદાનંદ ગૌડા દ્વારા કરવામાં આવશે, જહાજ તેમજ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાના આ પરિષદને સંબોધશે.

આ કાર્યક્રમની થીમ "ભારતીય ફાર્મા: પરવડે તેવી અને ગુણવત્તાપૂર્ણ સ્વાસ્થ્ય સંભાળ હાંસલ કરવાના પડકારો દૂર કરવા અને ભારતીય તબીબી ઉપકરણ: સાર્વત્રિક સ્વાસ્થ્ય સંભાળ માટે પરવડે તેવા જવાબદારીપૂર્ણ અને ગુણવત્તાપૂર્ણ તબીબી ઉપકરણોને પ્રોત્સાહન આપવું” છે.

 

તમામ લોકોને ગુણવત્તાપૂર્ણ સ્વાસ્થ્ય સંભાળનો ખર્ચ હજુ પણ ઘટે અને વૈશ્વિક રોકાણકાર સમુદાયને ભારતમાં તબીબી ઉપકરણ ક્ષેત્રમાં હિતધારકો, કેન્દ્ર અને રાજ્ય સરકારે, મુખ્ય ઔદ્યોગિક અગ્રણીઓ અને સમગ્ર દુનિયામાંથી આ ઉદ્યોગ ક્ષેત્રના ટોચના નિષ્ણાતો, વિદ્વાનો, તજજ્ઞો સાથે જોડાણ કરવા માટે યોગ્ય મંચ મળી રહે તેવા આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે.

 

આ કાર્યક્રમનો હેતુ, મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ, ઉપકરણો, સ્વાસ્થ્ય નિદાન, હોસ્પિટલો અને સર્જિકલ ઉપકરણો વગેરેને સામેલ કરીને ગ્રાહક કેન્દ્રી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમનો હેતુ આપણા ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલજી વિકાસ અને ઉત્પાદન બેઝને સશક્ત બનાવવા માટે ઇકોસિસ્ટમની રચના કરવા બાબતે ચર્ચા કરવાનો અને ટેકનોલોજી નિદર્શનનો પણ છે.

 

આ વર્ષે આ કાર્યક્રમના પાંચમા સંસ્કરણનું આયોજન થઇ રહ્યું છે અને ગુજરાતમાં પ્રથમ વખત આ પરિષદ યોજાઇ રહી છે. ગુજરાત પણ આ કાર્યક્રમમાં ભાગીદાર રાજ્ય છે.

 

ભારતીય ફાર્માસ્યુટિકલનું બજાર જથ્થાની દૃષ્ટિએ સમગ્ર દુનિયામાં ત્રીજું સૌથી મોટુ અને મૂલ્યની દૃષ્ટિએ તેરમું સૌથી મોટું બજાર છે. ભારત સમગ્ર દુનિયામાં સૌથી મોટો જેનરિક દવાઓનો પૂરવઠાકાર દેશ છે. સાથે સાથે, ભારતમાં તબીબી ઉપકરણ ઉદ્યોગનું મૂલ્ય USD 5.2 બિલિયન આંકવામાં આવે છે, જે ભારતમાં સ્વાસ્થ્ય સંભાળ ઉદ્યોગમાં USD 96.7 બિલિયનના મૂલ્ય સાથે 4-5 ટકાનું યોગદાન આપે છે.

 

આ કાર્યક્રમ દરમિયાન ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો પર આધારિત એક પ્રદર્શન પણ યોજાશે. 200થી વધુ ફાર્માસ્યુટિકલ અને તબીબી ઉપકરણ કંપનીઓ આ પ્રદર્શનમાં ભાગ લેશે. સમગ્ર દુનિયામાંથી 5,000 કરતા વધુ ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી પ્રોફેશનલ્સ આ ત્રણ દિવસીય પરિષદમાં ભાગ લેશે.

 

SD/GP/DS


(Release ID: 1605110) Visitor Counter : 221


Read this release in: English , Urdu , Hindi