સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

25મી ઓક્ટોબરે કલોલમાં ‘સામાજિક અધિકારિતા શિબિર’ અને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને અને ADIP યોજના હેઠળ દિવ્યાંગજનોને સહાયક સાધનો અને ઉપકરણોની ભવ્ય વિતરણ શિબિરનું આયોજન

Posted On: 23 OCT 2019 5:35PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકાર સમાવેશી સમાજના નિર્માણ માટે દિવ્યાંગજનોના સામાજિક કલ્યાણ અને સશક્તીકરણ પ્રત્યે કટિબદ્ધ છે જે અંતર્ગત શારીરિક અસમર્થતા ધરાવતાં વ્યક્તિઓને સશક્તીકરણ અને વિકાસની એકસમાન તકો પુરી પાડવામાં આવે છે. આ સમાનતાના કારણે તેઓ અર્થપૂર્ણ, સલામત અને સન્માનજનક જીવન તરફ આગળ વધી શકે છે.

આ પ્રયાસના ભાગરૂપે ‘સામાજિક અધિકારિતા શિબિર’ અને રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની ADIP યોજના હેઠળ દિવ્યાંગજનોને સહાયક સાધનો અને ઉપકરણોનું વિતરણ કરવા માટે ALIMCO દ્વારા ભવ્ય વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ શિબિરનું આયોજન ગાંધીનગરના કલોલ ખાતે KIRC પ્રાંગણમાં ગાંધીનગર જિલ્લા વહિવટીતંત્રના સહયોગ અને સંપૂર્ણ સહાયતાથી હાથ ધરાશે.

આ વિશાળ શિબિરમાં ADIP યોજના અંતર્ગત 3620 દિવ્યાંગ વ્યક્તિઓને અને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત 1164 વરિષ્ઠ નાગરિકો (BPL શ્રેણીમાં સમાવિષ્ટ)ને 9966 જેટલા રોજિંદા જીવન ઉપયોગી સહાયક સાધનો અને વિવિધ શ્રેણી માટે જુદા-જુદા પ્રકારના ઉપકરણોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આમ આ શિબિરમાં કુલ 4784 લાભાર્થીઓને સહાયક સાધનો અને ઉપકરણોનું વિતરણ કરવામાં આવશે જેનું અંદાજિત મૂલ્ય રૂ.520 લાખ છે.

 

 કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમનું ઉદઘાટન ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયના માનનીય કેન્દ્રીય મંત્રી ડૉ. થાવરચંદ ગહેલોતની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિન પટેલ, ગુજરાત સરકારના માનનીય મહેસૂલ મંત્રી શ્રી કૌશિક કુમાર પટેલ, ગુજરાત સરકારના માનનીય ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તીકરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી માનનીય શ્રી ઇશ્વરભાઇ પરમાર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવશે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ સામાન્ય લોકોમાં ખાસ કરીને દિવ્યાંગજનો અને જિલ્લાના BPL શ્રેણીના વરિષ્ઠ નાગરિકોમાં તેમના રોજબરોજના જીવનની જરૂરિયાતો અંગે સુવિધા પુરી પાડવાનો અને માહિતીનો પ્રસાર કરવાનો છે, જેથી તેમના સામાજિક-આર્થિક વિકાસ માટે અન્ય તકોનું સર્જન થઇ શકે. તેમાં અવરોધ મુક્ત હલન-ચલન, વિવિધ પ્રકારની અપંગતાઓ માટે જરૂરી સાધનો અને ઉપકરણો, સ્વરોજગાર માટે વ્યાવસાયિક તાલીમ, ઉદ્યોગ સાહસિકતા અને રોજગારીની તકો માટે સરળ લોનની ઉપલબ્ધી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ગાંધીનગર જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને મહત્તમ લાભ પુરો પાડવાની બાબત નજર સમક્ષ રાખીને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસ ALIMCOને ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય દ્વારા મૂલ્યાંકન શિબિરોનું આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. તે અનુસાર જિલ્લા વહીવટીતંત્રની સંપૂર્ણ સહાયતા સાથે આ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. 18મી જુલાઇથી 6ઠ્ઠી ઓગસ્ટ, 2019ના સમયગાળા દરમિયાન ગાંધીનગર જિલ્લામાં 18 સ્થાનોએ ક્ષેત્રીય સ્તરે વરિષ્ઠ નાગરિકોની મૂલ્યાંકન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 4784 લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.

કેમ્પમાં વિતરણ થનારા મુખ્ય ઉપકરણોની વિગતો નીચે મુજબ છે

ADIP યોજના

RVY યોજના

ઉપકરણો

સંખ્યા

ઉપકરણો

સંખ્યા

મોટર સંચાલિત ત્રણ પૈડાવાળી સાયકલ*

92

ચાલવાની લાકડી

815

પરંપરાગત ત્રણપૈડાની સાઇકલ

488

વ્હીલ ચેર

400

વ્હીલચેર

315

સાંભળવામાં મદદરૂપ સાધનો

551

ઘોડીઓ

674

ઘોડીઓ

18

ચાલવાની લાકડી

485

ટ્રાયપોડ

104

બ્રેઇલ કેન

02

ટેટ્રાપોડ

04

બ્રેઇલ કિટ

56

વાળી શકાય તેવું વૉકર

100

સાંભળવામાં ઉપયોગ સાધન

565

દાંતના ચોકઠા

633

રોલેટર

46

ચશ્માઓ

978

સ્માર્ટ કેન

1294

---

---

સ્માર્ટફોન

1107

---

---

ડેઇઝી પ્લેયર

147

---

---

MSIED કિટ

281

---

---

કુત્રિમ અંગો અને સહાયક સાધનો

720

---

---

સેલફોન

05

 

 

ADL કિટ

09

 

 

બ્રેઇલ સ્લેટ

03

 

 

CP ખુરશી

60

 

 

સર્વાઇકલ કોલર

 

10

 

 

 

 

આ બાબતોની વચ્ચે, શિબિરમાં જ્યારે લાભાર્થીઓની સંખ્યા 1000થી વધારે હોય અને ઉપકરણોનું મૂલ્ય રૂ. 1 કરોડથી વધારે હોય ત્યારે તેને વિશાળ શિબિરો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે શિબિરો મંત્રીઓ, સંસદ સભ્ય અથવા ધારાસભ્યની વિનંતીના આધારે પ્રારંભ કરવામાં આવી હોય અથવા હાથ ધરવામાં આવી હોય ત્યારે તેનું આયોજન આજ પ્રકારની પારદર્શક પદ્ધતિથી કરવામાં આવે છે અને જનસમૂહને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાતી યોજનાઓ અંગે માહિતીની જાણકારી પણ પુરી પાડવામાં આવે છે. મંત્રાલયે છેલ્લા 5 વર્ષોમાં અત્યાર સુધી આવી 522 શિબિરો હાથ ધરી છે. ગાંધીનગર ખાતેની શિબિર 523મી શિબિર હશે.

રાષ્ટ્રીય વયોશ્રી યોજના (RVY) ડિસેમ્બર 2016માં શરૂ કરવામાં આવી હતી. તેની શરૂઆત ભારતના માનનીય ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં 1લી એપ્રિલ 2017ના રોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ખાતે પ્રથમ વિતરણ શિબિરનું આયોજન કરીને કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ હાથ ધરાયેલી શિબિરોની ચોક્કસ વાત કરીએ તો ALIMCO દ્વારા છેલ્લા 3 વર્ષ દરમિયાન આવી 115 શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ 25મી ઓક્ટોબર, 2019ના રોજ ગાંધીનગરમાં 116મી શિબિરનું આયોજન કરવામાં આવશે.

DS/RP



(Release ID: 1588974) Visitor Counter : 414


Read this release in: English