માહિતી અને પ્રસારણ મંત્રાલય

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પ્રતિનિધિમંડળે કાન્સ ફિલ્મ માર્કેટ 2020માં ભારતને સહભાગી થવા અને IFFIના વ્યુહાત્મક સ્થાન અંગે ચર્ચા કરી

Posted On: 23 FEB 2020 9:46AM by PIB Ahmedabad

બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પ્રતિનિધિમંડળનાં હેડ ઑફ સેલ્સ એન્ડ ઓપરેશન્સ, માર્ચે ડુ ફિલ્મ્સ, કાન્સ ફિલ્મ ફેલ્ટિવલ્સ સુશ્રી મૌડ એમસન અને માર્ચે ડુ ફિલ્મ્સ ના સેલ્સ એન્ડ ઓપરેશન્સ- એડવર્ટાઈઝિંગ અર્નાઉડ મેનીન્ડેસ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને મળ્યું હતું અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ- 2020માં ભારતને ભાગ લેવા અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં કાન્સમાં ભારતના વ્યાપક અને વ્યુહાત્મક રીતે સામેલ થવા અંગે વાતચીત થઈ હતી. IFFIનાં 51માં સંસ્કરણમાં કાન્સના સહયોગ અને સામેલ થવા અંગે પણ વાતચીત થઈ હતી.

ભારતીય પ્રતિનિધિમંડળ આ પ્રસિદ્ધ ફિલ્મ ફેસ્ટિવલ્સના વડા, ફિલ્મસ કમિશનર્સ તથા સુશ્રી મેરીલી પેઉપેલિન, જેવા ટેલિફિલ્મ કેનેડાના સ્પેશ્યાલિસ્ટ ઈન્ટરનેશનલ બિઝનેસ ડેવલપમેન્ટ શ્રી એનરીકો વેન્સ્સી તથા યુરીમેગ્સના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાઇરેકટર તેમજ મેકીંગ મુવીઝ ઓવાયના શ્રી કૈ નોર્ડબર્ગને પણ મળ્યું હતું. આ ઉપરાંત સિનેમા ડુ બ્રાઝિલ, એકઝિક્યુટિવ મેનેજર શ્રી એડ્રીન ફેટીગ, ઈનવેસ્ટ, સાયપ્રસના હેડ ઑફ ફિલ્મ યુનિટના સિનિયર ઓફિસર શ્રી લેફટેરીસએસ. ઈલેફટ હેરોયુ, નેશનલ ફિલ્મ ઇન્સસ્ટિટ્યુટ હંગેરીના ફેસ્ટિવલ મેનેજર કુ. કેટલીન વાજડા, શ્રી લુઈઝ ચેબી વાઝ, પ્રેસીડેન્ટ ઓફ બોર્ડ, - આઈસીએ ઈન્સ્ટિટ્યુટો ડુ સિનેમા-ઈ ડુ ઓડિયોવિઝ્યુઅલ, પોર્ટુગલ અને ઈટાલિયન નિર્માતા શ્રી સેરીગો સ્કેપેગીનીને પણ મળ્યા હતા. શ્રી સ્કેપેગીનીએ એવો નિર્દેશ આપ્યો હતો કે ઈટાલી ચોકકસપણે IFFIની 51મી એડિશનમાં ભાગ લેવા માટે તથા સહયોગ આપવા અંગે સક્રિયપણે વિચારણા કરશે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે આ પ્રકારે ભાગલેવાથી બેને દેશો વચ્ચે સક્રિય જોડાણો માટેનો માર્ગ પણ મોકળો થશે.

ભારતીય પ્રતિનિધિમંડળે આ પરામર્શ મારફતે IFFIની 51મી એડિશનનો અને ભારતમાં ફિલ્મ નિર્માતાઓને સિંગલ વિન્ડો ક્લિયરન્સ પૂરૂ પાડતી ફિલ્મ સહાયક ઓફિસ મારફતે શૂટીંગ કરવા માટેની સરળતાનો પ્રચાર કર્યો હતો અને ભારતમાં વેબસાઈટ www.ffo.gov.in મારફતે ફિલ્મ પર્યટનને મંચ પૂરૂ પાડવા અંગે પણ ચર્ચા કરી હતી. આ પ્રતિનિધિમંડળે ભારત સાથે મળીને સહનિર્માણની સાથે સાથે ઈન્ટરનેશનલ ફિલ્મ હાઉસ સાથે સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ અને કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિઝ (સીઆઈઆઈ) સંયુક્તપણે બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (બર્લિનાલે)માં સામેલ થઈ રહ્યાં છે.

 

SD/DS/RP



(Release ID: 1604080) Visitor Counter : 134


Read this release in: English , Hindi