ગૃહ મંત્રાલય

વર્ષ 2019 માટે ભારતના ટોપ 10 પોલીસ સ્ટેશનો જાહેર કરાયા

Posted On: 06 DEC 2019 4:19PM by PIB Ahmedabad

 

સરકાર દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોની યાદી જાહેર કરવામાં આવી છે. દેશમાં ટોચના 10 પોલીસ સ્ટેશનો નીચે દર્શાવ્યા અનુસાર છે:-

રાજ્ય

જિલ્લો

પોલીસ સ્ટેશન

રેકિંગ

અંદામાન અને નિકોબાર ટાપુઓ

અંદામાન

અબેર્દીન

1

ગુજરાત

મહિસાગર

બાલાસિનોર

2

મધ્યપ્રદેશ

બુરહાનપુર

એજેકે બુરહાનપુર

3

તમિલનાડુ

થેણી

AWPS થેણી

4

અરુણાચલ પ્રદેશ

દિબંગ વેલી

એનીની

5

દિલ્હી

સાઉથ વેસ્ટ જિલ્લો

બાબા હરિદાર નગર, દ્વારકા

6

રાજસ્થાન

ઝાલાવાડ

બકાની

7

તેલંગાણા

કરીમનગર

ચોપ્પાદંડી (એમ)

8

ગોવા

ઉત્તર ગોવા

બિચોલીમ

9

મધ્યપ્રદેશ

શેઓપુર

બરગાવા

10

 

ગુજરાતના કચ્છમાં 2015માં યોજાયેલી DsGPની પરિષદને સંબોધતી વખતે પ્રધાનમંત્રીએ આપેલા નિર્દેશો આ પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે. તેમણે નિર્દેશો આપ્યા હતા કે, પોલીસ સ્ટેશનોને ગ્રેડ આપવા માટે અને પ્રતિભાવોના આધારે તેમની કામગીરીનું મુલ્યાંકન કરવા માટે માપદંડો નિર્ધારિત થવા જોઇએ.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમીત શાહે જણાવ્યું હતું કે, દેશમાં હજારો પોલીસ સ્ટેશનમાંથી પસંદ કરવામાં આવેલા મોટાભાગના પોલીસ સ્ટેશનો નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. ટોચના 10 ક્રમમાં રેન્કિંગ મેળવનારા પોલીસ સ્ટેશનોની યાદીમાં પણ આ બાબત સાચી જણાઇ રહી છે. આ સુચવે છે કે, સંસાધનોની ઉપલબ્ધતા મહત્વપૂર્ણ છે તેની સાથે સાથે, ગુનાખોરી રોકવા અને તેને અંકુશમાં લેવા તેમજ દેશની સેવા કરવા માટે આપણા પોલીસ જવાનોનું સમર્પણ અને નિષ્ઠા પણ વધુ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

આની પાછળનો મૂળ હેતુ ડેટાના વિશ્લેષણ, પ્રત્યક્ષ અવલોકનો અને જાહેરજનતાની પ્રતિક્રિયાઓના આધારે દેશમાં 15,579 પોલીસ સ્ટેશનોમાંથી ટોચના 10 પોલીસ સ્ટેશનોને રેન્ક આપવાનો હતો. નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યમાંથી શ્રેષ્ઠ કામગીરી કરતા પોલીસ સ્ટેશનોની અલગ યાદી તૈયારકરીને આ રેન્કિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

  • મિલકતના ગુનાઓ
  • મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ
  • નબળા વર્ગ વિરુદ્ધ ગુનાઓ

શરૂઆતમાં દરેક રાજ્યમાંથી પસંદગી પામેલા પોલીસ સ્ટેશનોની સંખ્યા આ પ્રમાણે છે:

  • 750થી વધુ પોલીસ સ્ટેશન ધરાવતા દરેક રાજ્યોમાંથી ત્રણ
  • અન્ય રાજ્યો અને દિલ્હીમાંથી બે
  • કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી એક

રેન્કિંગ પ્રક્રિયામાં તે પછીના તબક્કા માટે 79 પોલીસ સ્ટેશનો પસંદ કરવામાં આવ્યા હતા.

અંતિમ તબક્કામાં સેવા ઉપલબ્ધ કરાવવાના માપદંડોનું મુલ્યાકંન કરવા માટે અને પોલીસની કામગીરીમાં સુધારો લાવવા માટે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી ટેકનિકોના મુલ્યાંકન માટે 19 માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. આ હિસ્સામાં કુલ સ્કોરનો 80% હિસ્સો આવરી લેવામાં આવ્યો હતો. બાકીનો 20%સ્કોર પોલીસ સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાન્ય લોકોની પહોંચ તેમજ લોકોની પ્રતિક્રિયાઓ આધારિત હતો. પસંદ કરાયેલા દરેક સ્થાનમાંથી અંદાજે 60 લોકો સાથે કુલ 5,461 લોકો પાસેથી પ્રતિક્રિયાઓ લેવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનોના વાર્ષિક રેન્કિંગની દેશભરમાં ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે અને ખાસ કરીને પોલીસ દળો તેની પ્રતિક્ષામાં હોય છે. આનાથી પોલીસની કામગીરીની આંતરિક બાબતોનો ચિતાર મળે છે અને આંતરિક સુરક્ષાના તેમના વ્યાપક ક્ષેત્રમાં જાહેર નીતિઓ ઘડવામાં પણ તેનાથી વેલ્યુએબલઇનપુટ મળે છે. આ વર્ષના સર્વેક્ષણમાંદેશના તમામ રાજ્યોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. CCTNS ડેટાબેઝના વ્યાપક ઉપયોગ અને થર્ડ પાર્ટી એજન્સી દ્વારા પાયાના સ્તરે હાથ ધરાયેલા સર્વેક્ષણ દ્વારા આ કવાયતના મૂળ હેતુને જાળવી રાખવામાં આવ્યો હતો. સામાન્ય લોકોની બાબતોને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે લોકોમાં કરાતા સર્વેક્ષણમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો.


(Release ID: 1595358)
Read this release in: Hindi , English