વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

એપ્રિલ 2020 સુધીમાં કોલકાતામાં રત્નો અને દાગીના ક્ષેત્ર માટે CFC કાર્યરત થશે, એક લાખ કસબીઓને લાભ મળશે


કોઇમ્બતુર CFCનું કામ આ વર્ષે માર્ચ સુધીમાં પૂરું થશે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેમજ GJEPC દ્વારા સમગ્ર દેશમાં CFC શરૂ કરવામાં આવશે

ગુજરાતમાં હીરાના કામકાજ માટે CFC કાર્યરત છે

Posted On: 03 FEB 2020 6:13PM by PIB Ahmedabad

નવી દિલ્હી, તા. 6 ફેબ્રુઆરી, 2020

કોલકાતાના બૉ બજારમાં સામાન્ય સુવિધા કેન્દ્ર (CFC) માટે 30.01.2020ના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આર્થિક સલાહકાર રૂપા દત્તા, રત્નો અને દાગીના નિકાસ પ્રોત્સાહન કાઉન્સિલના (GJEPC)ના ચેરમેન પ્રમોદ અગ્રવાલ તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, GJEPC અને સ્વર્ણો શિલ્પો બચાઓ કમિટી (SSBC)ના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

CFCના આરંભથી બૉ બજારની આસપાસમાં હસ્ત બનાવટના દાગીનાઓના ઉત્પાદનમાં જોડાયેલા એક લાખથી વધુ કસબીઓને ફાયદો થશે. કોલકાતામાં બજારને દાગીનાનું મોટું હબ ગણવામાં આવે છે. બૉ બજાર ખાતે CFCના આરંભથી ઉત્પાદકતા અને ઉત્પાદનોની ગુણવત્તા વધશે, જેમાં ખાસ કરીને કોલકાતાના રત્ન અને દાગીના ક્લસ્ટરમાં બૉ બજાર અને તેની આસપાસના વિસ્તારોમાં રત્નો અને દાગીનાનું ઉત્પાદન કરતા નાના એકમોમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને દાગીનાના ઉત્પાદન માટે અદ્યતન ટેકનોલોજી મળશે.

ભારતના રત્ન અને દાગીના ઉદ્યોગના MSMEની કાર્યદક્ષતા વધારવા માટે તેમજ તેમના સશક્તિકરણ માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પાયાના સ્તરેથી પહેલ કરવામાં આવી છે. ક્ષેત્રમાં વ્યાપારને અનુકૂળ નીતિઓ લાવવા ઉપરાંત, મંત્રાલય દ્વારા CFCના રૂપમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરીને પણ ઉદ્યોગને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

દેશભરમાં CFCની સ્થાપના કરવાનો મૂળ હેતુ સીમાંત કારીગરોને તેમના ઉત્પાદનોની ગુણવત્તા સુધારવામાં મદદ કરવાનો છે અને રત્ન અને દાગીના નિકાસ ્રોત્સાહન કાઉન્સિલ (GJEPC) દ્વારા સંબંધિત ઉત્પાદન હબના સ્થાનિક વ્યાપર સંગઠનો (LTA)ની મદદથી પરિણામો મેળવવામાં આવ્યા છે. કાઉન્સિલ દ્વારા પહેલાંથી ગુજરાતમાં અમરેલી, પાલનપુર, વીસનગર અને જુનાગઢ જેવા હીરાના મુખ્ય કલ્સ્ટરમાં CFC શરૂ કરવામાં આવ્યા છે. CFC હાલમાં કાર્યરત છે અને MSME એકમોને નિકાસ યોગ્ય બનાવ્યા છે. કોઇમ્બતુરમાં દાગીના માટેના CFCની પણ શરૂઆત કરવામાં આવી રહી છે અને માર્ચ 2020 સુધીમાં તેનું કામ પૂર્ણ થવાની આશા છે.

CFC શરૂ કરવા પાછળ મૂળ ઉદ્દેશ્ય નાના અને મધ્યમ દાગીના ઉત્પાદન એકમોને એક જગ્યાએ ઉચ્ચ અને મોંઘા તેમજ પોતાના વર્ગમાં શ્રેષ્ઠ મશીનો/ઉપકરણો પૂરા પાડવા પાડવાનું છે  જે અન્યથા નાના અને મધ્યમ કદના દાગીના ઉત્પાદકોને વ્યક્તિગતરૂપે પોષાય તેમ નથી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આર્થિક સલાહકાર, રૂપા દત્તાએ જણાવ્યું હતું કે, દર વર્ષે રત્નો અને દાગીના ક્ષેત્રે 40 બિલિયન અમેરિકી ડૉલરની નિકાસ થાય છે અને તેના કારણે સમગ્ર દેશમાં પાંચ મિલિયન લોકોને રોજગારી મળે છે. આર્થિક સલાહકારે ઉમેર્યું હતું કે, ઉદ્યોગમાં વિકાસની ખૂબ સંભાવનાઓ છે અને વર્ષ 2025 સુધીમાં ક્ષેત્રની નિકાસનો આંકડો વધારીને 75 અબજ અમેરિકી ડૉલર સુધી લઇ જવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનું લક્ષ્ય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે CFC વધુ એક એવી પહેલ છે જેનાથી MSME એકમોના ઉત્પાદનોની ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવાનો તેમજ નિકાસમાં તેમનું યોગદાન વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વર્તમાન સમયમાં, કોઇમ્બતુર, હૈદરાબાદ, જયપુર, રાજકોટ જેવા નાના શહેરો અને અંતરિયાળ ગામડાઓમાં આવેલા SME હજુ પણ જુની ટેકનોલોજીથી ચાલી રહ્યાં છે અને કારણે તેમના દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોની ગુણવત્તાને અસર પડે છે. આવી જગ્યાઓમાં કસબીઓ/ સોનીઓને જથ્થાબંધ દાગીના ઉત્પાદક/ છુટક જ્વેલર્સ પાસેથી જોબવર્કના ધોરણે કામ કરવું પડે છે. કાસ્ટિંગ ટેકનોલોજી જેવી ટેકનોલોજી તેમજ ટમ્બલિંગ અને મેગ્નેટિક પૉલિશર જેવી તૈયાર કરવાની ટેકનિકનો ઉપયોગ બહુ ઓછા એકમોમાં થઇ રહ્યો છે. બેન્ચ વર્ક પણ જુની ટેકનિકથી કરવામાં આવે છે.

CFC ક્ષેત્રમાં વ્યાપારને વધુ સશક્ત બનાવશે અને એકંદરે ઉત્પાદકતા તેમજ ઉત્પાદનમાં વધારો કરશે અને સમયસર ડિલિવરી થઇ શકશે. તે એક છત્ર હેઠળ ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવા માટે તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવીને વ્યાપારને આત્મનિર્ભર બનાવશે. SMEમાં CFC આવકમાં વૃદ્ધિ કરવાનું સાધન બની જશે અને જે-તે પ્રદેશના સોશિયો-ઇકોનોમિક પરિવર્તનનું સાધન પણ બનશે.

CFCની કામગીરી પર એકનજર

CFC

ચોરસ ફૂટ ક્ષેત્રફળ

લાભાર્થીઓ

હીરાનું ઉત્પાદન

વીસનગર

2398

50+

25 લાખ

પાલનપુર

2600

166+

23 લાખ

અમરેલી

1967

18+

6 લાખ

જુનાગઢ

1795

102+

4 લાખ

કોઇમ્બતૂર

માર્ચ 2020 સુધીમાં કામ પૂર્ણ થવાની શક્યતા છે.

 

 

કોલકાતા ખાતે એકવાર દાગીના માટેનું CFC શરૂ થઇ જાય એટલે તેનાથી સ્થાનિક હસ્ત બનાવટના દાગીના ક્ષેત્રને મૂલ્ય વર્ધનમાં મદદ મળશે અને જ્વેલર્સ પોતાના શ્રેષ્ઠ ઉત્પાદનો તૈયાર કરી શકશે. કોલકાતા ખાતે વર્ષે એપ્રિલ મહિના સુધીમાં CFC કાર્યરત થવાની આશા છે.

DK/SD/GP/DS



(Release ID: 1602279) Visitor Counter : 141


Read this release in: English , English , Urdu , Hindi