નીતિ આયોગ

નીતિ આયોગે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2019 જાહેર કર્યા


દુનિયામાં ભારત એવો પ્રથમ દેશ છે, જેણે સાતત્યપૂર્ણ વિકાસના લક્ષ્ય પર સરકાર-સંચાલિત, પેટારાષ્ટ્રીય પ્રગતિનાં માપદંડો જાહેર કર્યા

Posted On: 30 DEC 2019 4:14PM by PIB Ahmedabad

નીતિ આયોગે આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) ઇન્ડિયા ઇન્ડેક્સનું બીજું સંસ્કરણ પ્રસિદ્ધ કર્યું હતું, આ 2030નાં એસડીજી લક્ષ્યાંકો હાંસલ કરવા ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કરેલી પ્રગતિનો વિગતવાર અહેવાલ છે.

આંકડાકીય અને અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ), ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર અને ગ્લોબલ ગ્રીન ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાણમાં વિકસાવવામાં આવેલો એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ નીતિ આયોગનાં વાઇસ ચેરમેન ડૉ. રાજીવ કુમાર, આયોગનાં સભ્યો ડૉ. રમેશ ચંદ અને ડૉ. વી કે પૉલ, નીતિ આયોગનાં સીઇઓ અમિતાભ કાંત, સંયુક્ત રાષ્ટ્રનાં રેસિડન્ટ કોઓર્ડિનેટર રેનાતા ડેસ્સાલિયેન, એમઓએસપીઆઈનાં સચિવ અને ભારતનાં મુખ્ય આંકડાશાસ્ત્રી પ્રવીણ શ્રીવાસ્તવ તથા નીતિ આયોગમાં એસડીજીનાં સલાહકાર સંયુક્તા સમાંદ્દારે પ્રસિદ્ધ કર્યો હતો.

આ પ્રસંગે નીતિ આયોગનાં વાઇસ ચેરમેન ડૉ. રાજીવ કુમારે કહ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આ સરકાર એજન્ડા 2030ને ભારત પાર પાડે એ સુનિશ્ચિત કરવા માટે કોઈ કચાશ નહીં રાખે. આ પ્રશંસનીય કામગીરી છે અને એની સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે. આગામી પાંચ વર્ષમાં રાજ્યો સાથે ગાઢ સંકલન કરીને એસડીજીનાં સ્થાનિકીકરણે વેગ આપવામાં આવશે અને વધારે સુધારો કરવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્રનાં રેસિડન્ટ કોઓર્ડિનેટર રેનાતા ડેસ્સાલિયેને કહ્યું હતું કે, વર્ષ 2020માં દુનિયા એસડીજી હાંસલ કરવા માટેનાં અંતિમ દાયકામાં કામગીરી કરવા માટેનાં દાયકામાં પ્રવેશ કરશે. આબોહવામાં પરિવર્તન પર આંતરસરકારી પેનલે અમને જણાવ્યું છે કે, આપણે પાસે આબોહવાની અતિ માઠી અસરોમાંથી પૃથ્વીને બચાવવા માટે 12 વર્ષ છે. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2.0 અને ડેશબોર્ડ ભારતને એના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસડીજી હાંસલ કરવા માટેની કામગીરી પર નજર રાખવા અને પ્રગતિને વેગ આપવા સક્ષમ બનાવે છે.

ભારતનો સંયુક્ત સ્કોર વર્ષ 2018માં 57થી વધીને વર્ષ 2019માં 60 થયો છે, જે નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. લક્ષ્યાંક 6 (સ્વચ્છ પાણી અને સ્વચ્છતા), 9 (ઉદ્યોગ, ઇનોવેશન અને માળખાગત સુવિધાઓ) અને 7 (વાજબી અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા)માં મહત્તમ વધારો થયો છે. આ ત્રણેય રાજ્યો આકાંક્ષી કેટેગરીનાં રાજ્યો છે (જેનો સ્કોર 0થી 49ની રેન્જમાં છે), જે ઉત્તરપ્રદેશ, બિહાર અને અસમ છે. આ ત્રણેય રાજ્યો હવે પર્ફોર્મર કેટેગરીમાં પ્રવેશ્યાં છે. પાંચ રાજ્યો – આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ગોવા અને સિક્કિમ - પર્ફોર્મર કેટેગરીમાંથી ફ્રન્ટ રનક કેટેગરીમાં આગળ વધ્યાં છે. કેરળે સંયુક્ત એસડીજી ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે અને એનો સ્કોર 70 છે. બીજા સ્થાને 69 સ્કોર સાથે હિમાચલપ્રદેશ છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુએ 67નાં સ્કોર સાથે સંયુક્તપણે ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. વર્ષ 2018થી અત્યાર સુધી સૌથી વધુ સુધારો ઉત્તરપ્રદેશે (જેણે 29મા સ્થાનથી હરણફાળ ભરીને 23મું સ્થાન હાંસલ કર્યું છે), ઓરિસ્સા (જેણે 23મા સ્થાનથી આગળ વધીને 15મું સ્થાન હાંસલ કર્યું છે) અને સિક્કિમ (જેણે 15મા સ્થાનથી આગેકૂચ કરીને સાતમું સ્થાન) રાજ્યોએ કર્યો છે. જ્યારે બિહારે વર્ષ 2018માં એનો સ્કોર 48થી વધારીને વર્ષ 2019માં 50 કર્યો છે, ત્યારે લક્ષ્યાંક હાંસલ કરવા માટે એને લાંબી મજલ કાપવાની છે.

અત્યારે દુનિયા એસડીજી યુગનાં પાંચમા વર્ષમાં છે. ભારતનો રાષ્ટ્રીય વિકાસ એજન્ડા એસડીજીને અનુરૂપ છે. આંતરરાષ્ટ્રીય લક્ષ્યાંકોમાં ભારતની પ્રગતિ દુનિયા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે દેશ દુનિયાની કુલ વસતિનો છઠ્ઠો ભાગ ધરાવે છે.

એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2019 એમઓએસપીઆઈનાં નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક (એનઆઇએફ)માંથી 100 સૂચકાંકો પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રગતિ પર નજર રાખે છે. આ સૂચકાંકોની પસંદગીની પ્રક્રિયામાં કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એકથી વધારે વાર મંત્રણા સામેલ છે.

એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2019 એનઆઇએફ સાથે વધારે સુસંગતતા સાથે લક્ષ્યાંકો, ઉદ્દેશો અને સૂચકાંકોનાં વિસ્તૃત કવરેજ પર પ્રથમ એડિશનથી વધારે મજબૂત છે. ઇન્ડેક્સ એસડીજીનાં 17માંથી 16 લક્ષ્યાંકો ધરાવે છે, જેમાં લક્ષ્યાંક 17 પર ગુણવત્તાની દૃષ્ટિએ મૂલ્યાંકન થાય છે. આ 2018 ઇન્ડેક્સની સરખામણીમાં વધારે સુધારો સૂચવે છે, જેમાં ફક્ત 13 લક્ષ્યાંકોને આવરી લેવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત ચાલુ વર્ષે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ રિપોર્ટ તમામ 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રોફાઇલ પર નવી પસંદગી ધરાવે છે, જે સ્પષ્ટ રીતે તમામ લક્ષ્યાંકો પર તેમની કામગીરીનું વિશ્લેષણ કરવા અતિ ઉપયોગી પુરવાર થશે.

દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ માટે 0થી 100ની રેન્જમાં સંયુક્ત સ્કોરની ગણતરી કરવામાં આવી છે, જેનો આધાર 16 એસડીજીમાં એમની કુલ કામગીરીને ધ્યાનમાં લેવામાં આવી હતી, જે દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની 16 એસડીજી અને તેની સાથે સંબંધિત લક્ષ્યાંકો હાંસલ કરવા માટેની સરેરાશ કામગીરી પર આધારિત છે. જો કોઈ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ 100 સ્કોર મેળવો, તો એ 2030નાં રાષ્ટ્રીય લક્ષ્યાંકો હાંસલ થયાનું સૂચવે છે. જેટલો કોઈ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનો સ્કોર વધારે, તેટલું એ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષ્યાંકો હાંસલ કરવાની વધારે નજીક પહોંચે છે.

એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સનાં સ્કોરનાં આધારે વર્ગીકરણનો માપદંડ નીચે મુજબ છેઃ

  • આકાંક્ષી: 0–49
  • પર્ફોર્મર: 50–64
  • ફ્રન્ટ રનર: 65–99
  • એચિવર: 100

નીતિ આયોગ દેશમાં એસડીજીના અમલીકરણ પર નજર રાખવા બે કામગીરી ધરાવે છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સ્પર્ધા અને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે છે. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ આ કામગીરીઓ વચ્ચે સેતરૂપ છે, જે આદરણીય પ્રધાનમંત્રીનાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસની અપીલ સાથે એસડીજીની સુસંગતા ધરાવે છે, જે આંતરરાષ્ટ્રીય એસડીજી અભિયાનમાં પાંચ પી (P) ધરાવે છેઃ people (લોકો), planet (પૃથ્વી ગ્રહ), prosperity (સમૃદ્ધિ), partnership (ભાગીદારી) અને peace (શાંતિ).

એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2019 ઓનલાઇન ડેશબોર્ડ પર ઉપલબ્ધ છે, જે તમામ નીતિ, નાગરિક સમાજ, વ્યવસાય અને એકેડેમિયા સાથે આંતરક્ષેત્રીય પ્રસ્તુતતા ધરાવે છે. આ ઇન્ડેક્સ કેન્દ્રિત નીતિગત સંવાદ, ફોર્મ્યુલેશન અને અમલીકરણ, તથા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત માપદંડો મુજબ વિકાસલક્ષી કામ કરવા આગળ વધવાના સાધન તરીકે કામ કરે છે. આ ઇન્ડેક્સ નીતિ આયોગનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટેકો આપીને પુરાવા આધારિત નીતિ બનાવવા માટે પ્રોત્સાહન આપવા સતત પ્રયાસ કરે છે, જેથી તેમની પ્રગતિ માપદંડ બને, તેઓ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને ઓળખી શકે અને શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચી શકે.

એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2019 એસડીજી પર નજર રાખવા અને રાષ્ટ્રીય/રાજ્ય/કેન્દ્રશાસિત સ્તરે આંકડાકીય વ્યવસ્થા સુધારવા માટેની જરૂરિયાત વચ્ચે રહેલાં મહત્વપૂર્ણ અંતરને ઘટાડવા માટે પણ મદદરૂપ થશે. ઇન્ડેક્સ ડેટા કલેક્શન, રિપોર્ટિંગ અને પદ્ધતિમાં સુધારા માટેની જરૂરિયાતને વ્યક્ત કરે છે. નીતિ આયોગ રિયલ-ટાઇમ મોનિટરિંગ અને સંવર્ધિત પ્રગતિ માપવા માટે ડેટાનું વિશ્લેષણ કરવા અને ક્ષમતા વિકસાવવા માટે ભાગીદારીની તકો પણ ચકાસે છે.

DS/RP



(Release ID: 1598026) Visitor Counter : 422