સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
કેવીઆઈસી એ ગુજરાતમાં પ્રમાણભૂત પટોળા સાડીના ઉત્પાદનને વેગ આપવા માટે પ્રથમ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કર્યો
प्रविष्टि तिथि:
03 JAN 2020 4:52PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 03 જાન્યુઆરી, 2020
ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન (કેવીઆઈસી) એ કરેલી ઐતિહાસિક પહેલના ભાગરૂપે, આજે ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે એક રેશમ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે, જે રેશમી તાંતણાના ઉત્પાદન ખર્ચમાં મોટો ઘટાડો કરશે અને કાચા માલના વેચાણમાં અને સ્થાનિક રીતે ગુજરાતી પટોળા સાડીઓની ઉપલબ્ધતામાં વધારો કરશે. ખાદી સંસ્થા દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે જેમાં કેવીઆઇસીએ 60 લાખ રૂપિયાનો ફાળો આપ્યો છે. આ એકમમાં 90 સ્થાનિક મહિલાઓને રોજગારી મળી છે, જેમાંથી 70 મુસ્લિમ સમુદાયની છે.
3HMRAFH9.jpeg)
ગુજરાતની પ્રખ્યાત સાડી, પટોળા, જેને ખુબ ખર્ચાળ ગણવામાં આવે છે અને ફક્ત ઉચ્ચ કક્ષાના અથવા તો મોભાદાર લોકો દ્વારા પહેરવામાં આવે છે. કાચોમાલ રેશમી તાંતણાના હોવાના કારણે કર્ણાટક અથવા પશ્ચિમ બંગાળમાંથી ખરીદવામાં આવે છે, જ્યાં રેશમ પ્રક્રિયાના એકમો સ્થિત છે, જેથી કાપડની કિંમતમાં અનેકગણો વધારો થાય છે.
કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી વી.કે.સક્સેનાએ જણાવ્યું હતું કે કર્ણાટક અને પશ્ચિમ બંગાળથી રેશમના કીડા લાવવામાં આવશે અને ઘરેલુ રેશમી તાંતણા પર પ્રક્રિયા કરવામાં આવશે, આમ ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં આવશે અને પ્રખ્યાત ગુજરાતી પટોળા સાડીઓના વેચાણને મોટો વેગ મળશે. સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતનો એક પછાત જિલ્લો છે જ્યાં નજીકના વિસ્તારમાં પટોળા સાડી ઉત્પાદકો માટે ઓછા ખર્ચમાં સિલ્કને વધુ તૈયાર બનાવીને આજીવિકા ઉત્પન્ન કરવા અને પટોળા સાડીઓના વેચાણને વેગ આપવા માટે કેવીઆઇસીએ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે 60 લાખ રૂપિયાએ રોકાણ કર્યું છે.
પરંપરાગત રીતે, ભારતના દરેક ક્ષેત્રે સિલ્ક સાડી માટે પોતાનો અનોખો વણાટ રાખ્યો છે. અહી નોંધનીય છે કે પટોળા સિલ્ક સાડી ટોચની પાંચ રેશમ વણાટમાંથી એક છે જે દરેક ભારતીય સાડી પ્રેમી પોતાના કપડાના કબાટમાં હોય તેવું ઈચ્છે છે.
NP/GP/DS
(रिलीज़ आईडी: 1598413)
आगंतुक पटल : 495