નાણા મંત્રાલય
સરકારી બેંકો (પીએસબી) દ્વારા ગ્રાહક સુધી પહોંચવાની પહેલ – ઓક્ટોબર અને નવેમ્બર, 2019માં રૂ. 4.91 લાખ કરોડની વહેંચણી થઈ
સરકારી બેંકો (પીએસબી) દ્વારા ગ્રાહક સુધી પહોંચવાની પ્રક્રિયા જળવાઈ રહી – નવેમ્બરમાં વિવિધ કેટેગરીમાં રૂ. 2.39 કરોડની લોન આપવામાં આવી
Posted On:
03 DEC 2019 5:03PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 3 ડિસેમ્બર, 2019
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને સપ્ટેમ્બરમાં સરકારી બેંકો દ્વારા કસ્ટમર આઉટરીચ ઇનિશિયેટિવ (ગ્રાહક સુધી પહોંચવાની પહેલ) શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ અર્થતંત્રનાં જરૂરિયાત ધરાવતાં વર્ગોને ટેકો આપવાનો અને ધિરાણ આપવાની સુવિધાઓ વધારવાનો છે, ખાસ કરીને એમએસએમઈ, એનબીએફસી, કોર્પોરેટ, રિટેલ અને કૃષિ ક્ષેત્રનાં ઋણધારકોને વધુ ધિરાણ આપવાનો. તેમાં ધિરાણ આપવાની ઉચિત પ્રક્રિયા સાથે કોઈ સમાધાન કરવાનું નહોતું. આ પહેલ અંતર્ગત ઓક્ટોબર, 2019માં કુલ રૂ. 2.52 લાખ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું.
નવેમ્બરમાં કસ્ટમર આઉટરીચ પ્રોગ્રામની સંપૂર્ણ પ્રગતિ. સરકારી બેંકોનો ગ્રાહકો સુધી પહોંચવાનાં સારાં પ્રયાસો નવેમ્બરમાં જળવાઈ રહ્યાં છે અને એમએસએમઈ, એનબીએફસી, કોર્પોરેટ, રિટેલ અને કૃષિ ક્ષેત્રનાં ઋણધારકોને રૂ. 2.39 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. પરિણામે ઓક્ટોબરમાં કસ્ટમર આઉટરીચ શરૂ થયા પછી અત્યાર સુધી આ ક્ષેત્રોને સરકારી બેંકોએ કુલ રૂ. 4.91 કરોડનું ધિરાણ કર્યું છે.
કુલ ધિરાણમાંથી એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન. સરકારી બેંકોએ નવેમ્બરમાં રૂ. 35,775 કરોડનું ધિરાણ કર્યું હતું, જેના પરિણામે કસ્ટમર આઉટરીચ પ્રોગ્રામ હેઠળ એમએસએમઈને કુલ રૂ. 72,985 કરોડનું કુલ ધિરાણ થયું છે.
એનબીએફસી માટે. સરકારી બેંકોનાં કુલ ધિરાણમાંથી નવેમ્બરમાં રૂ. 25,525 કરોડનું ધિરાણ મળ્યું છે, જે ઓક્ટોબરમાં રૂ. 19,628 કરોડની સરખામણીમાં મોટો વધારો છે. આ રીતે કસ્ટમર આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત એનબીએફસીને કુલ રૂ. 45,153 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. સરકારી બેંકો દ્વારા ધિરાણ સ્વરૂપે મંજૂર થયેલો અને સપ્ટેમ્બર, 2018માં IL&FSડિફોલ્ટ જાહેર થયા પછી નવેમ્બર, 2019 સુધી એનબીએફસી પાસેથી પૂલ બાયઆઉટ સ્વરૂપે મંજૂર થયેલો ટેકો (કો-ઓરિજિનેશન અને ઓન-લેન્ડિંગ સહિત) વધીને રૂ. 4.23 લાખ કરોડ છે, જેમાં રૂ. 1.24 લાખ કરોડનું પૂલ-બાયઆઉટ સામેલ છે.
સરકારી બેંકો પર્યાપ્ત રીતે મૂડીકૃત છે અને રેકોર્ડ રિકવરી ચાલી રહી છે. આ બેંકો ધિરાણની વૃદ્ધિને ટેકો આપવા પર્યાપ્ત નાણાકીય પ્રવાહિતતા ધરાવે છે.
કસ્ટમર આઉટરીચમાં સરકારી બેંકોનુંસેગમેન્ટ મુજબ વિતરણ
રકમ રૂ. કરોડમાં
#
|
લોનની કેટેગરી
|
ઓક્ટોબર, 2019
|
નવેમ્બર, 2019
|
1
|
એમએસએમઈ લોન
|
37,210
|
35,775
|
2
|
એનબીએફસીને લોન
|
17,163
|
25,005
|
3
|
કોર્પોરેટને લોન
|
1,22,785
|
97,366
|
4
|
હોમ લોન
|
12,166
|
15,088
|
5
|
વાહનની લોન
|
7,085
|
4,003
|
6
|
શૈક્ષણિક લોન
|
425
|
686
|
7
|
કૃષિ લોન
|
40,504
|
37,870
|
8
|
અન્ય લોન
|
15,250
|
23,454
|
કુલ
|
2,52,589
|
2,39,245
|
RP/GP/DS
(Release ID: 1594735)
Visitor Counter : 194